________________
શારદા શિરેમણિ]. નથી. આપણને વિચાર થાય કે આ નાના જીવનમાં આટલે રસ, આટલા ભાવ અને આ લત આ બધું ક્યાંથી આવ્યું ? આ નાના છે કે પંચેન્દ્રિય પશુપક્ષીના આ પૂર્વે ડેઈ ભવમાં મનુષ્ય થયેલા, ત્યાં આહાર સંજ્ઞામાં ખૂબ પૃદ્ધ બન્યા હશે એટલે રસાળ બુદ્ધિક્ષેત્રમાં આહારાદિ સંજ્ઞાઓના અને કષાયોના વાવેતર કરેલા. એની વડવાઈ આ ભવમાં ઉગી ગઈ અને હવે ભરચક પાક ઊતરી રહ્યા છે.
મોટા કલ્પવૃક્ષ ઉગાડનારી રસાળ અને ફળદ્રુપ જમીન કરતાં પણ બુદ્ધિ રૂપી જમીન અનેક ગણું રસાળ છે. તે એમાં કલ્પવૃક્ષના બીજ જેવા ઉત્તમ વિચારો અને ઉત્તમ ભાવનાઓનું વાવેતર કરવું જોઈએ, - ભૂમિ તે ખૂબ રસાળ અને ફળદ્રુપ હેય પણ એમાં ઝેરી બીજનું વાવેતર થાય
તો એમાંથી વિષવૃક્ષો કાલે ફૂલે. આ રીતે આ માનવજન્મની ભૂમિ તો ખૂબ રસાળ અને ફળદ્રુપ છે એમાં ઝેરી બીજ વાવવા છે કે કલ્પવૃક્ષના બીજ વાવવા છે? જે આવી સુંદર ભૂમિમાં અધમ પાપી વિચારો અને અધમ ભાવનાઓનું વાવેતર થાય તે એના પર વિષમય અધમ વિચારો અને વૃત્તિઓની વડવાઈઓ થવાની ને! પાંચ ઈન્દ્રિયોને ગમતા, અણગમતા વિષયે પ્રત્યેના રાગ-દ્વેષ ભર્યા વિચાર એ અધમ વિચાર છે, અને આત્માના હિતાહિતના વિચાર કરવા એ ઉત્તમ વિચાર છે. આ માનવ જન્મમાં બુદ્ધિક્ષેત્ર રસાળ મળ્યું છે. એમાં આત્માની પ્રગતિ થાય, પાપના બંધ ઓછા થાય. એવા ઉત્તમ વિચારે રૂપી બીજનું વાવેતર કરવાનું છે. વિષયેના વિચારને આત્મહિતની દષ્ટિના બનાવવાના છે. તમને બધાને કેરીને રસ ખૂબ ભાવે. રસપૂરીનું સુંદર ભેજન મળ્યું ત્યાં તમને આનંદ થશે ને મનમાં થશે કે મને આજે સુંદર ભાવતું ભજન મળ્યું છે. આ ભાવ આવ્યા એટલે રસપુરીના ભજન પ્રત્યે રાગ થયે, તેથી જીવે કર્મ બાંધ્યા. આ વિચારની સાથે આત્માના હિતના વિચાર લાવે કે આ તે રસેન્દ્રિયના રસની ઉજાણી પણ આત્માને તે ખોટનો ધંધે, કારણ કે એક બાજુ સુંદર ભાવતું ભેજના જમવાનું જે પુણ્ય હતું તે ખલાસ થઈ ગયું, અને બીજી બાજુ ભેજન પ્રત્યેના રાગના ઝેરી સરકાર વધ્યા એટલે પાપની અને કર્મની આવક વધી. જે જમતાં આવડે તે કંઈક કર્મો ખપાવીને ઉઠે અને જમતા ન આવડે તો નવા કર્મો બાંધે.
સંસારમાં ધન, માલ, રાચરચીલું તથા વહેપાર રોજગાર, ધંધાના વિચારો એ અધમ વિચારો છે. અધમ વિચારો અધમગતિ અપાવે છે. દિવસ, રાત આ અધમ વિચારનું સામ્રાજ્ય ચાલુ હોય છે. મને મળ્યું છે, બુદ્ધિ મળી છે તે એને શું ઉપયોગ કરવાનો ? કચરાપટ્ટી જેવા વિચાર કરવાના ? એના સંસ્કાર ભવાંતરમાં કેવા પડે! માટે જ્ઞાની કહે છે કે આ માનવજીવન એ તો તારા માટે સોનેરી સમય છે. આ ભવમાં સત્કાર્યો, ઉત્તમ વિચારો કરશો તો ભવના ભાગાકાર થશે અને અધમ વિચારો કરશે તે ભવના ગુણાકાર કપાળે લખાશે. આ ભવ ચૂક્યા, એળે ગુમાવ્યો તો પછી આથી