________________
૧૮૬ |
[ શારદા શિરામણિ
ભક્ત પ્રભુને કહે છે હે પ્રભુ ! આ સંસારના દરિયામાં મારી ગૈયા ડાલી રહી છે. તા મારી નૈયાને બચાવેા. આ શેઠ એ વિચારે છે કે મને ‘સાંભળ’ કહ્યું છે તે આ દરિયો મને કહે છે તારે આત્માની શોધ કરવી હોય તે સંસારને ભૂલી જા. સ’સારને ભૂલીશ નહિ ત્યાં સુધી આત્માની સ'પત્તિ તને મળવાની નથી. આંતર વૈભવ તારા આત્મામાં પડયા છે. બહારના પદાર્થાંમાંથી તને નહિ મળે.
એક સામાન્ય માનવીના કાંડે ઘડિયાળ બાંધેલું હતુ. તેનું ડાયલ ખૂબ સુંદર અને આકર્ષીક હતું. તમારા જેવા કોઈ એ પૂછ્યું ભાઈ ! આ ઘડિયાળ કેટલામાં લાવ્યા ? તેની કિંમત કેટલી છે ? પેલા ભાઈ કહે–મને બહુ સસ્તામાં મળી ગઈ છે પણ લાવ્યા કેટલી કિંમતમાં ? ભાઈ ! ખારસા રૂપિયાનું ધડિયાળ મને માત્ર ખસેા રૂપિયામાં મળી ગયું ! તે ભાઈ ખૂબ હરખાય છે કે કેવું સરસ ઘડિયાળ ૧૨૦૦ રૂા. નુ` મને ખસેામાં મળી ગયું. બીજે દિવસે તેને વિચાર થયા કે આ ઘડિયાળ હુ. ઘડિયાળીને બતાવી જોઉ તા ખરા, આટલું સસ્તુ મળ્યું છે તેા સારૂ તેા છે ને? તે ભાઈ ઘડિયાળીને ત્યાં બતાવવા ગયા. “આ ઘડિયાળ તમે કેટલામાં લીધું” છે? તમે કેટલી કિંમત કહેા છે ? માત્ર ૨૫ રૂપિયા, તમે ૨૫ રૂપિયા કેમ કહ્યા ? આ ઘડિયાળ ૧૨૦૦ની કિ ંમતનુ હતુ. તેને મેં ખસે રૂપિયામાં ખરીદ્યું છે. તારી ઘડિયાળનું ડાયલ સરસ છે, પણ અંદરનુ જે મશીન છે તે અનાવટી છે, ખાટું છે. એ ચાર દિવસ ચાલે તેા તારા ભાગ્ય. ડાયલ ગમે તેવું સારું હાય પણ મશીન સારું ન હોય તા તે ઘડિયાળની કાંઈ કિંમત નથી. તમારા જીવનમાં પણ આવું જ છે ને ? બહારનું જીવન ડાયલ છે. આત્મા મશીન છે. તમે મહારથી સારા દેખાતા હો પણ અંદરનુ મશીન બગડી ગયું હશે તે તે જીવનની કોઈ કિંમત નથી. આત્મા રૂપી મશીનને શુદ્ધ બનાવો. ઘડિયાળીએ પેલા ભાઈને કહ્યું-તારી ઘડિયાળના ૨૫ રૂા. પણ નહી ઉપજે. એ ત્રણ દિવસ ચાલે તે પણ સારું. આ ભાઈને હવે પસ્તાવાનો પાર ન રહ્યો. જે ગાણુસા ડાયલ ઉપર મેાહી પડે છે અને મશીન સામે જોતા નથી, એમના હાથમાં ડાયલ રહે છે, પન્નુ મશીન બદલાઈ ગયેલુ હોય છે. સારી વસ્તુ વસાવવી હશે તે ડાયલની સાથે મશીનને જોતાં શીખવું પડશે. ડાયલ કદાચ ભભકાખંધ નહિં હાય પણ મશીન સારું હેશે તે ઘડિયાળ ખરાબર ચાલશે, માટે ડાયલને લેતાં પહેલાં તેના મશીનને જોવું જરૂરી છે. આ માનવ જીવનને સુંદર બનાવવું હોય તે ભૌતિક વસ્તુઓની જેમ પારખ અને કાળજી કરો છે તેમ આધ્યાત્મિક વસ્તુઓની પણ પારખ કરો. શરીર એ ડાયલ છે અને આત્મા એ મશીન છે. ઘણીવાર કંઈક જીવા ઉપરથી ધર્મિષ્ઠ, સારા દેખાતા હોય પણ એનું મશીન બગડી ગયુ હોય છે. મશીન સારું હોય અને ડાયલ સારૂ ન હાય તેા બહુ વાંધો ન આવે, તેમ મહારથી દેખાવ સારા ન હોય, રિકેશીમુનિનુ બહારનુ` ડાયલ સારું ન હતું, તે નાના હતા ત્યારે છેકરાએ તેમને ભેગા રમવા દે નહિ તેવું રૂપ હતું પણ અંદરનુ મશીન સારું હતું તે તે જ ભવમાં મેક્ષે પહોંચી ગયા.