________________
૨૪૮ ]
[ શારદા શિરેમણિ ખમ્મા ખમ્મા થતી હતી, તે આજે ભૂખ્યા, તર પહેરેલાં કપડે ચાલ્યા જાય છે. પહેલા તે તે જ્યારે બહાર જાય ત્યારે કોઈને કોઈ સાથે હેય. આજે તે એકલેઅટલે ચાલ્યો જાય છે. ગામ પૂરું થયું ને વગડો શરૂ થયું. થોડું ચાલે ત્યાં રાત પડી ગઈ. સાત માળના મહેલમાં સુખ શયામાં પિઢનારને આજે વગડામાં વિસામે આવી ગયે. ભયંકર વગડે છે. અંધારી ઘનઘેરા રાત છે. અંધારી રાત્રે ગામમાં પણ બીક લાગે ત્યારે આ તે વગડો! વાઘ, વરૂ, સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાય છે. મનમાં ભય લાગે છે. હવે શું કરીશ? મારા મા-બાપે કહ્યું. મને સમજાવ્યા છતાં ન માને, બધા વ્યસનેમાં ચઢી ગયે. ચેરી કરતાં શીખે ત્યારે મને કાઢી મૂકયો ને! મને ભલે તેમણે કાઢી મૂકે પણ હવે તે મારા માટે રડતા હશે પણ હવે જવાય કેવી રીતે ? જે પુયસારને અંધારી રાત્રે ભયંકર વગડામાં ભય લાગવા માંડ્યો. તેને યાદ આવ્યું કે હું ન હતું ત્યારે મારા માતાપિતા કહેતા હતા કે નવકારમંત્ર જેવું કંઈ શરણું નથી. નવકારમંત્રના પ્રભાવે વિને પણ દૂર થઈ જાય છે. બધા વિચારો અને ચિંતા છોડીને મનમાં નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યો. આવા દુઃખના સમયમાં નવકાર ગણતાં મને બીજે જાય ખરું? તેણે સામે મોટું ઝાડ જોયું. વિચાર થયો કે ત્યાં ચઢી જાઉં તે વાધ–વરૂથી મારું રક્ષણ થાય પણ ત્યાં કદાચ કું આવી જાય તે હું પડી જોઉં, શું કરું? તે ખૂબ રડવા લાગ્યો. પણ અહીં તેને કેણ કહે કે બેટા! રડીશ નહિ ત્યાં ઝાડમાં બખોલ જોઈ. હું એમાં પેસી જાઉં તે વાઘ સિંહ મને કંઈ કરી શકે નહિ ને ઝેકું આવે તે પડી પણ જાઉં નહિ. પુણ્યસાર કેટલા સુખમાં હતું ને કેવા દુઃખમાં આવી પડે! હવે ખૂબ પસ્તાવો થાય છે કે હું જુગાર ન ર હેત, ચોરી ન કરી હતી તે મારી આ દશા ન થાત! એમ પશ્ચાતાપ કરતે બખોલમાં બેઠે. આ બાજુ શેઠ ઉદાસ થઈને બેઠા છે. હજુ તેમને ગુસ્સો જ નથી. હું રાજાને શે જવાબ આપીશ ? ત્યાં શેઠાણી બહારથી આવશે. શેઠને બધી વાત પૂછશે, ત્યાં શું બનશે તે ભાવ અવસરે. - શ્રાવણ સુદ ૧૪ ને મંગળવાર વ્યાખ્યાન નં. ૨૯ તા. ૩૦-૭-૮૫
"વિશ્વવંદનીય, શૈકય પ્રકાશક, રાગદ્વેષના વિનાશક, એવા ભગવતે દ્વાદશાંગી રૂપી વાણીનું નિરૂપણ કર્યું. આપણા ચાલુ અધિકારમાં જિતશત્રુ રાજા ભગવાનના દર્શને ગયા ત્યાં પાંચ અભિગમ સાચવ્યા. ભગવાનના દર્શને જતાં નમ્ર બનીને ગયા. તે સમજે છે કે આ દુનિયામાં મારા પ્રભુથી મોટું કેઈ નથી. ભગવાનના દર્શન કરવા જવાની ભાવના કયારે થાય? સંસારને રાગ છૂટે ત્યારે. એકને છોડીએ તે બીજું મેળવીએ. જિતશત્રુ રાજાએ પાંચ અભિગમ સાચવ્યા. બે હાથ જોડીને અંજલી કરીને શ્રમણ ભગવાન જે બાજુ બિરાજતા હતા તે બાજુમાં ગયા. ત્યાં જઈને ત્રણવાર અતિ દૂર નહિ અને અતિ નજીક નહિ એ રીતે ઊભા રહીને ખૂબ ઉત્સાહપૂર્વક ભક્તિભાવપૂર્વક વંદન કર્યા. વંદન