________________
શારદા શિરમણિ ]
[૨૪૯ કરતાં એવા ઉત્કૃષ્ટભાવ છે અહે પ્રભુ! ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, કે આજે મને આપના દર્શન થયા. આજે મારું જીવન ધન્ય બની ગયું છે. પાવન બની ગયું છે. વંદન કરવાથી જીવને કેટલે મહાન લાભ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ વીર ભગવાનને પ્રશ્ન કર્યો છે મારા પ્રભુ! વળ મને નીચે ક્રિ' કાયરૂ? ગુરૂ ભગવંતને વંદન કરવાથી જીવને શું લાભ થાય? પ્રભુએ કહ્યું- નીચાળોચું જ खवेइ उच्चागोयं कम्म णिबंधइ, सोहगं च णं अपडिहयं आणाफलं णिवत्तेइ, રાઉમાશં ર ગાય | ઉત્કૃષ્ટભાવે વંદન કરવાથી નીચગેત્ર કર્મને ક્ષય કરે છે અને ઉચ્ચગોત્ર કર્મને બાંધે છે. અખંડ સૌભાગ્ય અને સફળ આજ્ઞાના ફળને પ્રાપ્ત કરે છે અને દાણિયભાવને પ્રાપ્ત કરે છે અર્થાત તે લેકેને પ્રીતિપાત્ર બને છે.
વંદન કરવાથી જીવને પાંચ બેલની પ્રાપ્તિ થાય છે. (૧) નીચ નેત્ર કર્મને ખપાવે છે. (૨) ઉચ્ચ ગેત્રને બાંધે છે. અહીં ભગવંતે કેવી સરસ વાત સમજાવી છે. તમે કઈ વેપારી પાસે દશ હજાર રૂ. માંગે છે. ત્રણ વર્ષ થયા છતાં તમે એની પાસેથી ઉઘરાણી કરી નથી. હવે તે વ્યક્તિ તમારા દશહજાર રૂા. વ્યાજ સહિત સામા પગલે આવીને તમને આપી ગઈ. હું તમને પૂછું છું કે ઉઘરાણું કર્યા વગર સામેથી તમને તે ભાઈ દશહજાર રૂ. વ્યાજ સહિત ગણીને આપી ગયા તે તેના બદલામાં તમે ખુશી થઈને તેને ૧૦૦ રૂ. કે ૫૦ રૂ. પાછા આપે ખરા? (શ્રોતાઃ ના, ના. વગર માંગે વ્યાજ સહિત પાછા આપી ગયા છતાં ખુશાલીમાં કાંઈ ન આપીએ, અહીં ગુરૂ ભગવંતને ઉત્કૃષ્ટભાવે વંદન કરવાથી કેટલે લાભ થયો? સમજજો. પહેલે લાભ તે એ થાય કે નીચગોત્ર કર્મને ખપાવે. એટલે જે દેવું હતું તે ચુક્ત થઈ ગયું. રૂપિયા ભરી દે એટલે કરજમાંથી મુક્ત થયા તેમ અહીં નીચગવ્ય કર્મ બાંધ્યું હતું તેને ખપાવી દીધું ને ઉચ્ચગેત્ર કર્મ બાંધ્યું.
મનુષ્ય ભવ અને આર્યક્ષેત્ર મળવા છતાં તેમાં ઉચ્ચગેત્રની પ્રાપ્તિ થવી એ ધર્મરાધનાની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. ધર્મ સાધના ઉચ્ચ સંસ્કારી કરી શકે અને ઉચ્ચગેત્રમાં તે સંભવી શકે છે. ઉચ્ચગોત્રની પ્રાપ્તિ પુણ્યથી થાય છે. આચારંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે તે જાણ કરવાનો, સરું નીકળg ' આ જીવ પુણ્યના ઉદયથી કંઈક વાર ઉચ્ચગેત્રમાં ઉત્પન્ન થયા અને પાપના ઉદયથી અનેકવાર નીચગેત્રમાં ઉત્પન્ન થયા. જેમ ફજેત ફાળકામાં બેઠેલ વ્યક્તિ ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે આવે છે તેમ ઝુલાની માફક જીવ કર્માનુસાર ઉચ્ચ નીચગેત્રમાં વારંવાર ઉત્પન્ન થાય છે. નીચગોત્રને ઉદય અનંતકાળ સુધી તિર્યંચગતિમાં નિગદઆશ્રી હોય છે. તિર્યંચગતિમાં ઉચ્ચગેત્રને ઉદય હોતું નથી. ઉચ્ચત્રકર્મના ઉદયથી જીવ ઉચ્ચ કુળમાં જન્મે છે અને જગતમાં સન્માન વગેરે પામે છે. ઉચ્ચગેત્ર એ પુણ્યપ્રકૃતિ છે અને નીચગોત્ર એ પાપપ્રકૃતિ છે. નીચગેત્રના ઉદયે જીવ નીચકુળમાં જન્મે છે, અને અનાદર પામે છે. જૈનદર્શને કર્મથી જેમ ઉચ્ચ નીચ ના ભેદ સ્વીકાર્યા છે તેમ કુળ અને જાતિની અપેક્ષાએ પણ