________________
શારદા શિરોમણિ ]
[ ર૨૩ જઈને બેસશે તો ક્યારેય મરવાને સમય નહિ આવે. આ કલ્પવૃક્ષ તો તમને મોક્ષનું સુખ બતાવશે.
ભગવાન પધાર્યાની ખબર પડી એટલે ગામમાંથી પરિષદ ભગવાનના દર્શન માટે ગઈ. નંદી સૂત્રમાં ભગવાને પરિષદના ત્રણ પ્રકાર બતાવ્યા છે. “જ્ઞાનિયા, અજ્ઞાળિયા, સુવિચઢા” શ્રોતાઓના સમૂહને પરિષદ કહેવાય છે. તે ત્રણ પ્રકારની છે. જાણિયા-જ્ઞાયિકા, અજાણિયા-અજ્ઞાયિકા અને દુર્વિદગ્ધા–અર્ધદગ્ધ. - (૧) જાણિયા પરિષદ: જે ખૂબ ોંશિયાર, બુદ્ધિશાળી હેય, બેટા તર્ક-વિતર્ક કરનારી ન હોય, થોડામાં ઘણું સમજી જાય. ગુણદોષને વિચાર કરવામાં હંસ જેવી ઉત્તમ હોય. હંસ પાણીને છેડીને દૂધ પીવે છે તેમ આ પરિષદ ગુણોને ગ્રહણ કરે અને દોને છોડી દે. એક શબ્દ સાંભળે પણ તેને અર્થ, ભાવ બધું સમજી જાય. આવી જાણકાર પરિષદ હોય છે. પરિષદ જાણકાર હોય અને વક્તા જાણકાર હોય તે જ્ઞાનનું ખૂબ મંથન થાય. મજા આવે. તેમાં કલાકોના કલાકે પસાર થઈ જાય તે પણ ખબર ન પડે. આ પરિષદ નિષ્કપટી હોય છે.
(૨) અજાણિયા પરિષદ : આ પરિષદ જ્ઞાનથી અજાણ હોય છે. તેને શાસ્ત્રસિદ્ધાંતનું જ્ઞાન નથી હોતું. આ પરિષદ ભલે જ્ઞાનથી અજાણ છે, પણ તે સરળ અને ભદ્રિક હોય છે. જે મૃગલા સમાન પ્રકૃતિથી કેમળ હોય છે. મૃગના બચ્ચાને જેવી રીતે કમળ કે કર જેવા બનાવવા ઈછીએ તેવા બનાવી શકીએ છીએ તેવી રીતે આ પરિષદને જે માર્ગ પર લઈ જવી હોય તે માર્ગે લઈ જઈ શકાય છે. આ પરિષદ કુમાર્ગમાં જોડાયેલી નથી અને સન્માર્ગથી અજાણ છે. આ પરિષદને સહેલાઈથી સમજાવી શકાય છે. તે સરળ અને ભદ્રિક હોવાથી જ્ઞાની જે સમજાવે તે સમજી જાય છે. તે કોઈ વાતને પકડી રાખતી નથી, કદાચ કઈ વાતની પકડ પકડી હોય પણ તેને સાચું સમજાવનાર મળે એટલે તે પકડ છેડી દે છે. જે સરળ અને ભકિક છે. તેઓ પિતાની પરંપરા ચાલી આવતી હોય તેનાથી જે લેકેમાં વાદવિવાદ થતાં હોય તો એ પરંપરાને છોડી દે છે. -
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં કેશીસ્વામી અને ગૌતમસવામીને સંવાદ ચાલે છે. કેશીસ્વામી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા છે, અને ગૌતમસ્વામી મહાવીર પ્રભુના શિષ્ય છે. કેશીસ્વામી ચાર મહાવ્રતની વાત કરે છે, અને ગૌતમ સ્વામી પાંચ મહાવ્રતની વાત કરે છે. આથી જનતામાં ભ્રમ પેદા થયો કે શું સાચું માનવું? તેથી ગૌતમસ્વામી કેશીસ્વામીની પાસે ગયા. બંને મહર્ષિઓએ ભેગા થઈને ઘણું પ્રશ્ન-ઉત્તર કર્યા. છેવટે કેશીસવામીને થયું કે અત્યારે કાળ બદલાય છે, તેથી હું હવે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થઈ જાઉં. અત્યારે પાંચ મહાવ્રતની વાત સ્વીકારવા જેવી છે. એટલે તેઓ ભગવાનના શાસનમાં દાખલ થઈ ગયા. પોતે ચાર મહાવ્રતને ઉપદેશ આપતા હતા. તેમની રીતે તે સાચા હતા, છતાં ગૌતમસ્વામી પાસેથી વિશેષ