________________
૨૨૨ |
[ શારદા શિરમણિ તો એ ધર્માત્મા બન્યા, છેવટે મનના શુભ અધ્યવસાયે વધારતા ગયા તો ક્ષપક શ્રેણીએ ચડ્યા. ત્યાં વીતરાગ બની કેવળ જ્ઞાન પામ્યા. આવું બહુ અલપ માં બને કે કાયમ અશુભ હેય અને મનની વિચારણા શુભ હેય. બાકી તો અશુભ યુગમાં અશુભ પરિણામ (ઉપગ) અને શુભ ગમાં શુભ ઉપગ આવે. જે ઉપગ શુભ-પવિત્ર બનાવે હેય તે શુભ યોગ પ્રવર્તાવે.
એટલા માટે જ્ઞાની ભગવંતે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ માટે શુભકરણી બતાવી છે. આરાધનાના ભરચક શુભગ બતાવ્યા. મહાપુણ્યશાળી આત્મા શુભ અધ્યવસાયને પવિત્ર, અધિક શુભ કરતો કરતો ગુણસ્થાનની પાયરીએ ચઢે છે તેમાં સમક્તિ, દેશવિરતિ અને સર્વવિરતિના શુભ ભાવો પ્રગટે છે. એમાં પરાકાષ્ઠાએ વીતરાગભાવ આવે છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળીને વિહાર, ગૌચરી, ઉપદેશ વગેરે શુભ યોગો ચાલુ છે. એની પરાકાષ્ટાએ શૈલેષીકરણને શુભ યોગ કરે છે. જેમાં સમસ્ત યોગોનો નિધિ થાય છે, પછી તરત મોક્ષગતિને પામે છે. આ ચરમ અને પરમ ગતિને પામવા માટે જિનવચન, શાસ્ત્રશ્રવણ એ ઉત્તમ સાધન છે.
જેમના જીવનમાં શુભ ભાવે ભરપૂર પડેલા છે એવા પવિત્ર, ધર્મ છે કલાક સંનિવેશમાં રહેતા હતા. ભૌતિક રિદ્ધિથી લોકો શોભતા હતા. હવે આત્માની રિદ્ધિ પ્રાપ્ત કરાવનાર તે નગરમાં કેણ પધાર્યા તે વાત બતાવે છે.
तेणं कालेणं तेण समएण' समणे भगव' महावीरे जाव समोसरिए | परिसा નિજાવા / તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ (સભા) નીકળી. અહીં કાળ અને સમય એ બે શબ્દ મૂકવાને હેતુ એ છે કે કાળથી ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળમાં કે કાળ અને સમય કહેતાં ૬ આરામાંથી કયા આરાની વાત છે? માટે કાળ અને સમય શબ્દ મૂક્યા છે. અહીંયા અવસર્પિણી કાળમાં ચોથા આરાના સમયની વાત છે. - જે નગરીના જબ્બર પુણ્ય હેય તે નગરીમાં તીર્થકર ભગવંતોના પુનિત પગલા થાય. તમે પ્રતિક્રમણમાં બોલે છે ને ધન્ય છે તે ગામ, નગર, પુર, પાટણને કે જ્યાં ભગવાન વિચરી રહ્યા છે. જે નગરના બડા ભાગ્ય હોય ત્યાં સંત પધારે. સંતના પુનિત પગલા થાય એટલે બધાને આનંદ થાય, બધાને ઉત્સાહ હેય. સંત ગામમાં પધારે ત્યારે તેમના દર્શનને, તેમના મુખેથી વહેતી વાણી સાંભળવાન, સુપાત્ર દાન દેવાને, ચર્ચાવિચારણા કરવાને, કેઈ શંકા હોય તો તેનું સમાધાન કરવાનો આદિ અનેક લાભ થાય છે. સંતે તે કલ્પવૃક્ષ સમાન છે. અરે, કલ્પવૃક્ષ કરતાં ચઢિયાતા છે. કલ્પવૃક્ષ તમારા માનેલા ભૌતિક સુખ આપશે પણ મોક્ષના સુખે નહિ આપે. કોઈને મનમાં વિચાર થયો કે કલાવૃક્ષ બધું આપે છે એની ખાત્રી શી? હું પરીક્ષા કરું. તેણે કલ્પવૃક્ષના ઝાડ નીચે બેસીને ચિંતવણા કરી કે સિંહ આવે, તરત સિંહ થઈ ગયે અને તેને ભઠ્ઠી ખાધે. તેનું મૃત્યુ થઈ ગયું. જ્યારે ભગવાનના સંતો રૂપી કલ્પવૃક્ષની નીચે