________________
શારદા શિરેમણિ ]
[ ર૦૧ શેઠ કહે–દીકરા! ભલે, તારી ઈચ્છા પૂરી કરીશ. દીકરો કહે-જે થવું હોય તે થાય. આપ મને નક્કી કરી આપે. હા. તારું નક્કી કરી આપીશ. એમ નહિ, પણ આપ કયારે જશે? બે ચાર દિવસમાં. મને શેઠ વિશેની વાતો તે સાંભળવા દે. શેઠ કેવા છે, ધમષ્ઠ છે? ખાનદાન છે ? બધે અભિપ્રાય મેળવી લઉં. કારણ કે આ તે કુંભારના ઘરનું હાંડલું નથી કે તે બદલાવી શકાય. દીકરાએ ચાર દિવસની મુદત માંગી. શેઠ ગંભીર છે. તે સમજે છે કે ઉતાવળા પગલા ન ભરાય. જે કાર્ય કરીએ તે ખૂબ વિચારીને કરવું જોઈએ. રત્નસાર શેઠ પ્રતિષ્ઠિત–આબરૂદાર છે. તેમને ત્યાં સામા પગલે દીકરા માટે જવું પડે છે તેમાં નાનપ લાગે છે, પણ છોકરો હઠે ચઢયો છે. માનતો નથી, છેવટે પુરંદર શેડ તેમના સગાવહાલાને લઈને રત્નસાર શેઠને ત્યાં ગયા. દૂરથી પુરંદર શેઠને આવતા જોઈ રત્નસાર શેઠ સામા ગયા. પધારે... પધારે.
ભલે પધાર્યા શેઠજી! પાવન કર્યું અમ ગેહ;
જે આજ્ઞા હોય તુમ તણી, ફરમા ધરી નેહ, આજે ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, ધન્ય દિન, આપના પુનિત પગલાં મારે ઘેર થયા. આજે ગરીબની ઝૂંપડી પાવન કરી. મારા કેટલા સદ્દભાગ્ય, આજે મારે ત્યાં સેનેરી દિવસ ઉગ્યો છે. સુખી સમૃદ્ધ શેઠ હોવા છતાં કેટલો વિવેક, વિનય અને ડહાપણ છે! આ રીતે ભાવભર્યા હૈયાના ઉમળકાથી શેઠનું સ્વાગત કર્યું. જાણે પાંચ લાખની લેટરી લાગી હોય તે શેઠને હરખ થયો. ચાપાણ કરાવ્યા પછી રસાર પૂછે છે, આપ મારે ઘેર કૃપા કરી પધાર્યા છો તે આપ કેઈ કામે આવ્યા હશો. એમ ન પૂછયું કે તમે કેમ આવ્યા છે? બેલવામાં કેટલે ઉપયોગ અને વિવેક છે! પુરંદર શેઠ મનમાં વિચાર કરે છે. હું આવ્યો છું તો કામે, પણ હવે મારે વાત કરવી કેવી રીતે ? શેઠ કેવી રીતે વાત કરશે તે અવસરે. શ્રાવણ સુદ ૯ ને ગુરુવાર : વ્યાખ્યાન નં. ૨૪ : તા. ૨૫-૭-૮૫
અનતજ્ઞાની મહાપુરૂષોએ કહ્યું છે કે આત્મા ઉદર્વગતિમાં જાય કે અધોગતિમાં જાય એ પિતાના કર્મોથી જાય છે. વૈમાનિક દે ઉર્ધ્વગતિમાં ગણાય. નારકી અને પરમાધામી છે તે અગતિ. આપણે વસીએ છીએ એ ત્રિલોક. ત્રિછાલેકમાં મનુષ, તિર્યંચ, વાણુ યંતર, જોતિષી અને જમકા દેવે એ બધા છે. હવે ઉદર્વગામી બનવું છે કે અધગામી બનવું છે? એને આધાર આપણા કર્મો પર છે. મનુષ્યનું શરીર એ માત્ર હાડ, ચામ અને લેહીનું બેખું નથી પણ એની પાસે કઈ દિવ્ય વસ્તુ છે. આંતર વૈભવ ભરપુર રહે છે. એ વૈભવ તરફ માણસની દષ્ટિ જાય, એ વૈભવને પિછાણે તે એ પોતાના જીવનને સમૃદ્ધ, સુંદર અને આશાવંત બનાવી શકે છે. આજે મોટા ભાગના માનવીઓ પછી એ ઉદ્યોગ પતિઓ હોય, મેટા વહેપારીઓ હોય કે મિલમાલિક હેય એ બધા પોતે જે કાર્ય કરે છે તેને વૈતરું સમજે છે, વેઠ