________________
૧૭૪ ]
[ શારદા શિરમણિ પથ્થર જેવા પૈસા અને પારસ જેવા પ્રભુબેમાં કેણ તમને વહાલું, બેલે
પૈસા કે પ્રભુ? તમને એમ થાય કે સંતે પાટે બેસી ગયા એટલે તેમને પૈસાની કયાં જરૂર છે! અમારે તે પૈસા વગર ચાલે કયાંથી? તમને પૈસા ખૂબ વહાલા છે પણ એ પૈસાનું પોટલું બાંધીને ફરો તો એવું ખરું કે રોગ નહિ આવે અથવા જોગ હશે તો મટી જશે ? હા, રેગ માટે દવાની સહાય લેવી પડે તો તેમાં પૈસા સહાયતા કરેશે પણ પૈસા ન તો રોગ મટાડી શકે કે ન તે દુર્ગતિ અટકાવી શકે. સમજી લે. અંતરમાં દેવ-ગુરૂધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા જાગે તે પરમાત્માના સંગથી પાપી પુનિત બની જાય. પરમાત્માને સ્પર્શ થવાથી આત્મા પરમાંથી સ્વમાં આવ્યું, તેમાં સંદેહ નહિ પણ શ્રદ્ધા થઈ છેવટે પ્રભુના વચનામૃતોને જીવનમાં અપનાવી આરાધનાનું મેળવણ નાંખ્યું તો બેડો પાર થઈ ગયો.
પ્રભુના વીર વચને જીવનમાં આરાધનાના મેળવણુથી જેને બેડો પાર થવાને છે એવા આનંદ ગાથાપતિનો અધિકાર ચાલી રહ્યો છે. આનંદ ગાથાપતિને શિવાનંદા નામની ડાહી, ગુણયલ, સદ્દગુણ પત્ની છે. તે પતિમાં અનુરક્ત છે. તેને પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ ભેગો મળ્યા છે, છતાં તેમાં આસક્ત નથી બનતી. તે સમજતી હતી કે આ જીવન પાણીના પરપોટા જેવું છે. આ દીપક કયારે બૂઝાઈ જશે એની ખબર નથી. માટે જીવનમાં સત્કાર્યો કરી લેવા જોઈએ. આ સંપત્તિ, ધન તે આજે છે ને કાલે નથી. ધન એ પીવાની દવા નથી પણ ચોપડવાની દવા છે. જ્યારે ધર્મ એ પીવાની દવા છે, પણ ચેપડવાની દવા નથી. તમે શું કરી રહ્યા છે? આનાથી વિપરીત માની રહ્યા છે, યાદ રાખો. તમારે કેના જેવું થવું છે?
સૂપડા જેવા બનશો કે ચાળણી જેવા? : તમારી પાસે બે વસ્તુ મૂકું છું. એક સૂપડું અને બીજી ચાળણી. તમે તેના જેવા બનશે ? સૂપડા જેવા કે ચાળણી જેવા? (શ્રોતા-સૂપડા જેવા) તમે સૂપડામાં શું જોઈ ગયા? (શ્રોતા-તે નકામો કચરો કાઢી નાંખે અને રાખવા જેવું રાખે.) આ દુનિયામાં જે બે પ્રકારના છે. કેટલાક સૂપડા જેવા અને કેટલાક ચાળણી જેવા. આ બંનેના સ્વભાવમાં આકાશ પાતાળનું અંતર છે. તમે સૂપડામાં કોઈપણ વસ્તુ નાખો તે સૂપડું એક બે ઝાટકે ફેકી દેવા જેવા માલને ફેકી દે છે અને રાખવા જેવા માલને પિતાની પાસે રાખે છે. જ્યારે ચાળણી રાખવા જેવા માલને ફેંકી દે છે અને કચરાને પિતાની પાસે અંદર રાખે છે. આ તો સૂપડું અને ચાળણીની વાત કરી. સૂપડું અને ચાળણી બંને જડ છે સૂપડાને એવું જ્ઞાન નથી કે હું સારું સારું ગ્રહણ કર્યું અને ફેંકી દેવા જેવું ફેંકી દઉં. એ તો એનું કર્તવ્ય કરે છે. ચાળણીને પણ એ જ્ઞાન નથી કે હું સારું સારું કાઢી નાખું છું અને કચરે મારામાં રાખું છું. આપણું જીવન સૂપડા જેવું છે કે ચાળણી જેવું ?
જીવે સૂપડા જેવા છે તેની પાસે ગમે તેટલા માણસો આવે, સારા આવે અને ખરાબ આવે, ધમષ્ઠ આવે, દાનવીર આવે, ગુણવાન આવે તે શૂરવીર આવે, પણ તેની