________________
શારદા શિમણિ ]
[ ૬૭ અપૂર્વ ઉલ્લાસ જીવનમાં શું કામ કરે છે, તેથી જીવનમાં કેટલા લાભ થાય છે તે અવસરે.
ચરિત્ર : દેવીઓની વાત સાંભળતો પુયસાર : પુણ્યસાર વૃક્ષની બખેલમાં બેઠો છે. બંને દેવીઓ ત્યાં ખૂબ રમી, નાચી અને ગીત ગાયા પછી વાત કરવા લાગી. એક દેવી બીજી દેવીને કહે છે. આ મૃત્યુ લેકની ધરતી પર ખૂબ મઝા આવે છે, બહુ આનંદ થયો. બીજી કહે, અરે બહેન ! આ ધરતીની તો વાત જ પૂછીશ નહિ. સ્વર્ગના જેવું એકધારું જીવન નહિ. આ મૃત્યુલેકમાં કંઈક જોવા મળે તો મને આનંદ આવે. બેલ તારી શી ઈરછા છે? તારે શું જેવું છે? મને કોઈ કૌતુક જેવા મળે તે એર મજા આવે. જે મારી વાત સાંભળ. વલભીપુરમાં નવું કૌતુક થવાનું છે. જે તારી ઈચ્છા હોય તે ત્યાં જોવા જઈએ. દેવીના આ વચન સાંભળીને બીજી દેવી કહે છે ત્યાં એવું શું છે? સખી ! તે નગરમાં શું થવાનું છે તે વાત હું તને કહું છું તે તું સાંભળ.
કૌતુક કહેતી દેવી. તે વલભીપુર નગરમાં ધન્ના નામે એક મહા ધનાઢય, સુખી, અને વૈભવશાળી શેઠ રહે છે. તેને મળેલી સંપત્તિ ઉદાર દિલે સ્વધર્મની સેવામાં અનાથ અપંગોની સેવામાં વાપરે છે. તેના આંગણે રડતે આવેલે માણસ હસતે થઈને જાય છે તેથી તેમની ઉદારતાના ગુણ ખૂબ ગવાય છે. દાનવીર શેઠ તરીકે તેણે નામના મેળવી છે. આ ધન્ના શેઠને ધનવંતી નામે પત્ની છે. તે ખૂબ સુશીલ, સંસ્કારી અને ધર્મના રંગે રંગાયેલી છે. આ શેઠને સાત દીકરીઓ છે. ધર્મસુંદરી, ધનસુંદરી, કામસુંદરી, મુક્તિસુંદરી, ભાગ્યસુંદરી, સૌભાગ્યસુંદરી અને સાતમી ગુણસુંદરી. આ સાતે દીકરીઓનું રૂપ, સૌન્દર્ય અલૌકિક છે. તે સાતેને માબાપે ભણવા મૂકી. સાતે દીકરીઓની બુદ્ધિ અને હોંશિયારી ખૂબ તેજ હતી. થોડા સમયમાં તે ભણીગણીને હોંશિયાર થઈ. સ્ત્રીએની ૬૪ કળામાં નિપુણ બની. જ્ઞાન સાથે વિનય-વિવેક ખૂબ હતા. જ્ઞાનનું અભિમાન ન હતું. માતા-પિતા તથા વડીલેને વિનય-વિવેક ખૂબ સાચવતી હતી. કયારે પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નહીં. આ સાતે બેને ખૂબ પ્રેમ અને સંપથી રહે. એક સાથે રમે, આનંદ કરે. બધાના વિચારે એક સરખા, અને ભાવના પણ એક સરખી. હવે ત્યાં શું બન્યું છે? તે હું તને કહું છું તે ખાસ એક ચિત્તો સાંભળજે. આ વાત રસથી ભરપુર છે.
સાતેને અફર નિર્ણયઃ સમય જતાં તે છોકરીઓ યુવાન બની. છોકરીઓને મોટી થયેલી જોઈને માબાપને ચિંતા થવા લાગી. એક દિવસ શેઠ શેઠાણી બંને વાતે કરે છે. હવે આપણી દીકરીઓ મટી થઈ છે. તેમના માટે સારા છેકરાની તપાસ કરીએ. તે માટે સારો વર, સારું ઘર અને ખાનદાન કુટુંબ બધું જોવું જોઈએ. સાત દીકરીઓ છે એટલે સાત મુરતીયા શેધવા પડશે. આપણી દીકરીઓ ભણેલી, ગણેલી અને ગુણવાન છે તે રીતે તેમને એગ્ય છેકરાની તપાસ કરીએ. આ બંને વાતો કરે છે તે વાતે છેકરીઓએ સાંભળી. આ સાંભળ્યા પછી શું કરવું? તેઓ મુંઝવણમાં પડી ગઈ.