________________
ર૬૪ ] .
[ શારદા શિરોમણિ કોઈ સારું સુખી વૈભવશાળી કુટુંબ છે. માબાપને એક દીકરો અને વહે છે. એક વાર બાપ દીકરા વચ્ચે ૫૦૦રૂ. ની ભાંજગડ પડી. મોટા ઘરમાં જ્યાં પાંચ લાખની મૂડી હોય ત્યાં ૫૦૦ રૂા. શા હિસાબમાં? સામાન્ય વાતમાં મતભેદ પડી ગયો. ગુસ્સામાં છોકરો ઊભો થઈ ગયો. તેની પત્નીને કહે છે ઉઠ ઉભી થા. હવે અહીં રહેવું નથી. દીકરો વહુ ઊભા થઈ ગયા અને એક મકાન લઈને ત્યાં રહેવા લાગ્યા. કોધ બહુ બૂરી ચીજ છે. આવેશમાં માબાપે પણ દીકરાને ન કહ્યું કે તમે જુદા રહેવા ન જાવ. ડાહ્યા માણસો વચ્ચે પડ્યા અને દીકરા વહુને કહ્યું. વાતમાં કંઈ નથી. આપ જુદા રહો તે સારું નહિ, તમે માબાપના એક દીકરા વહે છે. તું જુદો રહે તે સારું ન લાગે. તું કંઈક સમજ. નમતું મૂકી દે, છતાં દીકરો ન માન્યું. પછી માબાપને કહ્યું કે તમે સમજી જાવ. છેક નમતું ન મૂકે તે તમે નમતું મૂકી દો. ગમે તેમ તોય એ દીકર છે. એ ભૂલ કરે પણ માવતર કમાવતર ન થાય. તેમણે પણ નમતું ન મૂકયું. બંને સામસામા ઉગ્ર ક્રોધમાં આવી ગયા. એક બીજા વચ્ચે બોલવાના પણ સંબંધ ન રહ્યા. છેક વહ જુદા થયા પછી એક દીકરો અને દીકરી થયા. દીકરાના દીકરા પણ દશ વર્ષના થયા, છતાં માબાપની સામે જોતા નથી, બાપને ઘેર આવતા નથી. દિવસે દિવસે વેર ઘટવાને બદલે વધતા ગયા.
એક વાર પિતા માંદા પડ્યા. સીરીયસ થઈ ગયા. બચવાની કેઈ બારી ન હતી. ડૉકટરેએ હાથ ખંખેરી નાંખ્યા. તમારા સગાવહાલા જેને બોલાવવા હોય તેને બોલાવી લે. આ શેઠ કહે–આપ મારા છેકરાને બેલાવી લાવે. મારી અંતિમ ઈચ્છા છે કે હું છોકરાને ખમાવી લઉં. એક ભાઈ છોકરાને બેલાવવા ગયા. દીકરા! તારા બાપુજીની તબિયત સીરીયસ થઈ ગઈ છે. ડોકટરેએ હાથ ખંખેરી નાંખ્યા છે. બધા સગાવહાલાને બોલાવી લીધા છે, તારા પિતાજીની એ ઈચ્છા છે કે હું મારા દીકરાની સાથે ક્ષમાપનાં કરી લઉં. મારે કેઈની સાથે વેર બાંધીને જવું નથી. હું આટલા સમાચાર દેવા તને આવ્યો છું. છેકરે કહે-મહેરબાને! તેમના સમાચાર મને આપશે નહિ. આપ જઈને તેમને એટલું કહેજો કે તમે મરી જશે તે તમને અગ્નિ સંસ્કાર કરવા આવીશ. આપ તેની ચિંતા ન કરશો. હું જીવતા મોઢું જોવા આવવાનો નથી. ડાહ્યા માણસો ગયા હતા છતાં તેમનું ડહાપણ પણ ન ચાલ્યું. કેઈની શિખામણ તેના ગળે ઉતરતી નથી. છોકરાને સમજાવવા ગયેલા માણસે પાછા આવ્યા. શેઠ કહે-છોકરાએ શું કહ્યું? આપ શાંતિ રાખે. તેની તંદુરસ્તી સારી નથી. તનની તંદુરસ્તી સારી છે પણ મનની તંદુરસ્તી સારી નથી. શાંતિ રાખે, હમણાં આવશે. ડાહ્યા માણસેએ ગોઠવીને, વાત કરી. સત્ય વાત તે કહેવી કેવી રીતે? શેઠનું આયુષ્ય બળવાન એટલે ઉપચાર કરતાં શેઠને ધીમે ધીમે સારું થયું ને તબિયત સારી થઈ ગઈ; પણું છે તે ન જ આવ્યા. શેઠ - બચી ગયા. હાલતા ચાલતા થઈ ગયા પણ કરે તે ન જ આવ્યો. - બે ચાર વર્ષ વીતી ગયા. એક દિવસે શેઠને વિચાર આવ્યો કે આજનો દિવસ સારા પ્રસંગને છે, અને મારા દીકરાને જન્મ દિવસ છે. સંતાને માતાપિતાને ભૂલે