________________
શારદા શિામણિ |
[ ૨૬૯
શ'ખરાજા અને જશેામતી રાણીએ મુનિને ઉલ્લાસ ભાવે દ્રાક્ષ ધાયાનું પાણી વહેારાખ્યુ.. દાન દેવાની વસ્તુ તે। મામૂલી હતી પણ દાન દેવામાં એવે અપૂર્વ ઉલ્લાસ આવ્યે . કે તીર્થંકર નામ ક્રમ ઉપાર્જન કર્યુ. જૈનશાસનના પ્રત્યેક અનુષ્ઠાન જો ઉલ્લાસથી કરવામાં આવે તે આત્માના જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરાવી દેવાની તાકાત તેમાં પડી છે. ખાળમુનિ અઈમુત્તાને ઈરિયાવહિયા પડિક્કમતાં આત્મામાં કેવા અંતર'ગ ઉલ્લાસ આવ્યા હશે કે એ ભવમાં આત્મશ્રેય સાધી ગયા. જે આત્મ સાધનાની તીવ્ર ભૂખ જાગી હાય તા અનુષ્ઠાનેામાં ઉલ્લાસ આવ્યા વગર ન રહે. એ તા સ્વતઃ પ્રગટી જાય અને આ પ્રગટી ગયેલા ઉત્સાહ જિનશાસનના પ્રત્યેક અનુષ્ઠાનમાં કમ ક્ષયના માર્ગ બતાવશે.
દિલના તલસાટ વિનાની આરાધના ચિત્તને આનંતિ કરીને ડાલાવી શકતી નથી. ભૂખ વિનાનું મળેલુ' ઉંચામાં ઊંચુ' ભેાજન જેમ મનને આનંદિત કરતું નથી તેમ ઉત્સાહ વિના કરેલી ઊંચામાં ઊં‘ચી ક્રિયા દિલને બહેલાવી દેતી નથી. યુદ્ધના મેદાનમાં હથિયારોથી સજ્જ બનીને લડવા જતાં સૈનિકના મુખ પર જોજો કે દુશ્મનને પરાજિત કરી દેવાના તલસાટ–ઉત્સાહ કેટલા જોરદાર હેાય છે. યુદ્ધના મેદાનમાં શત્રુઆના સેંકડો ઘા ખાવાથી લાડીલુહાણ થઈ જાય છે, છતાં એ રીનિક હતાશ ન થતાં વિજય મેળવવાની આશાથી ઉત્સાહથી લડતા જાય છે. પરીક્ષામાં પ્રથમ નબરે પાસ થવાની આશાથી પરીક્ષાખ'ડમાં પ્રવેશતા વિદ્યાથીના મુખ પર કેટલી પ્રસન્નતા ઉલ્લાસ હોય છે. પેપર લખતી વખતે અઘરા પ્રશ્નો આવવા છતાં એ વિદ્યાથી પ્રસન્નચિત્તો એકાગ્રતાપૂર્વક એ પ્રશ્નોના ઉત્તર લખતા જાય છે. વહેપારી બજારમાં જાય ત્યારે મનમાં હજારો લાખા રૂપિયા મેળવી લઈશુ એ ધ્યેયથી બજારમાં જતા વહેપારીના મુખ પર કેટલેા ઉત્સાહ હોય છે! બજારમાં ગયા પછી ભરચક કમાણીની આશાથી તાપમાં, ઠં'ડીમાં રખડપટ્ટી કરવા છતાં ઉલ્લાસથી વેપાર કરતા જાય છે. સ'સારમાં વ્યાવહારિક ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે પ્રાર’ભમાં અને પછી પણ ઉત્સાહની આવશ્યકતા જોઈ એ છે, તેા પછી આધ્યાત્મિક જગતના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તે આત્માના કેટલા ઉત્સાહની આવશ્યકતા જોઈએ.
કર્માં સામે થતા આ ખૂનખાર સ`ગ્રામમાં જો આત્માના ઉલ્લાસથી કર્મના જગ ખેલશું તેા જરૂર વિજયના વાવટા ફરકાવી શકીશું. ક` મેદાનમાં ઝઝૂમતા ગમે તેવા ખાડા ટેકરા આવે, કસત્તા ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ સયેાગા ખડા કરી દે, તે પણુ આપણે અનુપમ ઉત્સાહથી તે બધાની સામે અડીખમ ઊભા રહીએ તા આપણુ' જીવન સાધનાના માર્ગે આગળ પ્રગતિ કરશે. આપણુ જીવન અતિ અલ્પ છે. જુગજુગના અને ભવાભવના પાપ–વાસનાના સંસ્કારને ઉખેડી નાખવાનું ભગીરથ કાર્ય આપણે આ જન્મમાં કરવાનું છે. અનંતાનંત તીર્થંકરાએ અન`તાન'ત જીવાના કલ્યાણ માટે ખતાવેલી કેડી આપણી પાસે છે. ૫'ચ પરમેષ્ઠિ ભગવતેાની અસીમ કૃપા છે. પુણ્યના ચમકારા જીવનમાં પ્રકાશી રહ્યો છે, હવે જરૂર છે નિત્ય ચઢતા પરિણામે ઉલ્લાસથી આરાધનાના માગે કદમ ભરવાની. એ રીતે કદમ ભરવાથી સિદ્ધિ આપણી સામે છે, માટે જ્ઞાની કહે છે કે સાધનાના માર્ગમાં તમારા ઉલ્લાસ પ્રગટાવા. પાપના માગ માં ઉલ્લાસ ઘટાડો