________________
૨૨૦ ]
[ શારદા શિરોમણિ આપ મારું એક કામ કરે. દેવ કહે બેટા! તું તે સોનાની ગાદીએ બેઠો છે. તેને પાણી માંગતાં દૂધ હાજર થાય છે.
તને શું દુઃખ છે? આપ મને વચન આપો. મારી આશા પૂરી કરે. બોલ તારે શું જોઈએ છે? મારે રત્નસુંદરી સાથે પરણવું છે. મારા પિતાજી તે ના પાડે છે. હવે કઈ બીજો ઉપાય નથી. આપ એ કામ કરી શકે તેમ છે. જે તેની સાથે મારા લગ્ન નહિ થાય તો હું મારે દેહ છેડી દઈશ.
દેવેને અવધિજ્ઞાન હોય છે. દેવે ઉપગ મૂકીને જોયું કે રત્નસુંદરી પુણ્યસારને પરણશે. એટલે પુણ્યસારને કહ્યું કે તારી આશા પૂરી થશે. રત્નસુંદરી તને પરણશે પણ તે માટે સમય લાગશે. તારે ધીરજ રાખવી પડશે. તે માટે વર્ષો જશે. તારી લત છેડી દેજે. એ માટે તારા મા-બાપને મુશ્કેલીમાં મૂર્તિ નહિ. એ ચિંતા તું મારા પર છોડી દે. રત્નસુંદરી તને પરણશે. બીજા કેઈને નહિ. તું ધીરજ રાખજે. હું તારું એ કામ કરી દઈશ. જા, હવે સુખેથી ઘેર જા, અને અઠ્ઠમનું પારણું કર. આટલું કહીને દેવ અદશ્ય થઈ ગયા. પુણ્યસારને શ્રદ્ધા છે કે દેવના વચન કદી ખોટા ન પડે એટલે તેને સંતોષ થયો. તે ઘેર ગયે. આજ સુધી પુણ્યસાર થોડો આડે ચાલતો હતો તે સીધે ચાલવા લાગ્યો. પહેલા બરાબર ખાતોપીતો ન હતો. તે હવે બરાબર ખાવાપીવા લાગ્યા. માતા એમ માને છે કે અઠ્ઠમ કર્યો તે ધર્મ પ્રતાપે બધું સારું થયું. પુણ્યસાર તેની માતાને કંઈ વાત કરતો નથી. તે આનંદથી રહે છે. ત્યાં શું બનશે તે અવસરે. શ્રાવણ સુદ ૧૧ ને શનિવાર વ્યાખ્યાન નં-૨૬ તા.-૨૭-૭-૮૫
અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે હે આત્મા! સંસારના વારંવાર જન્મ-મરણની વિટંબણાઓથી જીવ કંટાળે ત્યારે સાચે મેક્ષાથી બની શકે છે પણ મોક્ષ મળે ક્યારે? “સન ક્રર્મો મોકા : ” આઠે કર્મોથી રહિત થવાય ત્યારે. જે કમેને દૂર કરે તે મિક્ષને પ્રાપ્ત કરે. આચારંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે. જ્ઞાળકના વાઢાં તે जाणिज्जा दूरालइयं, जं जाणिज्जा दूरालइयं तं जाणिज्जा उच्चालइयं । २ भनि २ કરવાવાળા છે તે મોક્ષને પ્રાપ્ત કરવાવાળા છે અને જે મોક્ષને પ્રાપ્ત કરવાવાળા છે તે કર્મોને દૂર કરવાવાળા છે. જે પુરૂષાર્થ દ્વારા કર્મોને દૂર કરે છે તે મોક્ષને અધિકારી છે અને જે મેક્ષને અધિકારી છે તે કર્મોને દૂર કરે છે. કર્મોને સર્વથા દૂર ક્યારે કરાય? તો કર્મ રહિત બનવા માટે પહેલા રાગાદિથી સર્વથારહિત અથવા વીતરાગી બનવું પડે– વીતરાગ દશા આવે એટલે ઘાતી કર્મો ખપે ને કેવળજ્ઞાન આવે; પછી બાકીના ચાર અઘાતી કર્મો–આયુષ્ય આદિ ભગવાઈ જાય એટલે સર્વથા કર્મરહિત બનાય, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનાય એટલે મોક્ષ મેળવવા માટે પહેલા વીતરાગ બનવું પડે.
વીતરાગ થવાય તે મોક્ષ મળે પણ હવે એ સમજીએ કે વીતરાગ કેવી રીતે બનાય ? વીતરાગ દશા કેવી રીતે પ્રાપ્ત થાય? વીતરાગ એટલે વીતી ગયો છે રાગ