________________
શારદ શિરોમણિ ]
[ ૧૭૩
સતીજીને ૩૧ ઉપવાસ પૂર્ણ થાય છે. તે આપ બધા ૩૧ દિવસના સારા સારા પ્રત્યાખ્યાન લેજે. ચંદનબાઈ મહાસતીજી ફરી ફરીને તેઓ આવી સાધના કરતા રહે, તપ ત્યાગથી તેમનું જીવન દેદીપ્યમાન બનાવે એ જ આપણા સહુના અંતરના આશીષ છે અને અભિનંદન છે. શ્રાવણ સુદ ૫ ને સોમવાર : વ્યાખ્યાન નં-૨૧ : તા. ૨૨-૭-૮૫
આપણા શાસનપિતા પ્રભુ મહાવીરસ્વામીએ ઘાતી કર્મોને અપાવવા માટે અજોડ પુરૂષાર્થ ખેડ, અઘોર તપ સાધના કરી, કેટલા પરિસહે અને કષ્ટો વેઠયા !
सूरो संगाम सीसे वा, संबुडा तत्थ से महावीरे। પરિસેવાને સારુ, જે મર્થ રહ્યા . આ. અ. ૯ ઉ. ૩, ગા. ૧૩
જેવી રીતે કવચથી સુસજિજત વર સુભટ યુદ્ધના મોખરે રહેવા છતાં શસ્ત્રોથી છિન્નભિન્ન થતા નથી. એવી રીતે દીર્ય અને ક્ષમા રૂપી કવચથી સુરક્ષિત ભગવાન અનેક પરિસહ, ઉપસર્ગની સામે ઝઝૂમતા જરા પણ વિચલિત ન થયા. તે તે આત્મામાંથી પરમાત્મા બની ગયા. તમારી સામે એક વાત રજુ કરું. પરમાત્મા અને પારસમણું આ બને એક રાશીના શબ્દો છે. એ બેમાં તમને કોણ વહાલું? સાચું બોલજે. જે હોઠેથી બોલશો તો પરમાત્મા કહેવાના, પણ હૈયાથી કહો તો પારસમણિ. મને રાજી કરવા પરમાત્મા કહેશો પણ તમારે રાજી થવું હોય તે પારસમણિ કહેશો. બંનેમાં શું વહાલું તે સમજાવું. પારસમણિ માટે તો મારે સમજાવવું પડે તેમ નથી. તમે પારસમણિને જે નથી પણ સાંભળ્યું છે કે તેની શક્તિ આટલી છે? લાખો મણ લોખંડ હોય તો પણ તેને સોનું બનાવવાની તાકાત તેનામાં છે. વિચારે, તમારી પાસે લોખંડની તલવાર છે. જે તલવાર બીજાના મસ્તક ઉડાડી દે છે. તે તલવારને પારસમણિનો સ્પર્શ કરાવવામાં આવે તો તલવાર સોનાની બની જાય. આ તે તલવાર હતી પણ ધાર્મુિ કે ગમે તે લોખંડનું શસ્ત્ર હોય તે તે સેનું થઈ જાય. હું તમને પૂછું કે લેખંડની તલવાર પારસના સંગથી સેનાની બની પણ પારસમણિની એ તાકાત છે કે સોનાની તલવાર કેઈનું ગળું નહિ કાપે, કે કોઈની હિંસા નહિ કરે, કોઈ જીવને મારશે નહિ કે મસ્તક ઉડાવશે નહિ! એ તો કોઈને મારે તે તેના ધડ અને મસ્તક જુદા કરી નાખે, પછી તે લેખંડની હેય કે સોનાની હય! જયારે પરમાત્મા પાસે જેની હિંસા કરનારા, ખૂન કરનારા પાપી જે ગયા તો તે છે પુનિત બની ગયા. હિંસક મટી અહિંસક બન્યા. ખૂનીમાંથી મુનિ બન્યા. શયતાનમાંથી સંત બન્યા, રાગીમાંથી વીતરાગી બની ગયા. પાપી ઉપર પરમાત્માની અમીદ્રષ્ટિ પડી, તેમના વચનામૃતો હૃદયમાં આરપાર ઉતરી ગયા તે પાપી પવિત્ર બની ગયા. અરે, તેમના જેવા બની ગયા. તમારા પારસમણિમાં છે આ તાકાત ! બોલે, હવે કોણ વધારે સારું ? પરમાત્મા. જે આપણું ભભવમાં હિત કરાવે, પણ રાત દિવસ તમારી રટણા, ભૂખ, ઝંખના શની છે? પારસમણિની.