________________
શારદા શિમણિ ]
[ ૨૧૩ નાણાં ધીરે છે અને તેને ઉત્તેજન આપે છે. આ પાપ ક્યાં લઈ જશે? આ માછીમારે નદીમાંથી માછલા પકડવા પાણીમાં જાળ નાંખી. આ સમયે તે પાણીમાં અન્ય ધર્મના સંત ધ્યાન લગાવીને બેઠા હતા. આ સંત નદી કિનારે આશ્રમમાં રહેતા. રોજ સવારમાં નદીમાં સ્નાન કરવા જાય અને કઈ કઈવાર પાણીમાં ધ્યાન કરીને બેસી જાય. માછીમારે પાણીમાં જાળ નાખી. તેમાં નાની મોટી માછલીઓ આવી. સાથે સંત પણ તેમાં આવી ગયા. સંત તે ધ્યાનમાં એવા મસ્ત હતા કે માછીમારે જાળ નાંખી તો પણ તેમને ખબર ન પડી. માછીમાર જાળ ખેંચે છે, તેમાં પેલા સંત પણ ખેંચાઈ રહ્યા છે. માછીમારને જાળ ખૂબ વજનદાર લાગી. તેના મનમાં એમ કે આજે આ જાળમાં માછલાં વધુ પકડાયા હશે. સારું થયું. તે હરખાઈ ગયો. માછીમારે જાળ બહાર કાઢી. તેમાંથી માછલા બહાર કાઢી લીધા, ત્યારે જોયું તે સંત પણ જાળમાં ફસાઈ ગયા હતા. સંતને પણ જાળમાંથી મુક્ત કર્યા. માછલાં પાણી વગર તરફડી રહ્યા હતા. કિનારે આવ્યા ત્યારે સંત ધ્યાનમાંથી મુક્ત થયા. તેમનું ધ્યાન કેવું હશે ? જાળમાં ફસાયા, ખેંચાયા, છતાં ખબર પડી નહિ. સંતે આંખ ખોલીને જોયું તો સામે માછીમાર ઉભે હતો અને તેની બાજુમાં પાણી વગર માછલીઓ તરફડીયા મારી રહી હતી.
માછીમાર તે સંતને જોઈને ધ્રુજવા લાગ્યું. એ જમાનામાં પાપી આત્માઓ સંતને જોઈને ધ્રુજતા હતા. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮મા અધ્યયનમાં ગર્દભાલી મુનિ અને સંયતિ રાજાની વાત આવે છે. સંયતિ રાજા શિકાર કરવા ગયા હતા, રાજાથી ભયભીત બનેલું મૃગલું દોડીને મુનિ પાસે આવ્યું પણ રાજાએ દૂરથી તે મૃગ પર બાણું ચલાવ્યું અને મૃગ મરી ગયે. તે મૃગ ગર્દભાળીના ચરણમાં આવીને પડે છે. પિતાને શિકાર કયાં પડ્યો તે જોવા માટે રાજા ઉદ્યાનમાં આવ્યા. તે મુનિની પાસે પડેલો જોયેગર્દભાળી મુનિ તે ધ્યાનમાં હતાં. એમને કંઈ ખબર હતી નહિ પણ તેમની પાસે મૃગને પડેલે જઈને રાજા ધ્રુજવા લાગ્યા. તેમના મનમાં થયું કે આ મૃગ આ મુનિને હશે ! રાજાને ખબર નથી કે જૈનના સંતે કઈ પશુ-પક્ષીને રાખે નહિ. એટલે રાજા ધ્રુજવા લાગ્યા. હવે મારું આવી બન્યું. હવે હું મરી જઈશ. આ સંત એક આંખ ફે કે તો પણ કેટલાય માણસે બળી જાય એવી આ સંતમાં શક્તિ લાગે છે. પહેલા સંયમનો પ્રભાવ એટલે પડતું હતું કે લેકેને તેમને ડર લાગતો હતો. આજે તો જમાને જ જુદો આવ્યો છે.
સંયતિ રાજા મુનિના ચરણમાં પડીને માફી માંગે છે. મુનિએ તે સમયે ધ્યાન પાળ્યું. રાજા કહે છે મારી ભૂલ થઈ ગઈ છે. મને ખબર નહિ કે આ મૃગ આપને હશે! શિકાર કરવા જતાં તે મારાથી મરી ગયું છે. રાજા તે મુનિને લળી લળીને પગે લાગે છે ને માફી માંગે છે, પ્રજે છે. મુનિ બધું સાંભળે છે. ભગવાને કહ્યું છે કે હે મારો સાધક! તું ભાષા બોલે તો નિર્દોષ અને નિરવદ્ય ભાષા બોલજે પણ સાવદ્ય-પાપકારી ભાષા ન બેલીશ. કેઈને દુઃખ થાય, આઘાત લાગે તેવી ભાષા ન બોલીશ. ભાષાનો ઉપયોગ ન રાખે તે ભાષા કેવી બેલાઈ જાય છે !