________________
શારદા શિરેમણિ ]
( ૨૧પ દે. તમે શિકારના શોખીન બનીને આ મૃગલાને વીંધી નાખ્યું, તેને કેવું થયું હશે! સંયતિ રાજાએ તે મુનિના ઉપદેશથી દીક્ષા લીધી અને આત્મકલ્યાણ કર્યું. આ
પાપથી મુક્તિ માટેની યુક્તિ ઃ માછલાને પકડવા નાંખેલી જાળમાં સંત આવી ગયા. સંતને જોઈને માછીમાર મુજવા લાગ્યો. સંત કહે છે ભાઈ! દરેક જીવને જીવવું ગમે છે. આ માછલીઓ પાણી વિના તરફડીને મરી જશે, માટે પહેલાં એને પાણીમાં મૂકી દે. જે આ માછલા જીવતા રહેશે તે જ હું પણ જીવી શકીશ, નહિ તે માછલાની સાથે મારા પ્રાણ ચાલ્યા જશે. તું માછલાને મારીશ તો મારાથી ઘડી પણ જીવી શકાશે નહિ. માછીમાર કહે-મારી આજીવિકામાં વાંધો આવશે. મારે આ પાપી પેટ માટે બધું જ કરવું પડે છે. એ બધું થઈ પડશે. તું એ માટે ચિંતા ન કરીશ. આપ મને એ માટે શું કરશે? ભાઈ! માછલા પાણીમાં નાંખી દે, પછી તું મને ગામના રાજા પાસે લઈ જા. આ જૈનના સંત ન હતા. માછીમાર સંતને રાજા પાસે લઈ ગ, રાજા ન્યાયસંપન્ન હતા. માછીમાર કહે છે બાપુ! મેં માછલા પકડવા માટે જાળ નાંખી તેમાં આ સંત પણ આવી ગયા. એ મેં મેટો ગુનો કર્યો છે. આવું કરીને મેં મહાત્માની અશાતના કરી છે. મારે ગુને માફ કરે, પછી સંતે કહ્યું રાજન ! આ માછીમાર પિતાની આજીવિકા માટે જાળ નાંખીને માછલા પકડે છે. હું ત્યાં પાણીમાં ધ્યાનમાં બેઠો હતો એ તેને ખબર નહિ એટલે તેણે જાળ નાંખી, તેથી માછલાની સાથે હું પણ જાળમાં ફસાઈ ગયો. જે માછલા જાળમાં આવ્યા હતા તેને બચાવવા માટે મારા કહેવાથી તેણે પાણીમાં નાંખી દીધા છે. તેણે માછલાની સાથે મને પણ જીવતદાન આપ્યું છે. હવે એને આ પાપ કરવા ન પડે અને એની આજીવિકા બરાબર ચાલે તે માટે મારી તથા માછલાની જે કિંમત થાય તે એને આપો. - આ સાંભળી રાજા વિચારમાં પડી ગયા કે આ સંતનું શું મૂલ્ય આંકવું? રાજાએ એક હજાર રૂપિયા આપ્યા. માછીમાર તો ખુશ થયે, કારણ કે તેના ધંધામાં તો તેને આટલું બધું મળતું ન હોય. સંત કહે, મારી કિંમત એક હજાર રૂપિયા જ ? રાજા કહે, ના, તમારી કિંમત તે અમૂલ્ય છે. તેને એક લાખ રૂપિયા આપું તો આ મહાત્મા ખુશી થશે. સંતનું મુખ જોતાં લાગ્યું કે તેમને સંતોષ થયો નથી એટલે રાજા કહે, પાંચ લાખ. માછીમાર તો વિચારમાં પડી ગયો કે આ સંતે તે મારા ઉપર કેટલી કૃપા કરી! સંતે કહ્યું-પાંચ લાખ પણ બરાબર નથી. પહેલાના રાજા સંતને ક્યારેય નાખુશ ન કરે. તે સમજતા કે તેમના સંતેષમાં અમારું જીવન છે. મહારાજા કહે અડધું રાજ્ય આપી દઉં ! તે પણ સંતના મુખ પર આનંદની રેખા ન ફરકી. છેવટે આખું રાજ્ય તેને આપીને હું હાથે પગે નીકળી જાઉં! આટલું કહ્યું છતાં સંત ખુશી ન થયા. તે હવે હું શું આપું? આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. આ શું? પણ સંત ખુશી થતા નથી. બધા વિચારમાં પડી ગયા કે આ સંતને પિતાની કિંમત કેવી રીતે કરવી છે તે સમજાતું નથી. બધા મુંઝવણમાં મૂકાઈ ગયા. ત્યાં એક ચતુર બુદ્ધિશાળી મહંત આવી પહોંચ્યા.