________________
શારદા શિરોમણિ ]
[ ૨૪૩ પૂછવું જ શું ! તેવા હેકટરો દવાખાનામાં આવતા માણસને દર્દી તરીકે નહિ જોતાં ગ્રાહક દેખે છે. એટલે તેને લૂંટાય તેટલે લૂંટે છે, પણું એને ખ્યાલ નથી કે બધાને લૂંટતા મારો આત્મા લૂંટાઈ રહ્યો છે. મારી માનવતા લૂંટાઈ રહી છે. આવી ક્રૂરતા માત્ર ડૉકટરમાં હોય છે એવું નથી. વકીલાતના કે અન્ય ધંધાના ક્ષેત્રમાં પણ આવી ક્રૂરતા પ્રવેશી ગઈ છે. આ તે ડૉકટરની વાત કરી. હવે વેપારીની વાત કરું. વેપારીઓ ડૉકટરથી ઊતરે એવા નથી.
એક જાણીતી ધમધોકાર પેઢી કેટલાય વર્ષોથી ચાલતી હતી. આ શેઠની દુકાને બહારગામથી તેમના મિત્ર મળવા માટે આવેલા. આ શેઠની એક ખૂબી હતી. તે કઈ સમજી શકે નહિ. શેઠની દુકાને કેટલાક ઘરાક આવે ત્યારે શેઠ રામરામ બેલે.
ડી વાર પછી બીજા ઘરાક આવે ત્યારે શેઠ હરે હરે બોલે. શેઠના મિત્રના મનમાં થયું કે શેઠ કેમ આવું બોલે છે? કેટલાક ઘરાક આવે ત્યારે રામ...રામ અને કેટલાક ઘસકે આવે ત્યારે હરે....હરેબેલે છે. હું કેટલાય વેપારીની દુકાને જાઉં છું ત્યાં ઘરાકે પશુ ઘણું આવતા હોય છે છતાં આવું કઈ દિવસ મેં સાંભળ્યું નથી પણ અત્યારે આ વાત પૂછવામાં મઝા નથી. રાત તો આપણી છે ને ! શેઠના આ શબ્દોને મર્મ મિત્ર સમજી શક્યો નહિ. સાંજે શેઠ, મિત્ર બધા ઘેર ગયા. ખાધું પીધું પછી શેઠ અને મિત્ર બેઠા છે. મિત્ર કહે શેઠ ! આપને હું એક વાત પૂછું? પૂછો ને ખુશીથી. કેટલાક ઘરાક આવે ત્યારે આપ રામ રામ બોલો છો અને કેટલાક ઘરાકો આવે ત્યારે આપ હરે હરે બોલે છે. આપ કેમ આવું બોલે છે ? એ શબ્દો બોલવાનું રહસ્ય શું ? રામરામકે હરે હરે..બોલવામાં જે કલ્યાણનું કારણ હોય તો હું પણ એવું કરું? શેઠ કહે-મિત્ર ! જાણવાની જરૂર નથી. વાતનું કારણ દર્શાવવામાં વાંધો ન હોય તે કહે. વધે તે કાંઈ નથી પણ હું શું કહું?
મિત્ર ! મારી વર્ષોની જૂની પેઢી છે. ખૂબ ધીકતો ધંધો ચાલે છે. પૈસાની ટંકશાળ પડતી તે તમે જોઈને. હા. અમારી દુકાનને સ્ટાફ આ બે શબ્દોથી તૈયાર થયો છે. દુકાનમાં આવનારા ઘરાકે બે પ્રકારની હોય છે. કેટલાક ઘરાક એવા આવે કે માલ બધે જુવે ખરા પણ ખરીદી ખાસ ન કરે. જે ઘરાક કસ વિનાના હોય તેને હું સમજી જાઉં છું. ત્યારે રામ...રામ.... બોલું છું. આ શબ્દોથી સ્ટાફના માણસો સમજી જાય કે ઘરાક કસ વિનાના આવ્યા છે. રામ રામ કરવા જેવા આ ઘરાક છે. માલ ખરીદી કરે એવા નથી માટે ઘરાકને વધુ માલ બતાવવામાં મજા નથી, એટલે તેઓ જૂનો માલ લઈ આવે. ને માલ દુકાનમાં પડ હેય તો પણ તે ન બતાવે. કેટલાક ઘરાક એવા આવે કે તે માલ જોયા પછી અવશ્ય ખરીદી તે કરે. આવા કસવાળા ઘરાક આવે ત્યારે હું હરે હરે...બેલું છું. આ શબ્દો બેલું એટલે મારા માણસ સમજી જાય કે કસવાળા ઘરાક આવ્યા છે. હરે હરેનો અર્થ લુંટવા જેવું થાય છે. જેટલું લૂંટાય તેટલું લૂંટ. આ ઘરાકો એવા છે કે જેટલા પૈસા ઝડપવા હોય તેટલા ઝડપી લેવાય