________________
શારદા શિામણિ ]
[ ૨૩૯
શેઠજી ! આવે આવે. રાજાના આ શબ્દો સાંભળતા શેઠને ફફડાટ મટી ગયા. શેડ કહે, આપ આજ્ઞા કમાવેા. રાજા કહે, શેઠજી! અમારા પટરાણીના ગળાના કિંમતી હાર તૂટી ગયા છે, તે આપ તેને બરાબર કરી આપશો? આપના ઉપર મને વિશ્વાસ માટે આ કામ આપને સાંપુ છુ. આ કારણે મેં આપને અહી' મેલાવ્યા છે. મહારાજા ! આપે કૃપા કરીને સેવકને કામ સોંપ્યુ તેથી મને આનંદ છે. શેઠ રાજાને નમન કરીને હાર
લઈ ઘેર આવ્યા.
ભૂલને ભોગ બનેલા શેઠ : શેઠને અચાનક કોઈ કામ માટે બહાર જવાનુ થયું'. શેઠાણીને કહે છે આ હાર મહારાણીના છે. એને સાચવીને મૂકો. હું બહાર જાઉં છું. શેઠાણીએ બહાર પેટી પડી હતી તેમાં મૂકયા. પુણ્યસારે હાર મૂકતાં જોયા. એટલે લાગ જોઇને હાર લઈ લીધા. એ હાર વેચીને તેણે મિત્રોને એક લાખ રૂા. ચૂકતે કરી દીધા. એટલે તેને શાંતિ થઈ. બીજે દિવસે શેઠ ખૂબ કામમાં પડી ગયા એટલે હારની વાત ભૂલી ગયા. સાત આઠ દિવસ ગયા છતાં હાર સાંધવાનું યાદ ન આવ્યુ. ત્યાં રાણી રાજાને પૂછે છે મહારાજા ! મારા હાર થઈ ગયા? ના. હજી નગરશેઠના ઘેરથી આન્યા નથી. રાજાએ તરત નાકરને હાર લેવા મેાકલ્યા. શેઠ સાહેબ ! અમારા મહારાણીના હાર આપે! ને !
હારે મચ વેલા ઉત્પાત ઃ આ સમયે પુણ્યસાર ત્યાં બેઠેલે. તેનુ યુ થડકવા લાગ્યું'. હવે શુ' થશે? પિતાજી શું કરશે ? એ હાર કયાંથી લાવી આપશે ? રાજાને શે જવાબ આપશે ? અને મને પૂછશે તે ? આ બધા વિચારોથી તેનું પાપી મન ધ્રુજવા લાગ્યુ. શેઠના મનમાં એમ કે એ ચાર કારીગરોને બેસાડી દઇશ એટલે થાડીવારમાં હાર તૈયાર થઈ જશે. શેઠ કહે, શેઠાણી ! પેલા મૂકવા આપેલા હાર આપો. હું તેા સમા કરાવવા ભૂલી ગયા. રાજાએ હાર લેવા માણસને મેાકલ્યા છે. શેઠાણી પેટીમાં હાર લેવા ગયા તેા હાર ગુમ. હાર ન મળે. શેઠ કહે, જલ્દી હાર આપેાને. શેઠાણીએ હાર ન જોયે એટલે એમને તેા પરસેવા વળી ગયા, ધ્રુજતા સ્વરે ખાલ્યા. હાર દેખાતા નથી. તુ શુ કહે છે! હાર નથી! શેઠ શેઠાણીએ ઘરમાં બધી જગાએ જોઈ લીધું, પણ હાર જડતા નથી. શેઠ પણ પરસેવાથી રેખઝેબ થઈ ગયા. રાજાને જવાબ શુ આપીશ ? હારની કિ`મત સવા લાખની છે તેના બદલામાં હું પાંચ લાખ આપી દઉં પણ મારી ઈજ્જત શી ? આબરૂ શી ? જો હાર જડે નહિ ને રાણીને આપુ' નહિ તે ઝેર પીવા સિવાય બીજો રસ્ત શુ છે ? હાર કાણે લીધે। હશે ? શા માટે લીધેા હશે ? કોણ મારા દુશ્મન છે ? શેઠે નાકરને પૂછ્યું, તે હાર જોયા છે ? ના. મેં નથી જોયા. શેઠ વિચાર કરે છે કે આટલા વર્ષથી આ નાકર, માણસેા, બધા કામ કરે છે. કયારેય હજુ સુધી એક પૈસાની ચારી થઈ નથી. મને દીકરા પર શંકા જાય છે. શેઠે તેને પૂછ્યું, તેણે કહ્યું : હાર કેવા ને વાત કેવી ! તે નાકજીલ થયેા. હવે શેઠ શુ કરશે તેના ભાવ અવસરે,