________________
શારદા શિરેમણિ ]
[ ૨૫૫ બોલવાની સૌ રાહ જુએ. એ બેલે તો જાણે અમી ઝરે. (૫) વાદિળાવં જ નાયડુ દાક્ષિણ્યભાવ પ્રાપ્ત થાય. બુદ્ધિની એવી દાક્ષિણ્યતા પ્રાપ્ત થાય કે કઈ પ્રશ્ન પૂછે તેને જવાબ ન આવડતું હોય પણ પ્રશ્ન પૂરો થાય ત્યાં તેને જવાબ સુઝી આવે. તે જવાબ સાચે હોય તેવી બુદ્ધિની દાક્ષિણ્યતા પ્રાપ્ત થાય છે. આ રીતે વંદન કરવાથી આ પાંચ લાભ પ્રાપ્ત થાય છે.
જિતશત્રુ રાજાએ (૧) સચેત વસ્તુને ત્યાગ કર્યો. (૨) ઉત્તરાસંગ કપડું રાખ્યું. (૩) બે હાથ જોડીને અંજલી કરી. (૪) મસ્તક નમાવી વંદણા કરી. (૫) અચેત (વસ્ત્રાભૂષણ) સહિત આ પાંચ અભિગમ સાચવ્યા. પછી ભગવાનની સ્તુતિ કરી નમસ્કાર કર્યા. વધુ અવસરે. અવસરે.
. ચરિત્ર : પુણ્યસારના પાપનો ઉદય થયે એટલે સુખની શયામાં રહેનારો આજે દુઃખની શય્યામાં આવી પડે. આ બાજુ પુણ્યશ્રી ઘેર આવી ત્યારે સાંજને સમય થવા આવ્યો હતે. શેઠ પલંગમાં એકદમ ઉદાસ થઈને બેઠા હતા. પુણ્યસાર દેખાતે હોતો. એટલે શેઠાણી પૂછે છે આટલા બધા ગમગીન કેમ છે? પુણ્યસાર કેમ દેખાતા નથી? શેઠ ગુસ્સામાં ને ગુસ્સામાં બેલ્યા, શું દીકરો દીકરો કરે છે? જોયા તારા લાલના લક્ષણ. પુણ્યશ્રીને બની ગયેલા બનાવની કંઈ ખબર ન હતી. એ તે અજાણી છે. એટલે કહ્યું, શું કર્યું મારા દીકરાએ! તારા દીકરાએ શું નથી કર્યું એ પૂછ. એ તો સાવ રખડતા થઈ ગયે. હું જે રાજાની રાણીને હાર સાંધવા માટે લાવ્યું હતું તે હાર ચોરી કરીને લઈ ગયે ને જુગારીયાઓને આપી દીધે, એણે તો મારી પ્રતિષ્ઠા પર પાણી ફેરવ્યું છે. મારી આબરુને લીલામ કરી છે. શેઠ! તમે મારા દીકરાને વગેવશો નહિ. શેઠના દિલમાં ખૂબ આઘાત છે કે હું રાજાને મારું મોટું શું બતાવીશ! હું તેમને શો જવાબ આપીશ પણ માતાને મેહ છે એટલે દીકરાનો વાંક દેખાતું નથી. તે કહે છે કે એમાં શું થઈ ગયું ? હજુ છેક નાનો છે. બાળક બુદ્ધિ છે. ભૂલ કરી બેસે, એટલે શું થઈ ગયું? શેઠ કહે તને એમ લાગે છે કે એમાં શું થઈ ગયું ? પણ રાજાને જવાબ શું આપો? મને તો એ ગુસ્સો આવ્યો કે મેં એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકે છે.
માની મમતા :- આ સાંભળી શેઠાણું ઘરકે ધરકે રડવા લાગ્યા. શેઠના શબ્દો સાંભળતા શેઠાણીને ગુસ્સો આવી ગયો. તમે બાપ છે કે કેણું છે? એકના એક દીકરાને ધક્કો મારીને કાઢી મૂકતા જરાય દયા ન આવી? યુવાન દીકરે છે. યુવાનીનું જેમ છે, એ ન કરવાનું કંઈ કરી બેસશે તે શું કરશે ? બન્યો તમારો હાર ! હવે મારો દીકરો કયાંથી લાવીશ? મારે તે છોકરો ગુમાવવાને ને! હાર. હાર...શું કરે છે? અત્યારે શું બેસી રહ્યાં છે ? ઊઠે, અત્યારે ને અત્યારે દીકરાની શેધ કરી આવે. ગમે તેટલે વાંક ગુને દીકરાને હોય ક્તાં મા એની ભૂલને સદાને માટે ભૂલી જાય છે. એ તે હંમેશાં તેનું ભલું ઇચ્છે છે. કઈ વાર મા આવેશમાં આવીને કહી જાય કે દીકરા ! મરી જા ને ! ગુસ્સામાં એ શબ્દો બોલી જાય પણ દીકરા પ્રત્યેનું વાત્સલ્ય ઓછું થતું