________________
૨૫૨ ]
( શારદા શિમણિ વાળું અને પ્રસન્ન મુખમુદ્રાવાળું શરીર ત્રણે લોકમાં બીજા કેઈનું નથી. તેનું કારણ પૂર્વભવમાં તેમના જીવે કરેલી વીસ સ્થાનકની આરાધના અને “સવી જીવ કરું શાસનરસી’ એવી રૂડી ભાવના છે. શાંતરસવાળા પરમાણુ કહેવાનો આશય એ છે કે કેવળજ્ઞાન પ્રગટયા પછી તીર્થકર ભગવંતેને મુખ્યત્વે શાતાદનીયને ઉદય વર્તે છે. તીર્થકર ભગવાનને જન્મથી ચાર અતિશય હોય છે અને કેવળજ્ઞાન થયા પછી બીજા ત્રીસ અતિશય પ્રગટે છે. તેમને એક અતિશય એ હોય છે કે જેના પ્રભાવથી તીર્થંકર ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં સર્વત્ર શાંતિ વર્તાતી હોય છે. મરકી આદિ રોગો તે સંપૂર્ણ નાશ પામી જાય છે. જો જન્મજાત વૈર પણ ભૂલી જાય છે. વળી તીર્થકર ભગવંતેના જન્મ સમયે નારકીના જીને. પણ ભયંકર વેદનામાં પણ શાતા ઉપજે છે. તે પછી ત્રણે લેકના બીજા જીવની શાંતિની વાત જ શી કરવી ! જિતશત્રુ રાજા પણ કહે છે હે પ્રભુ ! આપનું શરીર શાંતરસના પરમાણુઓથી શોભી રહ્યું છે !
આપણે વાત એ ચાલતી હતી કે પ્રભુને વંદન કરવાથી નીચગોત્રકને ક્ષય થાય અને ઉચગોત્ર કર્મ બાંધે. નીચગોત્રમાં જીવ ઉત્પન્ન થાય ત્યાં તેને પુણ્ય પાપનું ભાન હોતું નથી. એ ભાન ન હોય એટલે અધર્મ કરવામાં બાકી ન રાખે. તેની મન, વચન, કાયાની બધી પ્રવૃત્તિ અશુભ હેય, કાયાથી પાપમય કાર્યો કર્યા કરે. વચનથી ઉપગ વિના બેલે. ઉપગ શૂન્ય ભાષા બોલવાથી પણ જીવને કેવા કર્મ બંધાય છે!
મા દીકરે બે જણા હતા. સ્થિતિ સાવ ગરીબ હતી. ગરીબાઈ બહુ બૂરી ચીજ છે. છોકરા નેકરી કરવા જાય, આખો દિવસ કાળી મજૂરી કરે. માતા પણ જંગલમાં જાય, છાણાં-લાકડાં લઈ આવે. એ રીતે તેમનું જીવન નભતું હતું. એક દિવસ છોકો એક વાગે ઘેર આવ્યો ને માતા પણ લાકડા વીણીને આવી. છેકરે કહે, બા ! મને કકડીને ભૂખ લાગી છે. તે આજે રોટલા બનાવ્યા નથી ? દીકરા! જેટલા તે કરીને મૂક્યા છે. મા! મેં શોધ્યા પણ જગ્યા નહિ. રોજ જે પેટીમાં મૂકતા હશે તેમાં આજે નહિ મૂકયા હોય એટલે જડ્યા નહિ. મા કહે, મેં આજે શીકામાં (છીકામાં) મૂકયા છે. છેક ખૂબ થાકી ગયો છે, એટલે કહે બા ! મને આપને ? મા પણ ખૂબ થાકી ગઈ હોવાથી કહે છે દીકરા, લઈ લે ને! ત્યારે છોકરો શું બે , મા તું અહીં તે બેઠી છે. તો શું તને શૂળીએ ચઢાવવાની છે ? ત્યારે મા કહે, તું મને કહે છે શું તને શૂળીએ ચઢાવવાની છે? તે શું તારા કાંડા કપાઈ ગયા છે? તું લઈ લે છે. કેવી વાણી બોલ્યા ! ઉચ્ચગેત્રમાં જન્મેલા જ આવી ભાષા પ્રાયઃ ન બોલે. આ નીચગેત્રના સંસ્કાર છે. આવી પાપમય ભાષા બોલવાથી જીવ કેટલા કર્મ બાંધે છે ! આ બંને જે અશુભ ભાષા બોલ્યા તેનું કર્મ તે બંધાઈ ગયું. આ કર્મ કેવી રીતે ઉદયમાં આવ્યું.
જે છોકરો શૂળીએ ચઢાવવાનું બેલ્યો હતો તેને શૂળીએ ચઢવાને પ્રસંગ આવ્યો અને માતાએ કહ્યું હતું કે તારા કાંડા કપાઈ ગયા છે તે તેના પિતાના કાંડા કપાયા. આ કેવી રીતે બન્યું? આ છોકર આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવમાં ઉત્પન્ન થયો