________________
૨૦૦]
[ શારદા શિરેમણિ પણ ગુરૂના તે હેશકશ ઉડી ગયા. તેમને થયું કે આ મરીને નરકમાં જશે. ગુરૂ કાંઈ બેલ્યા નહિ. તેમનું મુખ પડી ગયેલું જોઈને રાજપુત્ર કહે છે ગુરૂદેવ ! કેમ મુખ પડી ગયું? મેં આપની આજ્ઞા પ્રમાણે જ્યાં મને કોઈ જોતું નહોતું ત્યાં જઈને મેં કુકડાનું માથું કાપ્યું છે. શિષ્ય ! તને વિચાર ન આવ્યો કે ભલે અહીં બીજું કઈ જોતું નથી પણ ભગવાન તો મને દેખે છે ને ! ગુરૂ ગંભીર હતા તે બેલ્યા નહિ કે તું નરકમાં જઈશ. પછી પ્રધાનપુત્રને બોલાવ્યો. તેણે કહ્યું, મને કઈ માનવ તો જોતા હેતા પણ ઝાડે બેઠેલા પંખીઓ મને જોતા હતા. એટલે કુકડાનું માથું કાપ્યા વગર પાછો આવ્યો છું. ગુરૂ સમજી ગયા કે આ દેવલેકમાં જશે. ત્રીજે નગરશેઠને દીકરે આ -તેણે કહ્યું કે આપે મને કહ્યું હતું કે કઈ દેખે નહિ ત્યાં કુકડાનું માથું ઉડાવજે, પણ મારા ગુરૂદેવ ! બીજા કેઈ જુવે કે નહિ પણ જ, બે કોડ કેવળી ઉ૦ નવ કોડ કેવળી અને અનંતા સિદ્ધ ભગવંતે તો મને જોઈ રહ્યા છે. એટલે કુકડાનું માથું કાપ્યા વગર પાછો આવ્યો છું. ગુરૂ સમજી ગયા કે નગરશેઠને દીકરે મેક્ષમાં જશે પ્રધાન પુત્ર દેવલેકમાં અને રાજપુત્ર નરકમાં જશે. વેપાર ધંધા કરતા, પાપની ક્રિયા કરતા આટલું યાદ રાખજો કે કેવળી ભગવંતે તે મને જોઈ રહ્યા છે તો તમારો આત્મા પાપથી પાછો પડશે. જે શાંતિ જોઈતી હોય તો એકાંતમાં વાસ કરે ને પાપભીરૂ બનો. વધુ અવસરે.
ચરિત્ર -પુણ્યસારને તેના માતાપિતાએ ખૂબ પૂછ્યું ત્યારે શરમાતા શરમાતો બે, બાપુજી! હું મોટો થયો છું. આપ મારા માટે સારી કન્યાની શોધ કરી છે, તે મારા માટે બીજી કઈ કન્યા શો નહિ. મારે તો આ નગરમાં રત્નસાર શેઠની દીકરી રત્નસુંદરી છે તેની સાથે લગ્ન કરવા છે. મારા માટે કન્યા જુઓ તો એ કન્યા જજે. જો તમે મારી ઈચ્છા પૂરી કરવા માંગતા હો તો આટલી ઈચ્છા પૂરી કરો. શેઠ કહે દીકરા, એમાં તે શી મોટી વાત! આ માટે તું સૂકાતે જાય છે? પિતા કયાં જાણે છે કે તે ગુરૂકુળમાં ભણતો હતો ત્યારે ચડસા ચડસી થઈ છે, અને તેઓ વટ પર ગયા છે. શેઠ કહે ભલે, તે શેઠ પણ આપણા જેવા શ્રીમંત, આબરૂદાર, ખાનદાન શેઠ છે. સંપત્તિમાં તે અડધો ઇંચ જેટલા નાના કહેવાય છતાં માથું મૂકીશ પણ દુઃખને વિષય એ છે કે દીકરીવાળા સામેથી કહેણ લઈને આવે. છોકરાવાળા કહેવા ન જાય, છેકરાવાળા સામેથી કન્યાનું માંગુ લેવા જાય એ થેડી નાનપ લાગે. છતાં છોકરો હઠે ચડે છે એટલે શેઠને હા પાડવી પડી. દીકરો કહે છે, જ્યાં સુધી આપ મને નક્કી ન કરી આપો ત્યાં સુધી મારે ખાવું પીવું નથી, દીકરા ! તું શું બોલે છે? છોકરીવાળા આપણે ઘેર માંગુ લઈને આવે તેના બદલે તારું માંગુ લઈને જઈશ તો તારી કિંમત ઘટશે અને લગ્ન પછી ભવિષ્યમાં જે મન ઉંચું નીચું થશે તે તરત મેણું મારશે કે તમારે ગરજ હતી તો મને સામેથી લેવા આવ્યા હતા. શેઠ ગમે તેવું કહે છતાં પુણ્યસાર પિતાના પેટની ગુપ્ત વાત કઈને કરતો નથી.