________________
૧૭૦ ]
[ શારદા શિરમણિ વાત જીવન સાથે ઘટાવવી છે. તમારા જીવનની ગાડી પણ ઝડપી જઈ રહી છે, તમારી ઇચ્છાઓ, આશા, તૃષ્ણાઓ કેટલી ઝડપથી આગળ વધી રહી છે. એક ઈરછા પૂરી ન થાય ત્યાં બીજી ઈચ્છા, અસંતોષની આગ લાગી રહી છે. તે મેળવવા માટે પાપનું સેવન થઈ રહ્યું છે. સદાચાર, માનવતા, ધર્મ બધું ભૂલી જાય છે. વિચાર કરે. જૈન તરીકે તમને આ બધું શોભી રહ્યું છે? તમારી ઈચ્છાઓ એકસીલેટરની જેમ આગળ વધી રહી છે. હું પૈસાવાળો શ્રીમંત કેમ બનું? જેમ લાભ મળતો ગયો તેમ લેભ વધતો ગયો. પહેલાં તમારું મુખ નાનું હતું હવે પહોળું થઈ ગયું છે. યાદ રાખે-ગમે તેટલું ભેગું કરશે પણ સાથે કેટલું લઈ જવાના ?
જવાના જવાના સૌએ જવાના, ભવની સફરમાં સાથે શું લઈ જવાના ગાડી ને વાડી, બંગલા મઝાના, મૂકીને જવાના માલ ખજાના...
મહાપુરૂષો ટકેર કરે છે કે કેઈ આજ તો કઈ કાલ, મોડું કે વહેલું બધાને જવાનું એ જવાનું છે. તો જશે ત્યારે ભવની સફરમાં સાથે શું લઈ જશો? તમારા મેળવેલા પૈસા, સંપત્તિ, વૈભવે, ખજાના કેઈ સાથે આવવાના નથી પ તેના પ્રત્યે રાગ રાખી મમતા કરી જે કર્મો બાંધ્યાં તે સાથે આવવાનાં. ત્યાં કઈ ભેદભાવ નથી કે કઈ ભાગીદારી નથી. પુત્ર માટે કે પત્ની માટે કર્મો કર્યા હોય પણ જોગવવા તો તમારે પડશે.
એકસીલેટર કયાં લગાડવાની જરૂર છે? : તમે શું કરી રહ્યા છો? માસખમણનું ધર દિવ્ય સંદેશ લઈને આવ્યું છે. પ્રમાદને દૂર કરી જાગ્રત બને. માસખમણની ઉગ્ર સાધના કરવા તૈયાર થાજે. દાન, શીયલ, તપ ને ભાવ. તેમાં તપ શબ્દ આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમાં પણ તપ શબ્દ આવે છે. અને સાધુને ૧૦ પ્રકારનો યતિધર્મ છે તેમાં પણ તપ આવે છે. આત્મકલ્યાણના માર્ગમાં એક એવો માર્ગ નથી કે જેમાં તપ શબ્દ ન આવતા હોય, માટે તપની અવશ્ય જરૂર છે. આહાર સંજ્ઞા પર બ્રેક મારે. તમને તપ કરવાનું કહીએ તો કહેશે કે મેં ગયા વર્ષે કરી લીધું. મેં આટલી આરાધના કરી. જ્યાં તપ કરવાની કે ધર્મ કરવાની વાત આવે ત્યાં બ્રેક મારે છે અને જ્યાં બ્રેક મારવાની છે ત્યાં એકસીલેટર લગાવે છે. તપ કરવામાં, સાધના, આરાધના કરવામાં બ્રેક ન મારે પણ એકસલેટર લગાડો અને સંસારની પાપની ક્રિયાઓમાં બ્રેક મારો.
આરાધના કરવા માટે સાધનાના જીવનમાં પ્રત્યેક સાધકે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. મનનો ઉપયોગ બે રીતે થઈ શકે છે બ્રેક તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. અને એકસલેટર તરીકે પણ તેને અપનાવી શકાય છે. જે યોગ્ય સમયે તેને ઉપયોગ થાય તો જીવને તેના નિશ્ચિત સ્થાને પહોંચાડી દે અને જે તેને ઉપયોગ કરવામાં જરા ભૂલ થઈ તો આ ડ્રાઈવરની જેમ ભયંકર હોનારત સર્જી દે છે, માટે જ્યારે જ્યારે સંસારની કઈ ઈચ્છાઓ મનમાં ઉઠે ત્યારે એના ઉપર બ્રેક મારો પણું જીવની દશા અવળી છે. ત્યાં બ્રેક મારવાને બદલે એકસલેટર