________________
શારદા શિરમણિ ]
[ ૧૭૧ દબાવીએ છીએ અને આરાધના કરવાની વાત આવે ત્યારે એકસલેટર દબાવવાના બદલે આપણે બ્રેક દબાવીએ છીએ. ડ્રાઈવરે તો એક વાર ભૂલ કરી તેનું પરિણામ કેવું ભયં-- કર આવ્યું ? આપણે તો જીવનમાં કેટલી વાર ભૂલે કરીએ છીએ. ડ્રાઈવરે બ્રેક મારવાના બદલે એકસીલેટર પર પગ મૂકી દીધે તે એકસીડન્ટ થઈ ગયે આપણે શું કરીએ છીએ? તૃષ્ણાઓ, ચાર સંજ્ઞાઓ, કષા પર બ્રેક મારવાના બદલે એકસલેટર લગાડીએ છીએ તેમાં આત્માને કેટલું નુકસાન થાય છે ! તેમાં આત્માના ગુણને નાશ થાય છે અને કર્મની કોર્ટમાં દાખલ થવું પડે છે, પરિણામે નરકની અનતી વેદના અને તિર્યમાં દુઃખ ભેગવવા જવું પડે છે. અઢળક સંપત્તિ હેય, ધેમ સાહ્યબી હોય, સંપત્તિની છોળો ઉછળતી હોય છતાં મનમાં અશાંતિ, ઉકળાટ રહ્યા કરે છે. સંપત્તિના ઢગલામાં પણ શાંતિનો અનુભવ થતો નથી. તેનું કારણ એક જ છે કે ઈચ્છાઓ પર બ્રેક મારવાને બદલે એકસલેટર દબાવીએ છીએ તેથી તે ઘટવાને બદલે વધતી જાય છે. વધતી જતી એ ઇચ્છાઓને પૂરી કરવા માટે અનેક પ્રયત્ન કરે છે તેથી આગ શાંત થવાને બદલે વધતી જાય છે.
આ મનુષ્યભવ આપણને આરાધના કરવા માટે મળ્યો છે. આ સંસાર તે વિષચક છે. તેમાંથી બચવા માટે રોજ રોજ આરાધના વધારતા જવાનું છે. તેમાં એકસલેટર લગાડવાનું છે. એટલે આરાધના કરવામાં એકદમ ઝડપ વધે. એ ઝડપ જેટલી વધારતા જઈશું એટલા આ સંસારના વિષચક્રથી જલદી મુક્ત થઈ જશું. વાસના ઉપર બ્રેક મારતા રહેશે તે વિષચક્રમાં ફસાશો નહીં. સુભૂમ ચક્રવતી ઈચ્છાઓ પર બ્રેક મારવાને બદલે એકસોલેટર દબાવી બેઠે તે કેવી દશા થઈ ? નરકની ઘોર વેદનાઓ અને ત્રાસ ભેગવવા ચાલ્યા ગયે. આરાધના કરવા માટે આ મહામૂલ્યવાન જીવન મળ્યું છે. તેમાં જે આરાધનાનું મેળવણ નાંખશો તો સાધનારૂપી દહીં બરાબર જામી જશે. આરાધનાના મૂલ્યવંતા જીવન પર એકસીલેટર દબાવવાના બદલે બ્રેક લગાવી દેવાથી અને ઈચ્છાઓ પર બ્રેક મારવાને બદલે એકસલેટર દબાવવાથી આત્માને ભયંકર નુકસાન થાય છે. મેટર ચલાવવામાં ડ્રાઈવર ભૂલ કરે તો એકાદ બે છાને ખતમ કરી દેશે પણ સાધનાના જીવનમાં જે ભૂલ થઈ તો આત્માનો અનંત સંસાર વધી જશે, માટે જ્ઞાની કહે છે કે સમજે. ઈચ્છાઓ પર બ્રેક લગાવતા જાઓ અને આરાધનાઓ પર એકસીલેટર દબાવતા જાએ. આહાર સંજ્ઞા પર બ્રેક મારો અને તપ કરવામાં એકસીલેટર લગાડે. સનતકુમાર ચક્રવતીને ભયંકર સળ રોગ થયા. તપના પ્રભાવે એમને એવી લબ્ધિ પેદા થઈ હતી કે તેમનું થુંક જે શરીરે ચોપડે તે રોગ મટી જાય.
मल स्वर्णगतं वन्हि, हंस क्षार गत जलम् ।
यथा पृथक्क रोत्ये व, जन्तोः कर्म मळ तपः । જેમ સુવર્ણમાં રહેલ મેલને અગ્નિ દૂર કરે છે અથવા દૂધમાં રહેલ પાણને હંસ જુદું પાડે છે તેમ તપ ના કર્મરૂપી મેલને જુદો પાડે છે. ભવના સંચિત કરેલાં