________________
૧૯૦ ]
[ શારદા શિરોમણિ ખૂબ વટ ઉપર આવી ગઈ. પુણ્યસારના મનમાં આ કાંટો ખટકે છે. બસ, હવે હું તેને કરી બતાવું. આ તેના મનમાં વટ છે. વાત જયારે વટ ઉપર જાય છે ત્યારે જીવનમાં કેવી સ્થિતિ સર્જાઈ જાય છે. આ વટ જે ધર્મમાં કરે તો આત્માનું કામ થઈ જાય.
અમે અમદાવાદમાં હતા ત્યારની બનેલી વાત છે. બે વરઘડિયા લગ્ન કરીને મહારાજના દર્શન કરવા આવ્યા. બાજુમાં અમારે ઉપાશ્રય હતું. ત્યાં આવ્યા. સંતના દર્શન કર્યા પછી સંત કહે છે. હવે તમે બંને શું કરશો ? ત્યારે બે વર્ષે જે નાનું હતું તે વરઘડિયું કહે છે, જે આ દીક્ષા લે તો અમે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરીએ હજુ છેડાછેડી છેડી નથી. મીંઢળ છેડયા નથી. કોડભર્યા આવ્યા છે. જે મોટા હતા તે પતિ–તેની પત્નીને પૂછે છે બેલ, શું કરવું છે ? જો આપણે દીક્ષા લઈએ તે આ બંને જાવજીવ બ્રહ્મચર્યની બાધા લે. બેલ, તારી ઈચ્છા છે ? પત્નીએ તરત હા પાડી. તેઓ ગુરૂભગવંતને કહે છે અમને ૨૧ દિવસમાં જે મુહુર્ત આવે તે કાઢી આપે. ગુરે પણ આ જોઈને છક થઈ ગયા. કેવા હળુકમી આત્માઓ હશે! એક ક્ષણે સંસારથી બંધાયા અને બીજી ક્ષણે તેનો ત્યાગ કરવા તૈયાર થયા! ૨૧ દિવસે ગુરૂએ તેમને દીક્ષા આપી. તેમણે દીક્ષા લીધી કે તરત પેલા નવદંપતીએ આજીવન બ્રહ્મચર્ય સ્વીકારી લીધું. “કમેં શુરા અને ધર્મે શૂરા.” આ તે વટમાં ચઢયા તે કામ કરી ગયા. આ રીતે તમે પણ દાન, શિયળ અને તપન વટ રાખશો તે આત્માને લાભ થશે.
અહીં પુણ્યસાર અને રત્નસુંદરી બંને વટમાં આવી ગયા. તે સમયે તો બંને ત્યાંથી છૂટા પડી ગયા. દિવસે જતાં વાર લાગતી નથી. દિવસે પછી મહિનાઓ અને મહિનાઓ પછી વર્ષો ચાલ્યા કરે છે. અહીં પુણ્યસારનો અભ્યાસ પૂરો થયે. પુણ્યસાર વિદ્યામાં ખૂબ હોંશિયાર છે એટલે ગુરૂને તેના પ્રત્યે સદ્ભાવ છે. તે જાય છે ત્યારે ગુરૂ એને ઘેર મૂકવા ગયા. શેઠે તેમને ગુરૂ દક્ષિણામાં ઘણું આપ્યું. પુણ્યસારને ત્યાં કેઈ કમીના ન હતી. તે પિતાની સાથે પેઢીએ જવા લાગ્યા. પિતાને ધંધો ધમધોકાર ચાલો હતો. પુણ્યસારની બુદ્ધિ તો ખૂબ છે. વેપારમાં કુશળ થઈ ગયે પણ તેના મનમાં એક લગન હતી કે કેમ કરીને રત્નસુંદરીને પરણું? હું જે બે છું તે કેવી રીતે સિદ્ધ કરું? જે બોલેલા વચન પાળતા નથી તે કાંકરા સમાન છે. તેને રત્નસુંદરીનું અભિમાન ઉતારવું હતું. તે માટે મનમાં ઉપાય શોધવા લાગ્યા. આ વિચાર ને ચિંતામાં તેની ઊંધ અને ભૂખ ઉડી ગયા. પેટ ભરીને ખાય પણ નહિ. આ ચિંતાથી તેનું શરીર સૂકાવા લાગ્યું. મુખ પરનું તેજ ઓછું થવા લાગ્યું. એકનો એક દીકરે, માબાપ આ કેવી રીતે જોઈ શકે? વૈદો હકીમને બેલાવ્યા. દવાઓ કરાવી પણ રોગ હોય તે મટે ને? તેને રેગ તનને ન હતો, પણ મનને હતો.
પુણ્યસારે શેબેલે ઉપાય – એક દિવસ પેઢી પરથી વહેલે આવીને શૂન્ય ઘરમાં જઈને સૂઈ ગયે. બપોરે પુરંદર શેઠ જમવા આવ્યા ત્યારે પુસારને ન જે. નેકરને પૂછે છે, પુણ્યસાર કયાં ગયો ? એ પેઢી પર તો છે નહિ. તે કયાં ગમે ત્યારે