________________
૯૨ |
[ શારદા શિશમણિ " सोही उज्जूय भूयस्स धम्मो सुद्धस्स चिट्ठइ" । જેને આત્મા સરળ અને રોહિત હોય છે તેના અંતરમાં ધર્મ ટકી શકે છે, માટે જીવનને સરળ બના, કેમળ બનાવે, પણ કઠોર ન બનાવશે. જિંદગીમાં કયારેય દાંત જેવા કઠોર ન બનતા, જીભ જેવા કેમળ બનશે. જે સરળતાને, કમળતાને ટકાવી રાખીશું તે જિંદગી જીતી જશું, અને કઠોરતાની પરિણતિવાળી જીવનપદ્ધતિ અપનાવીશું તે અણમોલા આ માનવજીવનને હારી જશું. જે જીવન જીતી જવું હોય તો કઠોરતાને છોડીને કમળતા અપનાવવાની જરૂર છે. એક વાત યાદ રાખજે. તમને લાગતું હોય કે કઠોરતાથી જીત થાય છે. તે ભૂલ છે. આખરે વિજય તે કમળતાને થવાને છે. પાણી કેટલું કમળ છે! છતાં કઠોર ગણાતાં પથ્થરને તોડી નાંખવાની તેનામાં પ્રચંડ શક્તિ રહેલી છે.
ક્રોધ, માન, માયા, લેભ એ પથ્થર જેવા છે. ક્ષમા, સરળતા, નમ્રતા, અનાસક્તિ આદિ પાણી જેવા છે. એક વાર આ વાત મનમાં જે બરાબર ઠસી જાય તો આપણે સામાન્ય બાબતોમાં થતાં ક્રોધ, માન, માયા, લેભ ઓછા થયા વિના ન રહે. દષ્ટિવિષ ચંડકૌશિક સર્ષને ક્રોધ કે ભયંકર ! માનવેને અને તિર્યને તેણે જીવતા રાખ્યા ન હતા. એટલું જ નહિ પણ એકેન્દ્રિયમાં ગણાતી વનસ્પતિને પણ તેણે પિતાની દષ્ટિના ઝેરથી બાળીને ખતમ કરી નાખી હતી. એ જ્યાં રહેતું હતું ત્યાં કોઈની જવાની હિંમત ન હતી. ક્રોધના આવા અતિ ભયંકર આવેશને પણ વીર પ્રભુએ ક્ષમાના શીતળ જળથી નામશેષ કરી નાંખ્યો. ત્રણ કે પાંચ થી વધતા ક્રોધના સંસ્કારોને માત્ર ગણત્રીની પળોમાં પ્રભુએ ક્ષમા દ્વારા સળગાવી દીધા. હું તમને પૂછું કે તાકાત કેની વધુ? ક્રોધની કે ક્ષમાની? તમે કહેશે કે ક્ષમાની. જે જીવનમાં બરાબર સમજાયું કે ક્ષમાની તાકાત વધારે છે તે પછી જીવનમાં પગલે પગલે કોધ થાય ? છતાં વારંવાર ક્રોધ કેમ આવે છે? તો એના જવાબમાં પ્રભુ સમજાવે છે કે પથ્થરને તોડવા માટે પાણીની ધારને સતત પથ્થર પર પડવું પડે છે. પાણી સતત પડ્યા કરે તે પથ્થરને તોડી શકે છે તેમ આત્મા પર અનંત કાળના જામેલા ક્રોધના સંસ્કારોને તોડવા માટે ક્ષમાનું શીતળ જળ સતત નાંખવું પડશે તો જ ક્રોધ રૂપી પથ્થરને તોડી શકાશે. કઠોર વસ્તુ પિતાનામાં કઠોરને સમાવી શકતી નથી. જ્યારે કેમળ વસ્તુ કઠોરને પોતાનામાં આસાનીથી સમાવી લે છે. જેમ કે એક પથ્થર બીજા પથ્થરને પોતાનામાં સમાવી શકતું નથી.
જ્યારે એ જ પથ્થરને પાણીમાં મૂકશે તો તે જલ્દી તેમાં સમાઈ જાય છે. ચંડકૌશિકના ક્રોધને પ્રભુ મહાવીરે પોતાનામાં સમાવી લીધું. પાપી પાલકની કઠોર મનોવૃત્તિને બંધક મુનિના ૫૦૦ શિષ્યએ પોતાના અંતરમાં સમાવી લીધી, પણ એ પાપી પાલક આ ૫૦૦ મુનિએની કેમળતાને પિતાના અંતરમાં સમાવી શક્યો નહિ. પથ્થર અને પાણીના આ યુદ્ધનો તથા તેના પરિણામનો ઇતિહાસ આપણી નજર સામે છે. પથ્થરે હાર્યા અને પાણી જીત્યું, માટે આપણું જીવન પથ્થર જેવું કઠેર નથી બનાવવું પણ પાણી જેવું