________________
૨૩૬ ]
| શારદા શિરામણ
ગયા. એમ કરતાં દસ હજાર રૂા.નુ. દેવું થઈ ગયુ` છતાં કેસના ચૂકાદા ન આવ્યેા. વકીલ કહ્યા કરે કે કેસ તમારી ફેવરમાં છે, પણ ચૂકાદો ન લાવે. દસ હજારનુ દેવુ. થયુ છતાં નાનાભાઈ ને સૂઝતુ' નથી. મામલે વધુ ત'ગ બનતા ગયા. ડાહ્યા માણસે। કહે ભાઇ ! તારા માથે આટલુ કરજ થઈ ગયુ` છતાં તારે કાયડો તે ઉકલતા નથી. આથી નાના ભાઈ ખૂબ મૂ‘ઝાયા.
ત્યાં અચાનક ખબર પડી કે ગામમાં જૈન સાધુ પધાર્યાં છે તેા લાવ હુ' આજે તેમના વ્યાખ્યાનમાં જાઉ. વ્યાખ્યાનમાં ગુરૂદેવે શરૂઆત કરી કે ભૂલી જાવ. તમે સારા કે ખોટા પણ ભૂતકાળને ભૂલી જાવ. વડીલાને વિનય ચૂકશો નિ. વડીલેા જે કહે તે આપણુા હિત માટે કહે છે. નમ્ર મને. વસ્તુની સાચી માલિકી વસ્તુને પકડી રાખવામાં નથી પણ છેડી દેવામાં છે. ગુરૂદેવે તે સહજભાવે ઉપદેશ આપ્યા, પણ નાનાને ખરાખર ખધખેસતે। આવી ગયા. તેના હૃદયમાં તડ પડી ગઈ. તેના મનની છત કાચી હતી તેને પાકી કરવામાં આ જિનવાણીના સહારા મળી ગયા. ત્યાં ને ત્યાં તેના આત્માએ પલ્ટી ખાધા. અહાહા ! કેવુ' સરસ 'સમજાવ્યુ`. તે વિચાર કરવા લાગ્યા કે ગુરૂદેવે કહ્યુ`નમ્ર બના, વડીલેાના વિનય ચૂકતા નહિ. મારા માટાભાઈ તો વડીલ છે. તે મારા પિતાતુલ્ય છે. તેમના વિનય હુ' ચૂકી ગયા. તેમની આજ્ઞાને તોડી છે. મે કાં તેમની આમન્યા જાળવી છે ? ભૂલ તો આપણે બધા કરીએ છીએ પણ તેના એકરાર કરતા નથી. જીવનમાં સરળતા, ભદ્રિકતા, કોમળતા હશે તે તરી જવાના. ગુરૂદેવનુ વ્યાખ્યાન નાના ભાઈ ને ખરાખર લાગુ પડતુ' આવી ગયુ'. તેણે પેાતાની ભૂલે જોવા માંડી. વ્યાખ્યાન પૂરું થયુ. પણ ગુરૂદેવે કહેલા શબ્દોનું મથન તો ચાલુ રહ્યું.
હું કેવા અભાગીયા ! કોઈ નહિ ને મારા ભાઈની સામે પડથો !! અત્યારે હું જ્યાં નોકરી કરુ છુ. એ જગાએ નોકરી પણ મને માટાભાઈ એ અપાવી છે. કાલે કદાચ શેઠને જઈને આ બધી વાતો કરે ને શેઠ મને કાઢી મૂકે તો પછી હું કથાં જઈને ઊભે! રહું ? આ રીતે પાતાની ભૂલા જોતો જોતો ઘેર આન્યા. ઘેર આવીને જમીપરવારીને તેની પત્નીને પાસે બેસાડીને કહે છે, મારી ઘણી ભૂલેા થઈ છે. મે' ઘણી અજ્ઞાનતા કરી છે. પત્ની પૂછે છે પણ છે શુ? તેણે વાત કરી. આજે ગુરૂભગવ'તની વાણીના પાવર મને મળ્યા છે. તેમની વાણી સાંભળીને મને મારી ભૂલાનુ દન થયું છે. ખરેખર હુ' પાપી છું. જે ભાઈએ મને મેટા કર્યાં. મેાટાભાઈ મારા ખાપ સમાન ગણાય, તેમની સામે કાટમાં કેસ કર્યાં. પાસે પૈસા નથી છતાં દશ હજારનુ દેવુ... કર્યું ને લડયા પણ જીત્યા નથી. હવે મારી આંખ ખુલી ગઈ છે. ગુરૂભગવંત પાસે જવાથી સાચી ષ્ટિ મને મળી ગઈ છે. મારા પિતાજી ગુજરી ગયા ત્યારે હું કુંવારા હતા. મારા ભાઇએ મારા લગ્નમાં રૂપિયા ૩૫ હજારના ખર્યાં કર્યાં છે, છતાં આજ દિન સુધી કોઈ દિવસ મારી પાસે એક પૈસે માંગ્યા નથી. તે સમયે એ ના પાડીને ઊભા રહ્યા હોત તેા ! હુ કેવા દુર્ભાગી ! મે' તેમની સામે કેસ માંડયો. કોર્ટમાં સામાસામી ઉભા