________________
૨૫૬ ]
[ શારદા શિરેમણિ નથી. સ્કૂલેથી જે છોકરો મોડે આવે છે એ જ મા તરત તેને શોધવા બહાર નીકળશે. માતાની સંતાન પ્રત્યેની લાગણી કેઈ અજબ હોય છે પણ એ જ સંતાનો મોટા થતાં માબાપને ભૂલી જાય છે. પુસાર બગયો. તેના સંસ્કારે કુસંગમાં નષ્ટ થઈ ગયા. જુગાર-ચેરી કરતે થે. પિતા તેને ઘણીવાર ઠપકે આપતા પણ શેઠાણું તેનું ઉપરાણું લેતા હતા. તેને કંઈ કહેવાનું નહિ. પરિણામે આજ એ રાણુને હાર ચરી ગયો. શેઠ તેનું ભવિષ્ય જોતા હતા. જ્યારે શેઠાણી તેના વર્તમાન સમયને જોઈ રહ્યા હતા.
હા મચાવેલે ઉત્પાત :- શેઠના મનમાં એક તે હાર ખોવાઈ ગયે તેને આઘાત છે. “હું રાજાને મારું મુખ શું બતાવીશ?' રાત પડી તોય દીકરો આવ્યો નહિ એટલે મનમાં ચિંતા થઈ. મારો દીકરો હજુ ન આવ્યું. એ ક્યાં ગયો હશે? મિત્રોને ત્યાં ગયો હશે? મારા આવા વર્તનથી એનું હૈયું તૂટી તે નહિ ગયું હોય ને ! એણે ખાધું પીધું નથી. કેણ એના ભાવ પૂછશે ? આ દુનિયામાં અત્યારે એના માબાપ સિવાય કશું છે? કદાચ તે ન કરવાનું કંઈ કરી બેસશે તે શું કરીશ? મેં તેને ઘકામુક્કો મારીને બહાર કાઢી મૂકે છે અને કહ્યું છે કે જ્યારે હાર લઈને આવે ત્યારે આ ઘરમાં પગ મૂકજે. ત્યાં સુધી આ ઘરમાં આવીશ નહિ. મેં ભૂલ તે મટી કરી છે! મેં ના પાડી છે, એટલે તે ઘરમાં કેવી રીતે આવે ? એક બાજુ આ ચિંતા છે, બીજી બાજુ હારની ચિંતા કોરી ખાય છે. શેઠાણીના વચને તેમનું હૃદય વીધી નાંખે છે. શેઠ કહે શેઠાણ ! મારી ભૂલ થઈ ગઈ છે એ કબૂલ છે. પણ રાજા મને પૂછે ત્યારે શું જવાબ આપે ? રાજા કદાચ લૂંટી જશે તે આપણું ઘરબાર લઈ જશે પણ હવે છેક કયાં મળશે? આપ અત્યારે ને અત્યારે તેની શોધ કરવા જાવ. બંનેની આંખમાં આંસુ છે. છેવટે શેઠાણીના કહેવાથી શેઠ શોધવા નીકળ્યા. શેઠાણું કહે. કદાચ ક્યાંય મળી જાય તે હમણું તેના પર ગુસ્સો ન કરતાં કે ઠપકે ન આપતા. આપ તેને સીધે ઘેર લઈ આવજે.. | દીકરાની શોધમાં શેઠ દીકરાની શોધ માટે ઘરથી બહાર નીકળ્યા. તેમના મનમાં થાય છે કે મેં ભૂલ કરી છે. મારે દીકરે તે ગુણીયલ અને ડાહ્યો હતે પણ કુસંગે ચઢી ગયે એટલે તેણે આવું કર્યું હશે ! શેઠ તેમના સગાવહાલાંને પૂછે છે મારે પુણ્યસાર અહીં આવે છે? બધા કહેના. અમે જે નથી. શેઠ શોધવા નીકળ્યા એટલે બધાને ખબર પડી ગઈ. પછી થયું કે લાવ, હું તેના મિત્રોને ત્યાં તપાસ કરું. જુગારીયા મિત્રોના આજે પગથીયા ચડવા પડ્યા. દીકરે એ પાકે ત્યારે ત્યાં જવાને સમય આવ્યે ને ! દીક મિત્રને ત્યાં પણ નથી. શેઠ ઘણું રખડ્યા. છેવટે રાત પડી એટલે શેઠ ઘેર પાછા આવ્યા. શેઠાણ પૂછે છે મારે લાલ લઈ આવ્યા? ના. કયાંય પત્ત પડતું નથી. શેઠાણું તે બેભાન થઈ પડી ગયા. પિતૃવત્સલ શેઠનું હૃદય દીકરાની લાગણીથી રડતું હતું. અત્યારે એ કયાં હશે? શું કરતો હશે? રાત્રીમાં સલામત તે હશે ને! એ ચિંતાથી તેમનું દિલ રડી રહ્યું હતું. પુણ્યશ્રી તે રડી રડીને અડધી થઈ