________________
શારદા શિમણિ ]
૨૩૩ ખુશ થઈ જઈએ. સામાન્ય પ્રસંગમાં પણ જે કોધ આવી જાય, ઉકળાટ થઈ જાય તે આમ ઘરમાં પાપના પણ પ્રવેશી જશે. જે આત્માની છત મજબૂત હશે તે ગમે તેવા ભયંકર નિમિત્તો આવશે તે પણ જીવનમાં પાપના ટીપાં રૂપ પાણુને આવવા નહિ દે. જે આપણે આ બધામાંથી બચવું છે તે તે માટે એક ઉપાય છે કે આત્માની છતને મજબૂત બનાવી દેવી. જેમણે આત્માની છત મજબૂત કરી છે એવા થુલીભદ્ર દીક્ષા લઈને ગુરૂની આજ્ઞાથી રૂપકોશાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. રૂપકોશાએ દૂરથી મુનિને જોયા. એ ગાંડીતુર-પાગલ બની ગઈ. મુનિને જોતાં નાચવા લાગી. આ તે મારે ધણી આવ્ય! એમ માનીને સારે આવકાર આપ્યું. પછી તેમની સામે નાચગાન હાવભાવ કરવા લાગી. ત્યારે મુનિએ શું કહ્યું. ખબરદાર! જે મારી પાસે આવી તો ! જે થુલીભદ્ર તારી સાથે ૧૨ વર્ષ રહ્યો હતો એ સ્યુલીભદ્ર હું નથી રહ્યો. મારી પાસે હાવભાવ કરીશ નહિ. જે તારે જીવવું હોય તે મારાથી દૂર હટી જા. નહિતર તું મરી જઈશ. આનું નામ કહેવાય કે છત મજબૂત. આ રીતે શ્રાવકેના ચારિત્રની છત પણ મજબૂત જોઈએ. તમારા ચારિત્રની, શ્રદ્ધાની છત મજબૂત હશે તે ગમે ત્યાં જશે, ગમે તેવા પ્રસંગે આવશે પણ તમારી શ્રદ્ધા ચલિત નહિ થાય પણ તમારી છતના ઠેકાણા નથી. માટે અમારે તમને વારંવાર કહેવું પડે છે. પાટા પરથી ગાડી કયારે ગબડી પડશે તે ખબર નથી. થુલીભદ્ર મુનિની છત મજબૂત હતી. સિંહ ગુફાવાસી મુનિ ચાતુર્માસ કરીને આવ્યા. નાગના રાફડા પર એક મુનિ ચોમાસું કરીને આવ્યા. એક મુનિ કુવા કાંઠે ચાતુર્માસ કરીને આવ્યા. આ ત્રણે મુનિને તો ચાર મહિના સુધી આહાર પાણી મળ્યા ન હતા. ચૌવિહારા ઉપવાસ થયા હતા. થુલીભદ્ર મુનિ રૂપકેશાને ત્યાં ચાતુર્માસ રહ્યા. તે સંયમમાં ખૂબ પાવરફુલ હતા, તેથી રૂપકેશા વેશ્યાને સાચી શ્રાવિકા બનાવી દીધી.એટલે તેમને આહાર–પાણીમાં બહુ વધે ન આવે. આપણે બોલીએ છીએ..
મંગલં ભગવાન વીરે, મંગલ ગૌતમ પ્રભુ,
મંગલ સ્યુલિભદ્રાધા, જૈન ધર્મોસ્તુ મંગલમ્ ! મહાવીર પ્રભુ મંગલ છે. ગૌતમ સ્વામી મંગલ છે, ધૂલિભદ્ર મંગલ છે અને જૈનધર્મ પણ મંગલ છે. સ્થૂલિભદ્રને આજે સૌ કઈ યાદ કરે છે કેટલીય ચેવશી સુધી તેમનું નામ અમર રહેવાનું છે. કારણ કે વેશ્યાને ત્યાં રહેવા છતાં જેણે ચારિત્રની ત અખંડ ઝળહળતી રાખી હતી.
સ્થલિભદ્ર ને નદિષેણ, ગણિકાના સંગ કીધા,
રંગવિલાસમાં રંગાઈને, ઝેર વિષય પીધા, કિન્તુ પશ્ચાતાપ કરીને રસ્તે આવી જાય છે....પાપ બધાથી થાય છે? (૨)
છદ્મસ્થ જીવ ભૂલને પાત્ર છે. બધા પાપ તો કરે છે. સંસાર એ પાપનું પિંજર છે. કઈ કઈ વિરલ આત્મા જ પાપને પશ્ચાત્તાપ કરનારા હોય છે. આ પશ્ચાત્તાપ એ