________________
શારદા શિશમણિ ]
[ ૧૭ કાઢયે જ છૂટકે. સડી ગયેલા શબને હવે અગ્નિદાહ દેવા જાઉ. શેઠે આ નિર્ણય તે કર્યો પણ તેને અમલ કરે એ ઘણું કઠીન હતું કારણ કે એની પાસે ઉભા રહેવું મુશ્કેલ છે તે પછી એને ઉપાડવું તો કેવી રીતે ? તેમણે બધા માણસોને કહ્યું કે આપ બધા આવે તો આ શબને અગ્નિસંસ્કાર કરવા જઈ એ. બધા કહે, અમે નહીં આવીએ. હવે શું કરવું? શેઠે એબ્યુલન્સ બોલાવી. ડ્રાયવરને બધી વાતની ખબર પડી એટલે તેણે પણ પહેલા તે ના પાડી. હું નહીં લઈ જાઉં. જે શરીર આપણને વહાલું છે, રાતદિવસ તેની આળપંપાળ કરીએ છીએ પણ ચેતનદેવ ગયા પછી તેને ઉપાડવા કઈ તૈયાર નથી. છેવટે શેઠે ડ્રાઈવરને અમુક રકમ આપી, પછી મડદાને શમશાને લઈ ગયા. તેને પેટ્રોલ છાંટીને બાળી મૂકયું. આ યુવાન પુત્રનું મૃત્યુ થયું ત્યારે જે લઈ જવા દીધું હોત તો આ દશા આવત!
આ તો મડદાની વાત કરી. શેઠે ૧૦ દિવસે પણ મડદાને આપ્યું તો ખરું ને! અહીં જ્ઞાની શું સમજાવે છે કે “જીવતા માણસને શ્મશાને મૂકવા જવાય નહિ અને મરેલા માણસને ઘરમાં રખાય નહિ.” ગમે તે વહાલસોયો એકને એક દીકરે હોય તો પણ મૃત્યુ બાદ તેને ઘરમાં રખાય નહિ, અને છેક કાફર હોય, ઘરમાંથી લૂંટી જતો હય, સાતે વ્યસનમાં પૂર હોય છતાં એવા દીકરાને મશાને મૂકવા જવાય નહિ. આ ન્યાય સાથે આત્માની વાત કરવી છે.
મડદા સમાન પાપો છે. જીવનમાં કરેલી ભૂલે છે. અનંતકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. તે જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પાપ કરવામાં બાકી રાખ્યું નથી. કૂતરાના ભાવમાં ગયે તે બિલાડીને મારવાના પાપ કર્યા. બિલાડીના ભાવમાં પારેવા અને ઉંદર આદિ મારવાના પાપ કર્યા. અરે, ચકલીના ભાવમાં પણ એની હિંસા કરી. એક ભવ તે એ બતાવો કે
જ્યાં પાપ ન કર્યા હોય. જીવ બધા ભવમાં પાપ કરતા આવ્યો છે. એકેન્દ્રિયમાંથી દુઃખે વેઠતો વેઠતો અકામનિર્જરા કરતા પુણ્યનો એક ભેગો થયો ત્યારે આજે આ મનુષ્યભવમાં આવ્યો છે. હવે આ ભવમાં કંઈક સમજે, ડાહ્યા થાવ. ઘરમાં, વેપારધંધામાં, પરિવારનું પાલન પોષણ કરવામાં, સંસાર ચલાવવામાં તે ડાહ્યા છે, આ ડહાપણ તે આ ભવ પૂરતું છે. હવે આત્મકલ્યાણના કાર્યો કરવામાં ડહાપણ લાવે. અનંતા ભવથી જીવ પાપ કરતા આવ્યો છે. “મરેલા માણસને ઘરમાં રખાય નહિ, તેમ પાને આપણું આત્મઘરમાં રખાય નહિ.” જે છોકરાના મડદાને ઘરમાં વધુ દિવસ રાખ્યું તે દુર્ગધ છૂટી ગઈ અને કલકલ કીડા થઈ ગયા તેમ આપણા આત્માએ પણ પાપને ભૂલેને, દોષોને આત્મઘરમાં પાળી – પિષીને સંઘરવા જેવા નથી. મડદાની હાજરી જેમ ઘરમાં શેકમય વાતાવરણ પેદા કરે છે તેમ પાપોની હાજરી આપણા જીવનમાં કલેશમય વાતાવરણ પેદા કરે છે, પછી પ્રસન્નતાભર્યું વાતાવરણ ઊભું થવું મુશ્કેલ બની જાય છે. મડદાને વધુ દિવસ રાખતાં ગંધાઈ ઉઠયું, એમાં કીડા ખદબદવા લાગ્યા એટલે શેઠે પણ તેને ઘરમાં ન રાખ્યું, તેમ જે પાપને આત્મામાંથી