________________
૨૨૬]
[શારદા શિરમણિ સરળ અને બહારથી પણ સરળ બને, પછી કઈ સર્ટીફિકેટ આપે કે ન આપે તે પણ કલ્યાણ થવાનું છે. બહારથી કઠણ અને અંદરથી સરળ. કર્મ સામે કેશરીયા કરવા જાવ ત્યારે કઠણ બનજે. ત્યાં ઢીલા ન બનશો પણ અંદરથી તે સરળ રહેજે. આવા છે પણ તરી શકે. બહારથી ધમીને દેખાવ કરતા હોય પણ હૃદય સરળ ન હોય, માયાકપટ ભર્યા હોય તો તે જલદી તરી શકતા નથી. સેપારી જેવા તે કયારેય ન બનશો.
શ્રમણ ભગવાન મહાવીર પધાર્યાના સમાચાર મળતાં લોકોના ટોળેટોળાં ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. તે નગરના જિતશત્રુ રાજાને પણ વધામણ દેવા ગયા કે ભગવાન મહાવીર સ્વામી આપણું ઉદ્યાનમાં પધાર્યા છે. આ વધામણ મળતાં રાજાને ખૂબ આનંદ થયો. વધામણી દેનારનું દારિદ્ર ટળી જાય તેટલી રકમની ભેટ આપી. તમને કેઈ સંત પધાર્યાની વધામણી આપે તેને શું આપો? બોલે બોલે, કાંઈ નહિ. જિતશત્રુ રાજા કહે છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મારા કે મારી નગરીમાં તીર્થંકર પ્રભુના પુનિત પગલા થયા ! અત્યારે આપણા એટલા કમભાગ્ય છે કે આપણી પાસે તીર્થકર પ્રભુ નથી. આ પાંચમા આરામાં તો દશ બેલ વિચ્છેદ ગયા છે. પરમ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સુમિસં૫રાય ચારિત્ર, યથાખ્યાતચારિત્ર, પુલાક લબ્ધિ, આહારક શરીર, લાયક સમક્તિ, જિનકલ્પી સાધુ છતાં એટલા ભાગ્યશાળી છીએ કે જિનશાસન અને વીરની વાણી મળી છે. જે સમજીને જીવનમાં ઉતારીએ તે એકાવતારી બની શકીએ. માટે મળેલી તકને ચૂકશે નહિ. - આ પાંચમા આરા પછી છઠ્ઠો આરો આવશે એ આરામાં તે માત્ર દુઃખ દુઃખ ને દુઃખ. જ્યાં ધર્મનું નામનિશાન નથી. એ આરાના દુઃખ સાંભળતા આપણા હૈયા કંપી ઊઠે, એવું ભયંકર દુઃખ છે. છઠ્ઠા આરા પછી પહેલે આરે આવશે, તે પણ છઠ્ઠા આરા જે, બી આર પાંચમા આરા જે આવશે. ત્યાં માંગશો તે પણ ધર્મ નહિ મળે, ધર્મ ઘણો દૂર પડી જશે. ઉત્સર્પિણી કાળને ત્રીજે આરે આવશે ત્યારે તીર્થકર ભગવંતે થશે. તેઓ તીર્થની સ્થાપના કરશે અને ધર્મશાસન ચાલુ થશે. ત્યાં સુધી આ ક્ષેત્રમાં ધર્મ મળશે નડિ. માટે જે છઠ્ઠા આરાના દુખ ભોગવવા જવું ન હોય તો એવી સાધના કરી લે કે જેથી આ દુઃખમય આરામાં જન્મ લે ન પડે. અહીંથી દેવલેકમાં જાવ તે પછી દુઃખમય કાળમાં આવવું ન પડે માટે તપ, જપ, વ્રત, નિયમ કરે. કષાયને છોડો અને સાધના કરી લે. જિતશત્રુ રાજાને ખબર પડી કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. હવે તે કેવી રીતે વંદન કરવા જશે તે અવસરે.
ચરિત્ર: દેવે પુણ્યસારને વચન આપ્યું છે કે રત્નસુંદરી તને જ પરણશે. એટલે તેને ઉકળાટ શાંત થઈ ગયે. હવે ખેલવું, કૂદવું ગમે છે પણ વેપાર ગમતું નથી. પેઢીએ જવું ગમતું નથી. એક દિવસ જાય તે બે દિવસ ન જાય. છેવટે શેઠ કહે–દીકરા ! તું પેઢી પર બરાબર કેમ નથી આવતું? તું આટલે ભણેલે, હોંશિયાર, વેપારમાં પણ કુશળ, તારે તારા બાપદાદાને ધંધે તે સંભાળવું જોઈએ ને! તું દુકાન ઉપર ન આવે