________________
[ ૨૦૫
શારદા શિરેમણિ] કામ છે? ભાઈ! મારે સ્વભાવ, મારી પ્રકૃતિ સારી નથી. તમારું ગામ સારું હોય ને હું વસવાટ કરું તો બીજાને પણ ખરાબ કરું. ખેડૂત કહે ભાઈ ! આપ સુખેથી મારા ગામમાં વસે. આ૫ આવે. અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે કહે છે કે હુ સારો નથી, માટે આપ સારા છો. તમારા મુખ પર સરળતા, સૌમ્યતા, ગંભીરતા દેખાઈ આવે છે. કદાચ કીધ આવી ગયો હશે પણ તેને આપને પશ્ચાતાપ છે. આપ કહો છો કે મારામાં અવગુણનો પાર નથી માટે આપ ગુણવાન છો. આપ અમારા ગામમાં વસ. આપના સંગમાં રહેવાથી લેકે પિતાના દોષ જેવાની કળા શીખશે. આ બધી વાત યુવાન પુત્ર સાંભળી. તેણે કહ્યું પિતાજી! આપે એકને વિદાય કર્યો અને એકને વસવાનું કહો છો. આમ કેમ? દીકરા ! પહેલે માણસ આવ્યા તે ઝગડાખોર હતો. હું સત્ય વાત કહું તો એ આ ગામમાં રહે. તેના રહેવાથી ઝગડા વધે, માટે મેં અસત્ય બોલીને તેને વિદાય કર્યો. આ માણસ ખૂબ સરળ અને ભદ્રિક છે. તે બીજાના દોષને જોતો નથી અને પિતાની નાની ભૂલને મોટા રૂપમાં લાવીને તેને એકરાર કરે છે. કેવી રીતે? ન્યાયથી સમજીએ.
આપણું આંખ છે એ શું કામ કરે છે? જવાનું, પણ સાંભળવાનું કે સુંઘવાનું કામ કરતી નથી. રસ્તામાં કચરાના ઢગલા પડ્યા હોય તે એ ઢગલાને આંખ જશે ખરી પણ એ કચરાને ગ્રહણ કરશે નહિ. તેને પિતાનામાં પ્રવેશવા નહિ દે. ગ્રહણ કરશે નહિ, એટલું જ નહિ પણ મનમાં તેના વિચારોને પણ રાખશે નહિ. આ વિશેષતાને કારણે આંખ પિતાના અસ્તિત્વને સુરક્ષિત રાખી શકે છે. આંખે જોવાનું કામ કર્યું પણ તે કહે, મારે મનમાં રાખવાની શી જરૂર? કચરાના ઢગલા સમાન આઠ કર્મના માટા ઢગલા પડ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, એ બધા કચરાના ઢગલા છે. કચરાના ઢગલા તે ત્યાં ને ત્યાં પડ્યા રહેશે. તમે જોયાં એટલે તમારી સાથે નહિ આવે, ત્યારે આ કચરાના ઢગલા તો આત્માની સાથે ભેગા જાય છે. આ કચરાને કચરા તરીકે નિહાળે જરૂર, પણ તેને આત્મામાં પ્રવેશવા દેશો નહિ. આપણો આત્મા તે સ્વતંત્ર છે. એ સ્વભાવમાં હોય ત્યારે કેઈમાં જોડાતા નથી. સંસારમાં અનેક જીની સાથે વસતા અનેક પ્રકારના પ્રસંગો બનતા હોય છે. એમાંથી કેટલાય પ્રસંગોમાં આપણી ઇરછા ન હોય છતાં ભાગ લેવો પડે છે. આવા સંગમાં એ પ્રસંગોથી રાગદ્વેષને કચરો આત્મામાં ન પેિસી જાય એની તકેદારી રાખવાની છે. આત્મા પિતાનાસ્વઘરમાં રહે ત્યારે આ કચરે એમાં પેસી શકતું નથી. આંખ દ્વારા જેવું, કાન દ્વારા સાંભળવું, નાકથી સુંઘવું, જીભથી ખાવું, એમાં પાપ નથી પણ એ ઈન્દ્રિયના વિષયેમાં વિકાર આવ્યો તો સમજવું કે પાપ આવ્યું. જમવા બેઠા, દાળભાત, રોટલી, શાક, પાપડ અધું ખાધું પણ જે તેના સ્વાદમાં આસક્ત બન્યા તે કર્મબંધન થયું પણ ખાતાં એ વિચાર કર્યો કે હે આત્મા! તારે સવભાવ અણુહારક છે. એ પદને હું કયારે મેળવીશ? કયાં સુધી મારે ખાવું પડશે ? આવા ભાવ આવે તો કર્મ બંધ એાછા થાય.