________________
૨૦૨ ]
[ શારદા શિરેમણિ વાગી ગયા હતા. કેઈ વાહન મળતું ન હતું, એટલે મનમાં થયું કે આજની રાત મારા મિત્રના ઘેર રહી જાઉં, એમ વિચારી આ મિત્ર તેના મિત્રના ઘેર ગયા. મિત્રે તેને સારે આવકાર આપે. વસ્તુના મૂલ્ય નથી પણ નમ્રતા, સરળતા, મીઠાશભર્યા બે શબ્દો આવકાર માટે બસ છે. મિત્રે તેને મીઠો આવકાર આપે. ૧૦ વાગ્યા હતા એટલે જમવાનું નહોતું. માત્ર સૂવાનું કામ હતું. મિત્રે કહ્યું ભાઈ ! આગલા રૂમમાં પલંગ છે, ત્યાં આપ સૂઈ જજે. થોડી વાર બંને મિત્રોએ વાત કરી. પછી આવનાર મિત્ર સૂઈ ગયે. કારણકે અઢી દિવસની ટ્રેઈનની મુસાફરી હતી એટલે થાક ખૂબ લાગ્યા હતા તેથી સુતે એ તરત ઊંઘી ગયો. એક બે કલાક થયા ત્યાં તેમના શરીર પર પાણીના છાંટા પડવા લાગ્યા. તે એકદમ જાગી ગયો. તેને વિચાર થયો કે આ બેસીંગવાળું નવું મકાન ફર્સ્ટ કલાસ ધાબાવાળું છે, છતાં છાંટા કેમ પડે છે? તેમણે બહાર જોયું તે ધોધમાર વરસાદ વરસતો નહોતે પણ ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. આટલે ધીમે વરસાદ પડે છે છતાં પણ અંદર કેમ આવ્યું? એ વિચાર કરવા લાગ્યું.
ડી વાર થઈ ત્યાં તેને મિત્ર જાગી ગયે ને આ મિત્રની પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ ! આ મકાન તે ધાબાવાળું છે છતાં પાણી કેમ પડે છે? મિત્ર કહે, બીજા રૂમમાં પલંગ તૈયાર છે ત્યાં આપ સૂઈ જાવ. આ ભાઈ જેવા સૂતા તેવા તરત ઉંઘી ગયા. સવારે જાગ્યા ત્યારે તેમણે જોયું તો બેધમાર વરસાદ વરસતે હો. વાદળને ગડગડાટ અવાજ આવતો હતો, છતાં એક ટીપું પાણી પડતું ન હતું. તે મિત્ર વિચાર કરવા લાગે કે ધોધમાર વરસાદ આવે છે છતાં આ રૂમમાં એક ટીપું પણ પાણી નથી પડતું અને ઝરમર વરસાદમાં બાજુના રૂમમાં પાણી પડતું હતું. આમ કેમ બન્યું ? તેણે મિત્રને પૂછયું–ત્યારે તે ભાઈએ જવાબ આપ્યો કે આપ જે આગલા રૂમમાં સૂતા હતા તેની છત એકદમ કાચી છે એટલે ઝરમર વરસાદમાં પણ એમાંથી પાણી પડે છે. જ્યારે આ રૂમની છત એકદમ પાકી અને મજબૂત છે એટલે મૂશળધાર વરસાદ આવે છતાં આ છતમાંથી એક પણ ટીપું અંદર આવતું નથી. - આપણું છત કેવી છે? :- આ વાત આપણે સમજવાની છે. પાકી છતે ૧૫-૨૦ ઈચ પાણી પડયું છતાં અંદર આવવા દીધું નહિ અને કાચી છતે પાણી અંદર આવવા દીધું. આ મકાનની છતની વાત કરી. આ વાત આત્મા માટે વિચારવી છે. હું તમને પૂછું છું કે તમારી છત કેવી છે? કાચી છે કે પાકી ? સમજીને જવાબ આપજે. (શ્રોતા-કાચી પાકી) આપ બધાની વણિક બુદ્ધિ છે એટલે કાચી ન કહે. પાકી ન કહો. પણ દ્વિભાષી બેલ્યા. મકાનની છત કાચી હોય તે દિવસે કે રાત્રે ગમે ત્યારે પાણી પડે અને મુશ્કેલીમાં મૂકાઈ જવાય. સામાન બધે ઉપાડ પડે. તેમ જે આપણા આત્માની છત કાચી હશે તો કેટલી મુશ્કેલીઓ આવશે? મામૂલી નિમિત્તથી પણ જીવનમાં પાપ, કષાયે પ્રવેશી જશે. કેઈએ આપણું અપમાન કર્યું તે ક્રોધ આવી જાય. નારાજ થઈ જાય. કઈ માણસે આવીને ઉંઘ બગાડી તે ઉકળાટ આવી જાય. કેઈ સન્માન કરે તે