________________
શારદા શિામણિ ]
[ ૨૧૧
આ ખજાનાની
સ'પત્તિ ભરેલી છે. આવા સુંદર મજાના ખજાના હાથમાં આવ્યા પછી સંભાળ ન રાખીએ અને જેમ તેમ વેડફી દઈએ તે આ જીવનધન હારી જઈ શુ.... આધ્યાત્મિક ધનના ખજાનાને સાચવવા માટે જ્ઞાનીઓએ ઉપાય બતાવ્યા છે. शान्ति तुल्यं तपेो नास्ति, न संतोषान्तरं सुखम् । न तृष्णायाः परो व्याधिः न च धर्मो दया परः ॥ સંસ્કૃત સુભાષિતકારે પણુ કહ્યુ` છે કે આ જગતમાં ઉત્તમ તપ હોય તે શાંતિ’ છે. કોઈપણ તપ શાંતિની તુલનામાં આવી શકતા નથી. શાન્તિ સમભાવમાંથી ઉત્પન્ન થાય છે. શાંતિ હાય ત્યાં સ્વાર્થીનું નામનિશાન રહેતું નથી. અશાંતિને ઉભી કરનાર સ્વા છે. સ્વાભાવના જાય અને નિઃસ્વાર્થ ભાવના આવે એટલે આપેાઆપ જીવનમાં શાંતિ આવી જાય છે, અને તે જીવનને ધન્ય બનાવી દે છે. અઘાર તપ સાધના કરનાર તપસ્વી પણ જો અશાન્તિની આગમાં બળતા હાય તા એના ભવાનીપર પરા વધતી જાય છે માટે કહ્યુ` છે કે શાંતિ સમાન કાઈ તપ નથી. આત્માને પરમ શાંતિ તે સક ના ક્ષય થયા પછી મળે છે. આ સ્થિતિ મેાક્ષમાં હેાય છે. આ શાંતિ મેળવવા માટે અપ્રમત્તદશા કેળવવી પડે છે.
બીજા પટ્ટમાં કહ્યુ` છે કે સંતાષ સમાન સુખ નથી. તમે બધા શુ' ઈચ્છે છે ? ચાહે ગરીબ હોય, મધ્યમ હોય કે શ્રીમ'ત હોય, બધા સુખને ઈચ્છે છે. તે સુખ માટે આત્મા જગતના ભૌતિક સાધનામાં ફાંફાં મારે છે પણ જ્ઞાની કહે છે કે ભૌતિક સાધનામાં સુખની શોધ કરનાર માનવી માર્ગ ભૂલેલા મુસાફરની જેમ સુખને બદલે દુઃખ મેળવે છે. જો તમને સુખની આકાંક્ષા હાય, સુખ મેળવવાની તમન્ના જાગી હાય તા જગતના પદાર્થો પરથી તમારી ષ્ટિને દૂર કરી દો. મળે તેટલામાં સંતાષ માનવાની મનેવૃત્તિ કેળવી લે. આ જગતમાં સ`તેાષથી આગળ વધીને ખીજું કોઈ સુખ નથી. પુણીયા શ્રાવક પાસે કૈટલી સંપત્તિ હતી ? છતાં તે સુખી હતા. અને મમ્મણ શેઠ પાસે ઘણુ ધન હોવા છતાં તે દુ:ખી હતા, કારણ કે તેના જીવનમાં સંતેષ ન હતા. જ્યારે પુણીયા શ્રાવક ખૂબ સંતેષી હતા. કદાચ પુણ્યાયે ખંગલેા, ટી. વી. ફ્રીજ, વીડીયેા, બધું મળી જાય અને આધુનિક જમાનાની નવીનવી સામગ્રીએથી તમારા રૂમ ભરાઈ જાય, છતાં તેનાથી તમે સુખી બની શકશે નહિ. જેમ જેમ પદાર્થોં મળતા જશે તેમ તેમ તમારી ભૌતિક ભૂખ ભડકે બળતી જશે, માટે સંતેષને તમારા જીવનના મુદ્રાલેખ બનાવી લેા અને વધુ ને વધુ મેળવવાની આંધળી દોટ એછી કરો; પછી તમને લાગશે કે હું મહાન સુખી છું.
ત્રીજા પદમાં કહ્યુ` છે કે તૃષ્ણા જેવી વ્યાધિ નથી. જગતમાં મોટામાં મેાટા રાગેા કયા ? તમે કહેશે। કે કેન્સર, ટી.બી., ભગ`દર, આ સિવાય બીજા અસાધ્ય રોગોના નામ તમે આપશેા, પણ એ અસાધ્ય રોગા જો અશાતા વેદનીય શાંત થશે તેા કદાચ મટી જશે પણ એક એવા ભયકર અસાધ્ય રોગ છે કે જેના કોઈ ઉપાય નથી. એનું નામ