________________
[ ૧૯૯૮
શારદા શિરમણિ ] છું. છતાં બધામાં છું. ભગવાને અમને પણ કહ્યું છે કે હું મારા સાધક! તું ગામમાં હોય કે નગરમાં હેય, રણમાં હોય કે વનમાં હેય, ગમે ત્યાં હોય પરંતુ બધેય મહાવ્રતનું પાલન એક સરખું કરવાનું. એકાંતવાસને અર્થ એ છે કે તું મનન, ચિંતન કર કે “ મે સારો સવા” શાશ્વત એવો આત્મા હું છું, બાકી બધું અનિત્ય છે. આ શરીર પણ મારું નથી. જે શરીર તદ્દન નજીકનું સગું છે. અહીં આવે ત્યારે ધન, માલ, મિત, પત્ની, બાળકે બધું મૂકીને આવે છે પણ શરીરને તે સાથે લઈને આવે છે. એ શરીરનો પણ રાગ રાખવાને નથી. જ્યારે શરીરને રાગ છૂટે પછી બીજે રાગ પણ રહે નહિ. છેલ્લે તો આ શરીરને પણ સરાવી દેવાનું છે. શાશ્વત એક મારો આત્મા છે. હું કઈ ભૂલ કરું, મારાથી કઈ પાપનું સેવન થઈ જાય ત્યારે સમજજે કે હું એકલો નથી, મને ઘણું જુએ છે.
એક વખત ગુરૂકૂળમાં ત્યાંના ગુરૂને સવપ્ન આવ્યું કે અત્યારે તમારી પાસે જે ઊંચા વિદ્યાર્થી છે તેમાંથી એક દેવગતિમાં, એક મેક્ષમાં અને એક નરકગતિમાં જશે. ગુરૂને ચિંતા થઈ કે મારી પાસે ભણનારો શું નરકમાં જશે ? અત્યારે ત્રણ ઉંચા વિદ્યાર્થીઓમાં એક રાજાને પુત્ર છે, એક પ્રધાનને પુત્ર છે અને એક નગરશેઠને દીકરે છે. આ ત્રણમાં નરકમાં કેણ જશે? તેની ગુરૂને ચિંતા થઈ, એટલે તેમને પરીક્ષા કરવાનું મન થયું. ગુરૂએ ઘઉંના લોટને પિંડ બનાવીને તેને ત્રણ કુકડા બનાવ્યા. આ ત્રણ વિદ્યાર્થીઓને આપ્યા અને કહ્યું કે દીકરાઓ! તમને આ કુકડા આપું છું, તે લઈને જંગલમાં જજે અને કઈ પણું દેખે નહિ તેવી જગામાં જઈને કુકડાનું માથું કાપી નાખજે. ગુરૂની આજ્ઞા તહત કરીને ત્રણે ગયા. ખૂબ દૂર ગયા. નગરશેઠને દીકરે એક જગાએ બેઠો. અહીં કેઈ નથી. મને અહીં કેઈ જેશે નહિ પણ તરત મનમાં વિચાર આવ્યો કે મેં જૈન ગુરૂ ભગવંતે પાસેથી સાંભળ્યું છે કે આપણે કોઈ પણ પાપ કરીએ તે જઘન્ય બે કોડ કેવળી ઉત્કૃષ્ટ નવ કોડ કેવળી તથા અનંતા સિદ્ધ ભગવતે જુએ છે. પાતાળમાં પેસીને કર કે ભેંયમાં પેસીને કર પણ આ બધા તે સમયે સમયે જાણી રહ્યા છે, અને જોઈ રહ્યા છે. તે હું કયાં જઈને કુકડાનું માથું કાપું? મારે નથી કાપવું. તમે ધંધો કરતા હો, કાળા, ધોળા, માયા, કપટ, અનીતિ કરતા હો ત્યારે યાદ આવે છે કે હું આ પાપ કરું છું તે કેવળીભગવંતે અને સિદ્ધ ભગવંતો જોઈ રહ્યા છે !
પ્રધાનપુત્ર થોડો આગળ ગયો. ત્યાં તેણે જોયું કે અહીં મનુષ્ય કઈ દેખાતા નથી. તેઓ મને જતા નથી પણ ઝાડે બેઠેલા પંખીઓ તે જુએ છે. હવે મારાથી કપાય નહિ. રાજાને દીકરે છેડે વધારે દૂર ગયે. જોયું તે કઈ દેખાતું નથી, તરત કુકડાનું માથું કાપી નાંખ્યું. ત્રણે પાછા આવ્યા. ગુરૂ રાજપુત્રને પહેલા પૂછે છે ભાઈ તે શું કર્યું? ગુરૂભગવંત! મને કઈ જોતું નહોતું ત્યાં જઈને મેં કુકડાનું માથું કાપ્યું છે. મેં આપની આજ્ઞાનું પાલન બરાબર કર્યું છે. રાજપુત્ર વાત કરતાં હરખાય છે