________________
શારદા શિરમણિ ]
[ ૨૪૭ જશે. મારી જિંદગી બરબાદ થઈ ગઈ. તેમને ખૂબ ગુસ્સો આવી ગયે. નાલાયક ! પાપી! તું અમારા ઘેર જ ન હોત તો સારું હતું. દીકરા આવા નાલાયક થાય તેના કરતાં બહેતર વાંઝીયા રહેવું સારું. પુણ્યસાર ઊભે ઊભે રડે છે. મનમાં વિચારે છે કે આમાં દેવ પિતાજીને નથી, પણ મારે છે. તે ભલે અત્યારે ભૂલ્યો છે પણ માતાપિતાના સંસ્કાર છે. તેનામાં કુસંગરૂપી મેળવણ પડયું છે એટલે બગડ્યો છે. હવે તેને પશ્ચાતાપ થાય છે. અહે! મારા પિતાનું નામ આખા ગામમાં બોલાય છે. જેમની દેશદેશમાં નામના છે. આવા ધર્મિષ્ઠ પિતાના નામને મેં બદનામ કર્યું છે. મારી ભૂલની માફી માંગી લઉં. અત્યારે માફી માંગવાને સમય નથી. આ બધું બન્યું ત્યારે તેની માતા બહાર ગઈ હતી. શેઠને તે ખૂબ ગુસ્સો આવ્યો છે. હવે રાજાને જવાબ શું આપીશ? હુ સાચી વાત કહીશ તે રાજા મારી વાત માનશે કે નહિ માને ? રાજા મને શું કરશે ? મારી આબરૂ, ઈજજત શું રહેશે ? છેવટે બેચી પકડીને કહે છે હે, દુષ્ટ ! તું બહાર જા. જ્યારે હાર લઈને આવે ત્યારે મારા ઘરમાં પગ મૂકજે. ત્યાં સુધી આ ઘરમાં આવવાને તારે અધિકાર નથી. ગળીના ઘા સારા પણ વચનના ઘા બહુ ખરાબ. અભાગીયા મરી ફીટ, પણ આ ઘરમાં પગ મૂકીશ નહિ. નિર્લજજ ! આટલી હદે તું નીચે ઊતરી ગયો ? આ માટે તને ભણાવ્યું હતું? તારા જેવા અસંસ્કારી, ચાર અને જુગારીનું મુખ જોવા માંગતો નથી. એમ કહીને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો.
પુણયસારના મનમાં થાય છે કે હું કહી દઉં કે પિતાજી! ફરીવાર આવી ભૂલ નહિ કરું. વિચાર કરે છે પણ બોલી શકતો નથી. માફી માંગી લઉં. માનવીના હજારે ગુના હોય પણ જે તેનામાં નમ્રતાને ગુણ હશે તે તેના ગુના માફ થયા વિના નહિં રહે. શેઠે તે પુત્રને ધકકો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. તેની માતા આ સમયે હાજર હેત તે આ સ્થિતિ ન આવત. પુણ્યસારને થયું કે હવે હું શું કરીશ ?
કયાં જાઉ કોને કહું, જનકે કાઢયો બહાર
કર્મ ઉદયમાં આવ્યા, કેને કહું આ વાર, " હે ભગવાન ! હવે હું કયાં જાઉ ? હું કુમિત્રોની સંગે ચઢયે. હવે આ મિત્રો મને રાખવાના છે! અત્યારે જાઉં તો કે મારા સામું પણ ન જુએ. જ્યાં સુધી ખિસ ભરપૂર ત્યાં સુધી મિત્રો, ખિસ્સા ખાલી થયા પછી મિત્રો કે કોઈ મારું નથી. પૈસા હોય ત્યાં સુધી સગપણ પછી કઈ કેઈનું સગું નથી. પુણ્યસાર વિચાર કરે છે કે ક્યાં જાઉં? આ ગામમાં તો કેઈ સ્થાન નથી. કેઈને ઘેર રહેવા જાઉં ને ખબર પડી જાય કે આ તે પુરંદર શેઠનો દીકરો છે. શેઠે તેને કાઢી મૂક્યો છે. તે મારા પિતાની ને મારી પિણ સોળ આની બોલાય એવું મારે કરવું નથી. આ ગામમાં મારે રહેવું નથી.
કયાં જઈશ? શું કરીશ? એ કાંઈ તે વિચારી ન શક્યો. માત્ર મારે અહીંથી જતા રહેવું એમ નક્કી કરીને તે ચાલી નીકળ્યા. જેને પાણી માંગે દૂધ મળતું હતું,