________________
૨૧૦ ]
[ શારદા શિરેમણિ રત્નસાર શેઠને તે ખૂબ આનંદ થયો. મારી દીકરી નગરશેઠની પુત્રવધૂ બનશે! પુરંદર શેઠ કહે, એક વાર તમારી દીકરી લેવાની મારી ઈચ્છા છે. રત્નસાર શેઠના હૈયામાં આનંદ અને હર્ષના ભાવો એટલા ઉછળતા હતા કે બોલવા માટે તેમની પાસે કોઈ શબ્દો નહોતા. પુરંદર શેઠ કહે, કેમ શેઠ! કાંઈ બેલ્યા નહિ? મારી વાત તમને ન ગમી ? અરે શેઠ ! એ શું બોલ્યા ? કયાં તમે ને કયાં હું ! તમારી એ માંગણી કેવી રીતે ના પાડી શકું! આ તો મારે આવવું જોઈએ તેના બદલે તમે આવ્યા છે. મારું આવું સૌભાગ્ય કયાંથી! તો તમે હા પાડી છે એમ માનું ને! હા, આજથી મારી દીકરી તમારી. આ બધી વાત રત્નસુંદરી અંદર રૂમમાં ઊભી ઊભી સાંભળતી હતી. તેને પુણ્યસાર જે પતિ મળે તો તેમાં ભાગ્યવાન માનત, પણ આંટી પડી ગઈ છે. બધું ઉકેલવું સહેલ છે પણ આંટી ઉકેલવી મુશ્કેલ છે. તેણે જોયું કે મારા પિતા તે ખૂબ આનંદમાં આવી ગયા છે, એટલે હજુ તેને બોલાવી નથી તે પહેલાં તે તે બહાર આવી તેના મનમાં તે ઝાળ ઊઠી છે, આવીને તે જુરસામાં બોલવા લાગી :
મુજ સગપણ જે થાએ એહથી, તે ચડે મુજને આળ, 'ર કદી હું નહિ પરણું પુણ્યસારને, એ મુજ મનડાની હામ.
રત્નસાર કહે બેટા ! તું આ શું બોલે છે? અત્યાર સુધી મેં તને કદી ઊંચા સાદે બેલતી સાંભળી નથી અને આજે આ શેઠ બેઠા છે છતાં તું આ રીતે બોલે છે તેમાં મારું ગૌરવ હણાય છે. દીકરી ! કંઈક વિચાર કર. તારા બડા ભાગ્ય હોય ત્યારે આવું ઘર ને વર મળે. બાપુજી! હું સમજી-વિચારીને બોલું છું. શેઠને માટે મને ખૂબ માન છે. તેમને હું મારા પિતા સમાન માનું છું, પણ હું તેમના દીકરા સાથે લગ્ન કરવા જરાય તૌયાર નથી. દીકરી ! તને બોલતાં જરાય શરમ નથી આવતી ? આમાં આ શેઠનું અને તેના દીકરાનું હડહડતું અપમાન થાય છે. દીકરીને બાપ ઝંખવાણો પડી ગયે. તે રડી પડ્યા. શેઠ! મારી દીકરી નાલાયક નીકળી. આપ સામે બેઠા છે છતાં આવું બોલે છે? સર્પને દૂધ પાય તે ઝેર થાય તેમ આ દીકરીને કેટલા લાડકોડમાં ઉછેરી, સંસ્કાર આપ્યા, કેળવણી આપી, તેય આવી નીકળી ! શેઠ વિચારમાં પડયા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
શ્રાવણ સુદ ૧૦ ને શુક્રવાર :
વ્યાખ્યાન નં-૨૫
: તા. ૨૬-૭-૮૫
સમતાના સાધક, મમતાના મારક, અનંતગુણના ધારક એવા ભગવાને ભવ્ય અને ઉપદેશ આપતા સમજાવ્યું કે આ માનવ જીવન અણુમેલ ધનને ખજાનો છે. તમારા માનેલા ધનની વાત નથી આ તે આધ્યાત્મિક ધનની વાત છે. તમારે ખજાને હીરા, માણેક, નીલમ, મેતી, સોનું, પના આદિથી ભરપુર હોય છે, તેમ આ જીવન રૂપી ખજાનામાં સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, સરળતા, નિર્લોભતા આદિ અમૂલ્ય