________________
શારદા શિમણિ ]
[૨૧૯ છે, પિતાના માટે બરાબર નથી પણ આ તો વટને સવાલ હતો. વટની વાત કેઈને કહેતો નથી. તેણે તો બેલેલું કરી બતાવવું હતું કે જો તું મારી દાસી બની કે નહિ ?” પણ હવે કરવું શું? રત્નસુંદરીને પરણવું એ નકકી છે, પણ કેવી રીતે બને? પિતાએ તો ચેખી ના પાડી દીધી. તે તો ભારે મુંઝવણમાં પડી ગયે. હવે એ કયે રસ્તો શોધું, કેવી કળા કરું કે જેથી રત્નસુંદરી મારા હાથમાં આવે ! સમય જતાં એક વર્ષ વીતી ગયું પણ રસ્તો જડતો નથી. - પુણ્યસાર મન ચિતવે, હવે કર શો ઉપાય !
જે નવિ પરણું એ સુંદરી, તે મુજ વચન જાય. હે. પુણ્યસાર વિચારે છે કે જે હું રત્નસુંદરીને ન પરણું તો મારું વચન જાય, માટે એને પરણવી એ સાચી. આ પુરંદર શેઠને વહેપાર ખૂબ મોટો છે. દેશપરદેશમાં એમના વહાણે જાય છે. એક દિવસ સમાચાર આવ્યા કે તેમના વહાણ નજીકના બંદર પાસે અટકી ગયા છે. તે માટે શેઠને જવાનું છે. પુણ્યસાર તો આ તકની રાહ જોતો હતો. શેઠ પુણ્યસારને કહે છે–દીકરા ! તું વેપારમાં બરાબર ચિત્ત રાખજે. બધું તને સેંપીને જાઉં છું. રત્નસુંદરીને મનમાંથી કાઢી નાંખજે. તું બીજું કઈ પગલું ભરતો નહિ. આટલી ભલામણ કરીને શેઠ તો ગયા. પુણ્યસાર વિચાર કરે છે હવે મારે શું કરવું ? જે હું આપઘાત કરું તો મારો વટ રહે નહિ, એને વટ રહે. મારે એને વટ ઉતાર સાચે. પછી યાદ આવ્યું કે હું નાનો હતો ત્યારે માતાપિતા કહેતા હતા કે તેને મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તે બધા નિષ્ફળ ગયા. છેવટે અઠ્ઠમ કરી અખંડ જાપ કર્યા હતા અને દેવ પાસે વચન માંગ્યું. દેવે કહ્યું–તમારા નસીબમાં દીકરે છે પણ તે પહેલાં જે વિનો છે તે દૂર કરવા પડશે. એ રીતે મારો જન્મ થયો હતો. તો હું પણ અઠ્ઠમ કરીને એ દેવની આરાધના કરું. પિતાજીનું કામ તેમણે કરી દીધું તો મારું કામ એ નહિ કરે ? જરૂર કરી દેશે. માટે હું પણ અઠ્ઠમ કરું. આ અઠ્ઠમ તેના માટે કરે છે? રત્નસુંદરી મેળવવા માટે કેટલી ગુલામી !
દેવની પ્રસન્નતા માટે પ્રયત્ન : પુયસાર એની માતાને કહે છે બા ! મારે અઠ્ઠમ કરે છે. માતા કહે શા માટે તારે અઠ્ઠમ કરે છે? હું સંત પાસે ગયે હવે, તેમણે મને અઠ્ઠમને લાભ સમજાવ્યું એટલે મને અઠ્ઠમ કરવાનું મન થયું છે. દીકરા ! દુકાન અને પેઢી કેણ સંભાળશે. બા ! મેં એ સંભાળવાની બીજાને ભલામણ કરી દીધી છે. એની ચિંતા ન કરીશ. હું તે પૌષધશાળામાં જઈને ચૌવિહારે અઠ્ઠમ કરીને બેસી જાઉં છું. જેણે કઈ દિવસ એક એકાસણું સરખું કર્યું નથી પણ આજે સ્વાર્થ માટે ચૌવિહારે અઠ્ઠમ કર્યો, અને અખંડ જાપ શરૂ કર્યા. એક રાત ગઈ, બે રાત ગઈ, ત્રીજી રાત્રે પરેઢિયે ઝબકારે થયે. દેવ પ્રસન્ન થયો ને કહયું, બોલ બેટા! શું કામ છે ? આપે મારા પિતાના વિદને દૂર કર્યા હતા તે હું પણ આપની પાસે એ માગું છું કે