________________
૧૯૪]
[ શારદા શિરેમણિ જે વસતા હતા. આ નગરીની પ્રજા ખૂબ સુખી હતી. ભીખ માંગનારાં ભિખારી, ગરીબ કે કોઈ ચોરી કરનાર ન હતા. ડાકુઓ કે લૂંટારાઓને ભય ન હતો. નગરીના બધા જીવો સુખી હેય પછી ચાર, ડાકુ કે ભિખારી હેય જ ક્યાંથી ? પ્રજા નિર્ભયતાથી આનંદપૂર્વક રહેતી હતી. બધાના વિચારે શુદ્ધ અને વિશાળ હતા. બધા સંપથી રહેતા હતા. પ્રજા સુખી હતી. સાથે ધાર્મિક હતી. હિંસાનું નામનિશાન નહીં. ક્યાં એ સમયની નગરી અને ક્યાં આધુનિક યુગની નગરીઓ ! આજે કેટલા કતલખાના વધી ગયા છે! હિંસાના ભયંકર તાંડવ આ ભારતની ભૂમિ પર સર્જાઈ રહ્યા છે. જે ધર્મપ્રધાન દેશ કહેવાતું હતું તે આજે કર્મપ્રધાન બની ગયું છે એમ કહીએ તે કહી શકાય. છતાં એટલે ભાગ્યેાદય છે કે ભગવાનના સંત અહિંસાને ઝંડો લઈને દેશવિદેશમાં વિચરી રદા છે. અને જેને સાચા માર્ગે વાળી રહ્યા છે. તમારી ભવ્યતા જાગે તે સંતે હાલીચાલીને તમારા ગામમાં આવે અને તમને ટકોર કરીને જગાડે તો ટકોરે ચકોર બની જજો. તેમની ટકરને સહર્ષ વધાવી લેજો અને ધર્મારાધનામાં જીવન ઝૂકાવી દેજે. ધર્મ વિના ક્યાંય શાંતિ મળવાની નથી. જ્યાં સુધી કર્મો સત્તામાં પડેલા છે તે વિપાક ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી જીવનની સાધના કરી લે.
ક પ્રદેશઉદયે ભગવાય તે તે આપણને ખબર પડતી નથી પણ જયારે વિપાક-ઉદયમાં આવે છે ત્યારે જે પૂર્વના વૈર હશે તો તમારી પત્ની પણ તમારી નહિ રહે. સમરાદિત્ય ચરિત્ર વાંચીએ ત્યારે થાય કે શું કર્મરાજા તમારી ભયંકરતા ! પતિ, પત્ની, મા, દીકરો એવા તદન નજીકના સંબંધમાં વૈર લીધા! મહાશતકજી ભગવાનના ધર્મ ધુરંધર શ્રાવક હતા છતાં તેમની પત્ની રેવતી કેવી નીકળી ! જે અર્ધાગના કહેવાય. પતિના સુખે સુખી અને દાખે દુઃખી રહે તેના બદલે મહાશતકજી પૌષધમાં ધ્યાનમાં મસ્ત હતા તે તક જોઈને
ત્યાં ગઈ. તે સમજતી હતી કે એ ધ્યાનમાં ગમે તેવી કસોટી થશે તે પણ ચલિત નહી થાય. પિતાના પતિ મહાશતકને જીવતા સળગાવી દીધા. શું પત્ની આવું કાર્ય કરી શકે ? સૂરિકંતાએ પિતાના પતિ પરદેશી રાજાને ઝેર આપ્યું અને છેવટે ગળે ટૂંપો દઈને મારી નાખ્યા. પત્નીનું હૃદય આવું હોય ! પરદેશી રાજાએ સમતા રાખી. એ મરીને દેવલોકમાં ગયા અને સૂરિમંતા મરીને નરકમાં અનંતની વેદનાના સ્થાનમાં ચાલી ગઈ. અને તે સંસાર વધાર્યો. પૂર્વભવમાં એકબીજા સાથે મહાન વૈર બાંધેલા હોય ત્યારે આવું બને. જે દુઃખ દે છે તેને દુઃખ પડવાનું છે. કારેલાં કર્મો તે ભગવ્યા વિના
છૂટકારો નથી.
પાપ કરતાં માપ રાખ્યું હેત જે, આજ મારી આ હાલત ના હેત તે પાપ. કમરાજા કેઈને મૂકતા નથી, (૨) સત્ય એ મેં યાદ રાખ્યું હેત જે...
આજ મારી, છે જો અંબા 5 3 બાળા કરીને અને તે કો બને જ છે