________________
૨૦૪ ]
| શારદા શિરેમણિ જોતાં આનંદ મળે અને જે જેવા યોગ્ય હોય તેને દર્શનીય કહે છે. જે મનને ગમે તે હોય તે અભિરૂપ અને એકદમ અનુપમ સુંદર હોય તેને પ્રતિરૂપ કહે છે. આ શબ્દો દ્વારા શાસ્ત્રકાર એ બતાવે છે કે આ કેલ્લાક સંનિવેશ એ સમયમાં ધનમાં, માણમાં, સદાચારમાં અને સુંદરતામાં ખૂબ આગળ વધેલો હતે.
વાણિજ્ય નગરીના એવા ભાગ્યેય છે કે તેમની આજુબાજુના નગરોની વસ્તી પણ સારી હતી. આનંદ ગાથાપતિ જેવા સુખી, સમૃદ્ધ, ઈજજતવાન અને આબરૂદાર હતા તેવા તેમના મિત્રો, જ્ઞાતિજને, સ્નેહીઓ, સંબંધીઓ કલ્લાક સંનિવેશમાં વસેલા છે. આનંદ ગાથા૫તિના સગાસંબંધી, મિત્રો બધા કેટલાક સંનિવેશમાં રહેતા હતા. કેલ્લાક પુણ્યવાન નગર છે. જે નગરની ચઢતી થવાની હોય તે નગરમાં લોકોને રાગદ્વેષ ઓછા હોય, કેઈની ચઢતી જોઈને ઈર્ષા ન કરે.
એક કૂવાના કાંઠે ખેડૂત બળદ સાથે હળ જેડીને ખેતર ખેડી રહ્યો હતો. કૂવામાંથી પાણી કાઢીને બળદને પાણી પીવડાવતો હતો. તે સમયે એક ભાઈ દેડતા આવ્યું અને બૂમો પાડવા લાગ્યા. ખેડૂત! ખેડૂત સમજી ગયો કે આ ભાઈ કાંઈ પૂછવા માગત હોય એવું લાગે છે. તેણે બળદને ઉભા રાખ્યા. ખેડૂત આવનાર ભાઈના મુખના હાવભાવ અને રેખા જોઈને સમજી ગયે કે આ માણસ કેવો છે? આવનાર માણસ પૂછે છે ભાઈ ! આ ગામની વસ્તી કેવી છે? ચકર માણસ સામા માણસની રહેણી કહેણી, બોલવું, ચાલવું, જેઈને પારખી જાય કે આ માણસ કેવો છે? ખેડૂતે પેલા ભાઈને પૂછયું-ભાઈ! તમારું નામ શું? તમે કયાંથી આવ્યા છે? આવનાર માણસે કહ્યુંહું મારા ગામથી કંટાળીને આવ્યો છું. મારા ગામમાં એક પણ માણસ સારે કે સદ્ગુણી નથી. જ્યાં સારા માણસો વસ્યા હોય ત્યાં મારે રહેવું છે. હું તમારી સલાહ લઉં છું, કે તમે વસ્યા છે તે ગામ કેવું છે ! હું સારા ગામની શોધમાં છું. ખેડૂત સમજી ગયો કે પાંચ પચીસ માણસને ખરાબ કહે તે ઠીક પણ આ કહે છે કે ગામમાં એક માણસ પણ સારો નથી માટે એ જ સારે નથી. કેઈ કહે-મારા સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ બધા ખરાબ છે. જે આખા ઘરનાને ખરાબ કહે એ પિતે જ ખરાબ હોય. ખેડૂતે વિચાર કર્યો કે મારું ગામ તો સરસ છે પણ તેમાં જે એક અંગારો આવી જશે તો ગામના બધાને ખરાબ કરશે. ખેડૂતે કહ્યું ભાઈ! આ ગામ ખરાબ છે, એમ કહ્યું એટલે પિલે ચાલ્યા ગયે.
| સ્વદોષદર્શનને પ્રભાવઃ-આ ખેડૂતની સાથે તેને યુવાન દીકરે ઉભો હતો. તેને ક્રોધ આવ્યો. મારા પિતા આપણા ગામનું વાંકું કેમ બોલે છે? તે કહે છે ગામના માણસે સારા નથી તો શું બધા ખરાબ છે? તેને ખૂબ ગુસ્સો આવ્યો. કુહાડી લઈને મારા બાપને મારું, પણ થોડીવાર તે ખમી ગયે. ત્યાં થોડી વારે બીજે માણસ ત્યાંથી નીકળ્યો. તેણે પૂછયું ભાઈ! આ નગરમાં કેવા માણસો વસે છે? ભાઈ! તમારે શું