________________
૨૪૦ |
[ શારદા શિરેમણિ
શ્રાવણ સુદ ૧૩ ને સોમવાર વ્યાખ્યાન નં. ૨૮ તા. ૨૯-૭-૮૫
અનંત જ્ઞાની ભગવંતે ભવ્ય જેના આત્મ-ઉથાનને માટે આગમ રૂપી વાણી પ્રકાશી. અનંતા અનંતા કાળથી આ મહાન પુણ્યદયે મળેલું મન પૈસા, પરિવાર અને ઈદ્રિના વિષયેનાં સુખમાં લીન બનવા ટેવાયેલું છે. એ મનને હવે એમાં લીન ન બનવા દેવું, એવું આચરણ કરવું ઘણું મુશ્કેલ છે, છતાં જ્ઞાની પુરૂએ એ માટે પણ સીધે, સાદી અને સરળ ઉપાય બતાવ્યો છે.
- જ્ઞાની કહે છે કે હે આત્મા! તું હિત મત્ય જે બન. સૌથી પ્રથમ એ રસ્તે છે કે તું માયાજાળમાંથી બહાર નીકળી જા. કદાચ એ માયાજાળ છોડી ન શકે તે તું રહિત મલ્યની જેમ રહે. રહિત મત્ય ખૂબ ચાલાક હોય છે. બીજા બધા મસ્ય કરતાં એની એક ખૂબી છે. દરિયામાં બીજા મલ્ય તે ઘણું હોય છે. માનવી માછલીને પકડવા માટે અણીદાર તીણ લેખંડના કાંટામાં માંસપેશી ભરાવીને પાણીમાં દેરીથી બાંધેલે એ કાંટો તરતો મૂકે છે. પિતાના શોખ અને સ્વાદ ખાતર સામા જીવેની કેવી કરૂણું હાલત થશે એ વિચાર કરવાને એને અવકાશ નથી. રસેન્દ્રિયના સ્વાદમાં આસક્ત બનેલી માછલી એ માંસપેશીને તરતી જુએ છે પણ એની અંદર છૂપાયેલા લેખંડના કાંટાને એ જોતી નથી તેથી એ માંસપેશી ખાવાની લાલચે જેવી એ જલદી ખાવામાં મેં દબાવે છે તે એ પેશીમાં રહેલે તીક્ષણ લેખંડને કાંટો એના તાળવામાં પસી જઈ તાળવાને વીંધી નાખે છે. માછલી કાંટામાં પરોવાઈ જાય છે. માંસપેશી તે મળી પણ તાળવાને આરપાર વીંધી તેમાં ફીટફીટ થઈ ગયેલે કાંટો કોઈ પણ રીતે માછલીથી કાઢી શકાતું નથી. એ કાંટો કાઢવા એની પાસે હાથ કે આંગળી નથી કે એને પકડીને બહાર ખેંચી કાઢે. માછલી સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણું છે છતાં એ મનુષ્યની અપેક્ષાએ કેટલી પુણ્યહીન છે. બધી માછલીઓ કરતાં હિત મલ્યની એક વિશેષતા છે. એ મત્સ્ય માંસપિશીની ગંધથી આકર્ષાઈને એની પાસે આવે ખરે પણ તે કાંટા સાથેને ટુકડો ન લેતાં આજુબાજુથી માંસને કેચીને ખાય છે. આ રીતે ચારે બાજુથી કેચી લઈ કાંટાને મેંથી આડે પકડી એ ભાર આપે છે કે મત્સ્ય પકડવા આવેલાને તેના ભારથી એમ લાગે કે આ માછલે કાંટામાં ફસાઈ ગયો છે. એમ માની તે જ્યાં દોરી બેંચે કે તરત આ માછલું એને છેડીને રવાના થઈ જાય છે. પકડવા આવનાર બિચારે ભેંઠો પડી જાય છે કે હાય ! માંસ ગયું ને માછલું પણ ગયું. રોહિત મત્યની આ ખૂબી છે કે પંજામાં ન ફસાય. - બસ, આ રીતે પાંચ ઈન્દ્રિયના વિષય એ માંસપેશી જેવા છે. એ વિષય પ્રત્યેની આસકિત એ લોખંડના તીફણ કાંટા જેવી છે. જે જીવ આસક્તિ રૂપી કાંટા સાથે વિષયો ઉપભોગ કરે તો એના બાર વાગી જાય. માછલીનું તાળવું એકવાર કાંટાથી વીંધાઈ જાય તો એકવાર મૃત્યુ થાય પણ આસક્તિ સહિત વિશ્વમાં જીવ મસ્ત બને