________________
૨૦૨]
(શારદા શિરેમણિ માને છે. એ એમ સમજે છે કે આ જીવન મળ્યું છે તો પૂરું કરવાનું છે. જે કાંઈ પ્રવૃત્તિ ન કરીએ તો જીવન કેવી રીતે જાય? એમ સમજી પિતાના જીવનકાર્યને સામાન્ય અને તુરછ બનાવી બેઠા છે. આત્માના આંતર વૈભવની ઓળખાણ બરાબર થાય તો પછી સંસારની દરેક કિયા ખાવાની હોય કે સૂવાની હોય, પરિભ્રમણની હોય કે પ્રવાસની હોય તો એમ લાગશે કે આ બધી ક્રિયાઓ મારા દેહને ટકાવવા માટે છે. દેહના રક્ષણ માટે છે. પણ દેહ દ્વારા જે હું સાધના કરું તે આત્માના પ્રકાશને પામી શકું છું. આ દેહની અંદર બેઠેલે આત્મા પ્રકાશ પુંજ છે. તે આત્મામાંથી પરમાત્મા બની શકવાને છે.
ઈતિહાસમાં વાત આવે છે. દીનબંધુ એન્યુઝ ખૂબ સેવાભાવી અને દેશભક્ત હતા. તે ઈગ્લેન્ડમાં શેરીએ શેરીએ ફરતા અને જે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય એમને દારૂ અને જુગારના ભયંકર પરિણામો સમજાવતા અને એમને સુધારવા માટે પ્રયત્ન કરતા હતા. એક ગલીમાં એક જુગારી દારૂડિયો હતો. એને સમજાવવા માટે દીનબંધુ રેજ ટકેર કરે તે આ દારૂડિયાને ગમતું નહિ. એક દિવસ તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું--હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે તમારે ઉપદેશ બંધ કરે. મારે તમારે ઉપદેશ સાંભળ નથી. મને તમારા ભગવાનમાં જરાય વિશ્વાસ નથી, તે પછી જ ને રોજ આ એક જ વાત શા માટે કરે છે? દીનબંધુએ એટલી શ્રદ્ધાથી ને શાંતિથી કહ્યું–તારી વાત સાચી છે. તેને ભગવાનમાં વિશ્વાસ નથી પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે. તે ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવ્યો પણ ભગવાને હજુ તારામાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. પેલે માણસ આ સાંભળી વિચારમાં પડી ગયે. આ શું કહે છે? આપે શું કહ્યું? ફરીવાર બેલેને ! મેં તને કહ્યું કે તને ભગવાનમાં વિશ્વાસ નથી પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે. હું આ જુગારી, દારૂડિયે છતાં મારામાં હજુ વિશ્વાસ છે ! હા. પ્રભુ જાણે છે કે હજારો વર્ષો જુને ગાઢ અંધકાર હોય પણ ત્યાં પ્રકાશને સંભવ છે. ગુફામાં ભલે હજારો વર્ષો જુને અંધકાર હોય પણું પ્રકાશ કદી હારતો નથી, પ્રકાશ થતાં એમાં અજવાળું ફેલાઈ જાય છે.
માનવીના હૃદયમાં ગમે તેટલું અંધારું હોય, જીવનમાં ગમે તેટલા વ્યસને કે ખરાબીઓ ભરેલા હોવા છતાં કેઈ નિમિત્ત મળતાં એક દિવસ સાચા રસ્તે આવી જાય છે. અર્જુન માળી કે પાપી હતું. તેના જીવનમાં કે ગાઢ અંધકાર હતો પણ ભગવાનને સંગ થતાં તેના જીવનને અંધકાર દૂર થયેને પ્રકાશ પથરાઈ ગયે. માનવી બહારથી ગમે તે ખરાબ દેખાતો હોય પણ તેના આત્મામાં આંતરવૈભવ તે છૂપાયેલે પડ્યો છે, તે નિમિત્ત મળતાં પ્રગટ થઈ જાય છે. દુનિયામાં કઈ એ માણસ નહિ મળે કે જેના જીવનમાં આંતરવૈભવના અનુભવની ઈચ્છા ન જાગી હેય ! આ ઈચ્છાને જેમ જેમ ખાતર મળતું જાય, સિંચન મળતું જાય તેમ તેમ એ વધારે પ્રજ્વલિત બને છે. જીવનનું ધ્યેય જડી જાય તે આત્મામાં છુપાયેલે આંતરવૈભવ પ્રગટ કરવાની