________________
શારદા શિરેમણિ ]
[૧૮૩ આત્માને થતા નુકશાનો બતાવે, એના કટવિપાકે સમજાવે. જો એ ન થાય તો ગુણના પાલનથી થતા અનેક લાભો બતાવે. તે જરૂરથી દોષમુક્ત બની શકાશે અને જીવનમાં ગુણેની ભરતી આવશે.
આનંદ ગાથા પતિની પત્ની શિવાનંદા ખૂબ ગુણવાન છે. તેમને ત્યાં સંપત્તિ, વૈભવે છે પણ સાથે એકતા છે. સંપત્તિ હેય પણ એકતા ન હોય તે તેના જીવનમાં શાંતિ નથી, કારણ કે તેને ઉકળાટ રહ્યા કરતો હેય. તેનું ખાધેલું પણ લેહી ન થાય. ઉકળાટના કારણે કર્મબંધન થયા કરે. ભલે રોટલી ને દાળ ખાતા હે પણ જે જીવનમાં એક્તા છે, સંપ છે, શાંતિ છે, વિચારોમાં સુમેળ છે, તે ઘર પુણ્યવાન છે. આનંદને ત્યાં લાડી, વાડી, બંગલા, વૈભવે બધું છે પણ સાથે એક્તા દૂધ સાકર જેવી છે. બડા ભાગ્યોદય હોય તેને ઘેર સંપત્તિ હેય ને સાથે સંપ હય, અશ્વર્ય હાય ને સાથે એકતા હોય, વૈભવ હોય પણ સાથે વાત્સલ્ય ભાવ હોય, બાકી તમારી દષ્ટિએ ગણાતા ભૌતિક ભેગના સાધને હય, સંપત્તિની છળ ઉડતી હોય, જેને તમે સુખના સાધને માન્યા હોય તે બધું સુખ હોય પણ સંપ ન હોય તો એ સંસાર સોહામણો બની શકતું નથી. કંઈક જગ્યાએ જોવામાં આવે છે કે આટલી સંપત્તિ હોવા છતાં તેમના જીવનમાં શાંતિ હતી નથી. દુનિયામાં સૌથી વધુ સમૃદ્ધ દેશ અમેરિકા કહેવાય છે, છતાં ત્યાં આપધાતના કેટલા કિસાઓ બને છે. જે સંપત્તિમાં સુખ હોય તે આપઘાત કરવાના પ્રસંગો ઉભા ન થાય ત્યાં સંપત્તિ છે પણ આત્માની શાંતિ નથી. તમે ઉપાશ્રયમાં આવે છે પણ મનમાં જે ઉકળાટ હોય, કેઈક ચિંતાન કી કેરી ખાતો હોય તો મારી સામે બેસો, મને લાગે કે એક ધ્યાનથી સાંભળે છે, છતાં પિલી ચિંતા શાંતિથી વ્યાખ્યાન સાંભળવા ન દે. સંપત્તિથી બહારથી સુખી દેખાતા હોય છતાં અંદરથી તેનું મન અશાંત રહ્યા કરે છે.
પૈસે જ્યાં રેલમછેલ વપરાય છે એવા અમેરિકાને ઉદ્યોગપતિ એક મોટો કરોડપતિ હતા. લાખ ડોલરની લેવડદેવડ તેની પેઢી પર થતી હતી. બંગલા, લાડી, વાડી, ગાડી. મહેલ મહેલાતો બધું હતું. તમારી દષ્ટિએ ગણાતાં સુખના બધા સાધને તેને મળ્યા હતાં છતાં તે દુઃખી હતો. દુઃખને કીડો તેને રાતદિવસ પજવતું હતું. હેરાન કરતો હતો. તેનું મન ભાંગી ગયું હતું. હતાશા-નિરાશાભર્યા જીવનથી તે કંટાળી ગયો હતો. તેના આંગણામાં બે ચાર કાર ઉભી રહેતી હતી. એ સુખી સમૃદ્ધ દેશમાં આવતો હોવા છતાં, આલિશાન બંગલામાં રહેવા છતાં તેનું મન અશાંત હતું. ઘરની ઘણી વસ્તુઓ ફ્રીજમાં પડી હોવા છતાં હૈયામાં ઉકળાટ હતો. સુંદરી, સંપત્તિ, સત્તા હોવા છતાં તે દુઃખી હતે બધાની વચ્ચે રહેવા છતાં હૈયામાં તે અશાંતિ હતી તેથી એના મનમાં થયું કે હું આપઘાત કરીને મરી જાઉં. અતિ મૂંઝાયેલ માનવી શું પગલું ભરે ? આપઘાત. આપઘાત કરીને જીવનને અંત લાવવાથી સુખ નહિ મળે. અકાળે મૃત્યુ થાય એટલે તેના અધ્યવસાયો સારા ન હોય. કષાયભાવ વર્તતે હેય તેથી દુર્ગતિ થાય. જે