________________
શારદા શિરેમણિ]
૨૦૯ છની પરાધીનતાનું વર્ણન કર્યું. બધા દુઃખે રજૂ કર્યા. તે આત્મા! હવે તારે એવા દુઃખે ભેગવવા જવું ન હોય તો સમયને ઓળખી લે, અને સાધના કરી લે.
આ કલાક સંનિવેશ એટલું રળિયામણું શહેર હતું કે જેને જોતાં બધાના મનમાં અપૂર્વ શાંતિ થતી. ત્યાં આનંદ ગાથાપતિ જેવા સુખી, સમૃદ્ધ મિત્રો, જ્ઞાતિજને વસે છે. હવે તેમને ભાગ્યસિતારે ચમકવાને છે તેથી ત્યાં કેણ પધારશે તે ભાવ અવસરે.
ચરિત્ર :- રત્નસાર શેઠે કહ્યું, શેઠજી! આપ કઈ કામે આવ્યા હશે. વગર કામે તે આપના પુનિત પગલા હોય નહિ, તે આપ વિના સંકોચે જે કામે આવ્યા
તે ફરમાવેઆપના મુખ પરથી એવું લાગે છે કે આપ મનમાં સંકેચ રાખે છે. આપ જરા પણ સંકોચ ન રાખશો. જે હોય તે આપ ખુશીથી કહે. આ સેવકને એ કામને લાભ આપવા કૃપા કરે. રત્નસાર શેઠે ખૂબ કહ્યું એટલે શેઠ ઉલ્લાસમાં આવી ગયા. મનમાં થયું કે સત્ય વાત પ્રગટ કર્યા વિના કામ નહિ થાય. છાશ લેવી અને દોણું સંતાડવી એ કેવી રીતે બને? છેવટે શેઠ કહે છે કે હું શુભ કામે આવ્યું છું, મને શ્રદ્ધા છે કે આપ જરૂરથી મને એ માટે હા પાડશે. હું ને તમે કેટલા વર્ષોથી મિત્રો તે છીએ. એ મિત્રાચારીને સંબંધ કાયમ જાળવી રાખવા માટે એક વાત કરવા આવ્યો છું.
તમને મારા વેવાઈ બનાવવા છે - આપ જાણે છે કે મારે એકનો એક દીકરે છે. તે ભણીગણીને ૭૨ કળામાં હોંશિયાર થયો છે. તે હવે યુવાન થયો છે. તેના માટે ઘણી કન્યાઓ આવે છે. ઘણું કાલાવાલા કરે છે પણ મને એમ થયું કે તમે મારા જૂના મિત્ર છે તે તમારી દીકરી સાથે મારા દીકરાનું સગપણ કરીએ તે સોનામાં સુગંધ ભળે. તમારી દીકરી ડાહી, ગુણયલ અને હોંશિયાર છે. જે તેનું સગપણ મારા દીકરા સાથે થાય તે તેમની સંસારની ગાડી બરાબર ચાલે. આજ સુધી આપ મારા મિત્ર હતા, હવે મારે તમને મારા વેવાઈ બનાવવા છે. બેલે, શુભ કામમાં આપ મને સાથ આપશો ને? રત્નસાર તે આ સાંભળી હેબતાઈ ગયા. આ શેઠ શું બોલે છે ? તેમના પગમાં પડી એમને કાલાવાલા કરીએ તે પણ મારી દીકરી તેમના ઘેર ન હોય. જેમનું દેશમાં નામ હોય, રાજા પણ જેને માન આપે તેવા શેઠ હાલી ચાલીને મારા ઘેર આવીને મારી દીકરીનું માંગુ કરે ! મારી દીકરી કેટલી ભાગ્યશાળી ને પુણ્યશાળી કહેવાય! મારે ત્યાં પિસો તે ઘણે છે. મને ધનની ભૂખ નથી પણ આ શેઠને ત્યાં દીકરી દેવામાં એ આનંદ છે કે શેઠ-શેઠાણી ખૂબ ધર્મિષ્ઠ છે. ૩૬૦ દિવસ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર તે હોય જ. મહિનામાં છ છ પૌષધ કરે. તેમની લક્ષ્મી સંસારના કાર્યમાં બહુ જુજ વપરાય છે. ઝાઝી લક્ષમી દાનમાં વપરાય છે. દાનની સરિતા તે તેમના આંગણે વહ્યા કરે છે. આવા ધર્મધુરંધર, સદાચારી, દાનવીર પુણ્યવાન શેઠને ઘેર મારી દીકરી હોય?
૧૪