________________
શારદા શિરેમણિ]
[ ૧૭૫ એ વિશેષતા છે કે તેમનામાં જે ગુણો હોય તે ગુણેને જુવે પણ અવગુણને ન જુવે. તે સમજે છે કે છત્મસ્થ જીવ ભૂલને પાત્ર છે. એટલે કોઈ અવગુણ તે હોય પણ મારે તેના દોષ તરફ દષ્ટિ કરવાની શી જરૂર ! ભલે એકાદ અવગુણ હોય પણ સાથે ગુણે કેટલા છે! કદાચ કેનામાં હજારે અવગુણો હોય તે અવગુણ તરફ ન જોતાં તેનામાં રહેલા એકાદ ગુણને જુએ. દુર્ગુણ તરફ એની દષ્ટિ ન જાય. દરેક વ્યક્તિમાં કઈને કઈ ગુણ તો હોય જ. સૂપડા જેવા જીવો પોતાના સંપર્કમાં આવતા જેમાં કે પિતાના ઉપયોગમાં આવતી વસ્તુઓમાં જે દોષ હોય તેને બહાર કાઢી નાંખે છે અને જે સારા તો હોય છે તેને પોતાની પાસે રાખે છે. જે જે ચાળણી જેવા છે તે સામી વ્યકિતમાં હજાર ગુણ હોય અને એક અવગુણ હોય તે અવગુણને જુવે અને ગુણ તરફ ઉપેક્ષા કરે. કેઈ ભાઈએ ચાલીસ પચાસ હજારનું દાન કર્યું તો જે છે ચાળણી જેવા છે એ શું કહેશે ? તેના આ પૈસા બે નંબરના છે. બે નંબરના પૈસા વધી જાય તે પછી મૂકે
ક્યાં? દાન ન કરે તે શું કરે? ભલા, તું તો દાન દઈ શકતો નથી. અને દાન દે તેના માટે આવું શા માટે બેલે છે? તે મોજશેખમાં લાખ રૂપિયા વાપરી શકે છે પણ ધન પ્રત્યેની મૂછ છૂટી તો દાન કર્યું ને ! ચાળણી જેવા છે આવું બેલે. ગુણના ગુગ ન દેખે પણ અવગુણ તરફ જુવે. તે સામી વ્યક્તિમાં અને વસ્તુઓમાં રહેલા સારા સારા તને બહાર ફેંકી દે અને ફેકી દેવા જેવા તને પિતાના મનમાં સંઘરી રાખે. આવા જ પિતાનું કલ્યાણ કરી શકતા નથી.
સૂપડા જેવા જે ગુણવાન આત્માઓ છે તે દાતાર વ્યક્તિઓ માટે શું બેલે? તેમને મળ્યું છે તો ઉદાર ભાવે ઉમળકાભેર વાપરી રહ્યા છે. ધન્ય છે તેમને ! પરિગ્રહની મમતા છેડી તે દાન કર્યું ને ! મને પણ એ અવસર કયારે આવે કે હું દાન દઈને જીવનનું ભાથું બાંધું ! સૂપડા જે આત્મા કયારે પણ તેના અવગુણ નહિ બોલે, છતાં તેને આત્મા પ્રભુ પાસે પિકાર કરે કે હે પ્રભુ!
જ્યારે જ્યારે મળું ગુણીજનને, વળગે અવગુણ આ મારા હૃદયને, જેવા દે ના ગુણો એ ગુણીના, ઢાંકે પરદે એ મારા નયનને,
આ પનોતી મને પજવ્યા કરે...હે એક અવગુણ. સૂપડા જેવો આત્મા બધે ગુણ જોશે. અવગુણમાં પણ તે ગુણ જોશે. જે આપણી દષ્ટિ બીજાના દો તરફ જતી હોય, બીજાની ખામીઓ આપણને દેખાયા કરતી હોય તો સમજી લેવું કે આપણે ચાળણી જેવા છીએ. આવું જીવન આ લેક તો બગાડશે, પણ પરલેકને પણ બગાડયા વિના નહિ રહે. જે આપણી દષ્ટિ બીજાના ગુણો તરફ જતી હોય, તેની ખામીઓને બદલે ખૂબીઓ દેખાતી હોય તો સમજવું કે આપણે સૂપડા જેવા છીએ. આ ગુણદષ્ટિ હોય તે સમજવું કે માર્થાનુસારી બનવાની લાયકાત મારામાં ખીલી છે. જ્યારે માર્થાનુસારીના ગુણ જીવનમાં આવે છે ત્યારે તેના જીવનના વર્તનનું પરિવર્તન થઈ જાય છે. તેનું આખું જીવન પલટાઈ જાય છે. માર્ગાનુસારીના ૩૫ ગુણ