________________
૧૭૬ ]
( શારદા શિરેમણિ છે તેમાં એક ગુણ છે બિપાષણ. પોષ એટલે પિોષણ કરવાનું. પિતાની પત્ની, પુત્ર, પુત્રી, પરિવારનું પોષણ કરો એમાં કોઈ વિશેષતા નથી. કારણ કે એ બધા પ્રત્યે રાગભાવ છે પણ તમારા સગામાં જેના કઈ રખેવાળ નથી એવા જીને પિોષણ આપો. એ સાચું કર્તવ્ય છે. સગાંસંબંધી, સ્વજને, ભાઈ, બેન, કાકા, મામી, આદિ કુટુંબનું ન્યાયના માર્ગે રહીને પિષણ કરે તે સમજવું કે માર્થાનુસારી ગુણ મારામાં આવ્યું છે. જેનામાં પિષ્ય પિષણ ગુણ હશે તે માત્ર પેટ ભરું નહિ હોય તે જમતા એ વિચાર કરશે કે મારી બાજુમાં વસતો કઈ ભૂખ્યો તો નહિ હોય ને ! હું જમ્યો એટલે બધા જમ્યા એવું નથી. તેનું દિલ કેમળ હોય. તેના હૃદયમાં અનુકંપા હોય, તેમના ચિત્તની સમાધિ જળવાઈ રહે તે માટે આપઘાતના માર્ગે જવાને ક્યારેય વિચાર ન જાગે તે માટે તેમનું પિષણ કરવું એ માર્ગાનુસારીને પિષ્ય ગુણ છે. એક બનેલી કહાણી છે.
રમેશ અને અશેક બે જીગરજાન મિત્ર. રમેશ અમદાવાદમાં રહેતો હતો. અશોક રાજકોટમાં રહેતા હતા. અશોક કઈ કઈ વાર રમેશને મળવા જાય. જ્યારે અશોક આવે ત્યારે એની આગતા સ્વાગતા કરવામાં રમેશ અડધો અડધ થઈ જાય. રમેશ નાસ્તિક હતો, તે ધર્મને માન ન હતો. તે તો એમ જ કહેતે થાણા ને #TFા આ યુવાની શા માટે ? હાથમાં આવેલા કામગ ભેગવી લેવા દે. કેણ જાણે પરલેક છે કે નથી ? માટે જે સુખ, સંપત્તિ મળ્યાં છે તે ભેળવવામાં આ જીવનની કિંમત છે તે એમ માનતે. અશોક ધર્મિષ્ઠ હતું. તે માનવજીવનની કિંમત સમજતો હતો. તે સવાર સાંજ પ્રતિકમણ કરતો, ચૌવિહાર કરતો, સંતોની વાણી સાંભળતો. રમેશ ધર્મને માનતો ન હતો તે તેના મનમાં ખૂબ ખટકતું હતું. મારો જીગરજાન મિત્ર તે શું કરીને દુર્ગતિમાં જાય ? ન જ જોઈએ. અશક પત્રમાં પણ રમેશને શિખામણ આપતા. રમેશ પત્ર વાંચીને ફાડી નાંખતો. તે તેના પત્રનો જવાબ ન આપે. છેવટે પત્ર લખતે બંધ થઈ ગયો. અશેકના મનમાં થયું કે પાંચ પાંચ વર્ષ થયા છતાં રમેશ મળવા પણ નથી આવ્યો. કે તને પત્ર પણ નથી આવ્યું. લાવ, હવે હું જાતે જ તેને મળવા જાઉં. તે મને બેલાવતા નથી. તેનો પત્ર નથી તો એ જે સ્ટેઈજ પર હતો તેનાથી ઊતરે એવા સ્ટેજ પર ગયો હશે ! જઈને જોઉં તો ખરો ! તેથી તેને તાર કર્યો. હું રાજકોટથી આ ગાડીમાં નીકળીને આવું છું. રમેશે તાર વાંચ્યો. પત્નીને કહે છે! પાંચ વર્ષે મારો મિત્ર અશોક આવે છે એટલે હું સ્ટેશને લેવા જઈશ.
રમેશ સ્ટેશને ગયે. અશોક ગાડીમાંથી નીચે ઊતર્યો. રમેશે તેને આવકાર્યો. કેમ દે ! આવી ગયો! મઝામાં છે ને ! રમેશને સ્ટેશને આવેલે જઈને આશ્ચર્ય પામી ગ. બંને મિત્રો લાંબા સમયે ભેગા થયા એટલે બંનેને ખૂબ આનંદ થયે. અશોક રમેને જોતાં થંભી ગયો. કયાં પાંચ વર્ષ પહેલાં જોયેલે રમેશ અને કયાં અત્યારનો રમેશ ! રમેશે તેની બેગ લઈ લીધી. અશોક મનમાં વિચાર કરે છે કે જે હંમેશા સૂટ, પેન્ટ, ટાઈ પહેરતા, સતત હાંસી મશ્કરી કરવાવાળ! તેના બદલે આજે જુદું દેખાય