________________
શારદા શિરેમણિ ]
[૨૨૭ અને બહાર રખડતો ફરે છે એ તને શોભે છે ખરું? પુણ્યસારને તે વચન મળી ગયું છે એટલે અંતરમાં આનંદ છે. તે માને છે કે મારા પિતાને ત્યાં અઢળક સંપત્તિ છે. હવે મારે કમાવાની કે પેઢી પર જવાની શી જરૂર? તેને ખરાબ મિત્રોને સંગ થઈ ગયો. એ મિત્રો બધા જુગારીયા હતા. એટલે આ ભાઈ પણ તેમના સંગથી જુગાર રમવાનું શીખે. જુગારમાં નાની–મેટી હાર થતી. પૈસા આવતા ને જતા. મિત્રો તેને કહે-જા પિસા લઈ આવ. આ ભાઈ ઘેરથી પૈસા લઈ જાય.
જુગારની લતે ચઢેલો પુણ્યસાર : હવે તો દુકાને બિલકુલ જતો નથી. શેઠ જમવા આવે ત્યારે થોડો ધમકાવે. દમદાટી આપે ત્યારે શેઠાણું ઉપરાણું લેતા. તમે મારા દીકરાને જ ધમકાવ ધમકાવ કરે છે. હજુ એની કઈ ઉંમર વીતી ગઈ છે? હજુ તે રમવા, ખેલવા, કૂદવા જેવું છે. અત્યારથી શું દુકાન દુકાન કરો છે? મોટો થશે ત્યારે એની મેળે સમજીને વેપાર કરશે. આ રીતે માતા ઉપરાણું લે, પછી દીકર સુધરે ખરે? સેનાની કટાર કેડે રાખવાની હોય, મારવાની ન હોય. સંતાનોને ગમે તેવું સારું ખવડા ભલે, પણ તેના સંસ્કાર ખરાબ ન થવા જોઈએ. આ ભાઈ તો મિત્રોની સાથે વધુ જુગાર રમતા શીખે. તેને તો હવે ચસ્કો લાગ્યો. હાર્યો જુગારી બમણું રમે. તેના મિત્રો તેને ચાવી ચઢાવે પણ તે માટે પૈસા લાવવા કયાંથી? ધીમે ધીમે એ બંગલામાંથી નાની-મોટી વસ્તુઓ ચારવા લાગ્યો. બિચારા પિતા, દીકરાના આ લક્ષણ ક્યાંથી જાણે? પણ તે પેઢી પર જતો નથી એટલે શેઠના મનમાં દુઃખ છે. મારે એકનો એક દીકરે, પેઢી પર ન આવે અને ભટકતો ફરે. તેને કાંઈ કહેવા જાય તો મા તેને લાડ લડાવે એટલે તેને તો ફાવતું મળી જાય. હવે તો પાકે જુગારી થઈ ગયો. આ તો જુગાર. જુગારના કારણે ધર્મરાજા જેવા ભાન ભૂલ્યા અને ભૂલ્યા તો એટલે સુધી ભૂલ્યા કે દ્રૌપદીને હોડમાં મૂકી દીધી. આખું મહાભારત ખેલાયું એના પાપે જ ને ! પુણ્યસાર જુગારમાં દાવ હારતો જતો હતો. પણ જીતવાની આશાથી તે ડબલ રમવા લાગ્યા. પરિણામે દેવું વધતા એક લાખ રૂ. નું કરજ થઈ ગયું. આ તો જુગારની હાર, તસ્ય ચૂકવવા પડે. જુગારીયાઓ કહે–આજે લાખ રૂપિયા ચૂકવ. જે નહિ ચૂકવે તો અમારા પગના જુત્તા ને તારો બરડે પણ એક લાખ રૂપિયા લાવવા ક્યાંથી ? તે ગભરાઈ ગયે. દુકાને જાય તો હાથ લાગે તેમ નથી. પિતાજીને તો કહેવું કેવી રીતે? આજ સુધી ઘરમાં ખૂણે ખાંચે પડયું હતું તે બધું લઈ લીધું, છતાં આ ભોળા શેઠાણીને ખબર પડી નથી. ઘરમાં ચારે બાજુ શોધે છે પણ કોઈ મળતું નથી. એકાદ ડબ્બામાં સેનાની ઝીણી ઝીણી વસ્તુઓ હશે તે લઈ ગયા અને ઘેડા પૈસા ચૂકવ્યા. બીજા પૈસા લાવવા ક્યાંથી? મૂંઝાય છે ખૂબ. હવે ત્યાં બનાવ શું બન્યું?
એક દિવસ હાર તૂટયો, રાણી ગળાને જેહ, નૃપે શેઠને બોલાવીયે, ચર મૂકીને રેહ