________________
શારદા શિરેમણિ ]
[૨૨૯ આવી શકે એવી શુદ્ર દશાને પ્રાપ્ત કરે છે. પરમાત્મા સમાન આત્મા પામરતામાં કેમ પડ્યો છે? તેની આવી અધમ દશા શા માટે થઈ છે ?
આ પ્રશ્નના જવાબ આપતા જિનેશ્વર ભગવાન કહે છે કે-આત્માએ નિવૃત્તિમાર્ગનું દર્શન કર્યું નથી. તે પ્રવૃત્તિમાં પડ્યો રહે છે. તે પણ અશુભ પ્રવૃત્તિ કરી છે. ચેર, ડાકુ અને ખૂનીને પોતાના જ અપરાધે પિતાને કેન્દ્રી બનાવે છે, તેમ પિતાની અશુભ પ્રવૃત્તિ આત્માની દુર્દશા કરે છે. પ્રવૃત્તિ માર્ગ બંધનકર્તા છે અને નિવૃત્તિ માર્ગ બંધનથી મુક્તિનો માર્ગ છે. રેશમના કીડા પોતાની કાઢેલી લાળથી બંધાય છે અને અંતે મરી જાય છે. તેમ પિતાની સારી કે ખરાબ પ્રવૃત્તિથી જીવ શુભાશુભ કર્મોના બંધનમાં બંધાય છે અને જન્મ મરણની પરંપરા કરી ભવ વધારતો જાય છે. ભવપરંપરાને ઘટાડવા અને આત્માની સુખ સંપત્તિને પ્રગટ કરવા માટે નિવૃત્તિમાગને અપનાવવો જરૂરી છે.
જેવી રીતે કુશળ વૈદ રોગીને નિગી બનાવવા માટે રેગના કારણને રોકે છે, રોગની ઉત્પત્તિના માર્ગને બંધ કરે છે. તે પછી થએલા રોગને મટાડવાનો પ્રયત્ન કરે છે, તેવી રીતે જિનેશ્વર ભગવંત આત્માના જન્મમરણાદિ દુઃખેની પરંપરાને વધારનારી પ્રવૃત્તિને રોકવાને ઉપદેશ આપે છે. તેમને ઉપદેશ નિવૃત્તિમય છે. જે આત્માઓ આ માર્ગને ગ્રહણ કરે છે તે પ્રવૃત્તિથી થએલા બંધનેને તોડીને મુક્ત થઈ જાય છે. સર્વથા મુક્ત થઈને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આ માર્ગને સાંભળી, સમજી પછી શ્રદ્ધા કરવાથી જીવને દષ્ટિ વિકાર ચાલ્યો જાય છે. દષ્ટિ વિકાર જતાં અનંત સંસારની નિવૃત્તિ થઈ જાય છે. મિથ્યાત્વ જતાં અનંતાનુબંધી કષાય જાય છે. આ મિથ્યાત્વનું ઝેર, દષ્ટિ વિકાર એવું ભયંકર પાપ છે કે જે આત્માને અનાદિકાળથી ભવભ્રમણના ચકકરમાં ટકાવે છે. આવી વ્યક્તિ સન્માર્ગને કુમાર્ગ માને છે અને કુમાર્ગને સન્માર્ગ માને છે. મિથ્યાત્વ મોહનો મિત્ર અનંતાનુબંધી કષાય છે. આ બંનેની ગાંઠ બંધાએલી હોય છે. જ્યારે આ ગાંઠનું બંધન ઉગ્ર રૂપમાં હોય છે ત્યારે આત્મા ક્ષુદ્રતમ અવસ્થાને પ્રાપ્ત કરી લેકમાં ભટક્યા કરે છે. અનંત ભવભ્રમણનું મૂળ આ છે, તેને ઉદય સમાપ્ત થઈ જાય છે ત્યારે આત્માના ભાવ ઓછા થઈ જાય છે અને જે ભવ રહે છે તે પ્રાયઃ મનુષ્ય અને દેવના રહે છે.
| મિથ્યાત્વની નિવૃત્તિ થાય એટલે આત્માનું પરિભ્રમણ પરિમિત થઈ જાય છે. અપ્રત્યાખ્યાન કષાયને ઉદય બંધ થતાં દેશવિરતિ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાન કષાયની નિવૃત્તિ થાય છે ત્યારે આત્મા સર્વવિરતિ બને છે. તેની પ્રવૃત્તિને ઘણે ભાગ અટકી જાય છે. તેથી નિવૃત્તિ ખૂબ વધી જાય છે. જ્યારે આત્મામાં કંઈક વિશેષતા આવે છે અને પ્રમાદથી નિવૃત્ત થાય છે ત્યારે તે અપ્રમત્ત થઈ જાય છે. તેની પ્રવૃત્તિ વિશેષ અટકે છે. આ ઉર્ધ્વગામી બનેલે આત્મા સંજવલન કષાય અને વેગથી નિવૃત્ત બની વીતરાગ બની જાય છે ત્યારે માત્ર શુભ ગ રહે છે. અરિહંત પ્રભુના, કેવળીના જીવનમાં