________________
શારદા શિરમણિ ] પણ માતા પિતાને તો સંતાને વહાલા હેય છે. દીકરાને જન્મ દિવસ યાદ આવતા પિતા ઊભા થયા. આ શેઠ તે મોટા નામાંક્તિ વેપારી હતા. કઈ પ્રસંગ હોય ત્યારે તેમને ત્યાં મિઠાઈના પેકેટ બહુ આવતા. શેઠના મનમાં થયું કે ૧૨ વર્ષ થી મારો દીકરો ઘેર આવ્યું નથી. ભલે આજે હું તેના ઘેર જાઉ. શેઠનું હદય પલટાઈ ગયું. મિઠાઈના બે પેકેટ લઈને વગર બોલાવે લાકડીના ટેકે ધ્રુજતા ધ્રુજતા દીકરાના ઘેર જાય છે. શેઠના દિલમાં આનંદ છે, હૈયામાં હર્ષ છે, ઉરમાં ઉમળકો છે. અરરર...દીકરા સાથે ૧૨-૧૨ વર્ષથી વેર રાખ્યું છે. હું કંઈ ગતિમાં જઇશ? ભૂતકાળની ભૂલેને ભૂલી જા. પિતા દીકરાના ઘેર જાય છે. આ સમયે દીકરા-વહુ બંને હીંચકા ખાતા હતા. એક હાથમાં બે પેકેટ હતા. એક હાથમાં લાકડી હતી. ચાલતાં ચાલતાં તેમનું શરીર ધ્રુજે છે. દીકરા-વહુ બધા સ્તબ્ધ થઈ ગયા. આ શું ? પણ પિતાને જોતાં દીકરાના મનમાં પ્રેમ ઉભરાઈ આવ્યું. છેક હીંચકેથી ઊઠીને પિતાની સામે ગયો. બાપ દીકરે ત્યાં ભેટી પડ્યા. છેકરાના મનમાં થયું કે મારા પિતાજી કેટલા પવિત્ર છે! વગર બોલાવ્યું વગર આમંત્રણે તે મારા ઘેર આવ્યા! વહુ પણ તરત ઊઠીને સસરાના ચરણમાં પડી. બધાએ 'આંસુથી પિતાના પાપો ધોઈ નાંખ્યાં. વહુ કહે-બાપુજી આવ્યા ! હા બેટા ! આનંદ છે. દીકરો કહે બાપુજી! આપ આજે આટલા વર્ષે વગર બેલાવે હાલી ચાલીને મારે ત્યાં આવ્યા. હું કેવી રીતે આપનું સ્વાગત કરું? એટલે તે બજારમાં મિઠાઈ લેવા ગયે.
બાપુજીએ પુત્રવધૂને મિઠાઈના બે પિકેટ આપ્યા. લે બેટી લે! આજે મારા દીકરાને જન્મ દિવસ છે. તેની ખુશાલીમાં આ લાવ્યો છું. આપ બધા ગળ્યું મોટું કરે. વહુ કહે બાપુજી! આપની ઉંમર થઈ છે. ચાલતાં ધ્રુજે છે તે પેકેટ લેવા જવાની તકલીફ શા માટે લીધી? એક તે લાવવાની તકલીફ અને બીજો ખર્ચો થયો. સસરે કહે-બેટી! મને આમાં શી તકલીફ પડી? મેં બેટો ખર્ચ કર્યો નથી. આપણે મોટા વેપારી કહેવાઈએ. આજે શુભ પ્રસંગને દિવસ છે. આવા વાર તહેવારે આપણે ત્યાં ઓછામાં ઓછા ૮-૧૦ પેકેટ તે આવે જ છે. હું આટલા બધા પેકેટને શું કરું? કેણ ખાય? તેમાંથી બે પેકેટ અહીં લાવે. મારા દીકરા-વહુ છેકરા બધા ખાશે. અમે તે બે માણસ, વળી ઉંમર લાયક, વળી મિઠાઈ પચવામાં ભારે, ખાઈ ખાઈને કેટલી ખવાય ? પેકેટો વધારે હોય તો હું દુકાનના નોકરોને આપી દઉં છું. અહીં આવતો હતો એટલે મને ઉમંગ આવ્યું. તમારા બધા પ્રત્યે પ્રેમ થયો એટલે બે પેકેટ લઈ આવ્યો છું.
આ સાંભળી પુત્રવધૂનો પિત્તો ગયે. મિઠાઈના બે પેકેટ સસરા સામે ફેંક્યા. લઈ જાવ આ તમારા પેકેટ. તમે શું સમજે છે અમને ? તમારા મગજમાં શી ખુમારી ભરી છે?ખાનાર કેઈ ન હોય એટલે અહીં લાવ્યા! તમે જે મિઠાઈઓ નેકરને આપતા હતા એ મિઠાઈઓ આજે અમને આપવા આવ્યા છે? શું અમારી કિંમત નકર જેટલી ! તમારા દીકરાને નકર જે ગણ્યો ! શેઠ બિચારા નિખાલસ ભાવે સત્યવાત બેલ્યા