________________
૧૬૦ ]
[ શારદા શિરોમણિ
ગયા. તેમણે તમને ટેસ્ટસ્તાર ચા પીવડાવી, તે આવીને કહેશો કે શું ટેસ્ટદાર ચાહતી ! મારા શરીરમાં સ્ફૂર્તિ આવી ગઇ. આ બધામાં કેટલા ભળી ગયા! ચાના,ભાજનના ગાણાં ગાયાં પણ કોઈ દિવસ જિનવાણીના ગુણ ગાયા? મેં સામાયિક કરી તેમાં સમભાવમાં રહ્યો, શાંતિ મળી. તેમાં મારો આત્મા કેટલે સ્વસ્થ રહ્યો તેવુ' કયારેય એલ્યા છે ? કયાંથી ગુણ ગાવ ! તેમાં ભળ્યા નથી. આત્માની શાંતિ, આનદ અને અદ્ભૂત શક્તિના દર્શન કરવા હેાય તે એમાં મળેા નિહ પણ ભળેા. યાદ રાખો કે સાધનાના જીવનમાં ભળી જવામાં મઝા છે અને પાપક્રિયાઓમાં ભળી જવાથી સજા છે.
જીવની દશા પણ આવી છે. ધમઁક્રિયામાં મન ભળતું નથી, પાપક્રિયાઓમાં મન ભળ્યા વિના રહેતું નથી. આપણે ધર્મક્રિયાને માત્ર મળીએ છીએ, જ્યારે સ`સારની દરેક વસ્તુમાં જે પાપમય ક્રિયાએ છે તેમાં ભળી જઇ એ છીએ. તેમાં ભળવાથી કેટલા કર્માંના ગંજ એકઠા કરે છે. તેનુ' તેને ભાન નથી. મહાન પુણ્યદયે જિનશાસન, જિનવાણી જૈન ધર્મી, ગુરૂદેવના સંગ આદિ બધી સામગ્રીઓ આપણને મળી છે, છતાં તેમાં ભળી શકતા નથી અને સ`સારની કંઈક પાપમય સામગ્રીઓના અભાવ હોવા છતાં ત્યાં મન સતત પાપ વિચારોમાં રમતું રહે છે. તેનાથી સાવધાન બનવાની જરૂર છે. પાપક્રિયામાં એકાકાર થઇ જઇએ, તેમાં ભળી જઇએ તેનાથી આત્માને જે નુકશાન થાય તે નુકશાન જેવું તેવુ' નથી. પાપક્રિયામાં એકાકારતા પાપના સ`સ્કારને દૃઢ બનાવી દેશે અને દૃઢ અનેલા એ પાપમય સંસ્કારો બીજા ભવમાં કદાચ પુછ્યાયે ધર્મ સામગ્રી મળી જાય તે એમાં મનને ભળવા નહિ દે. અત્યાર સુધી ભૂલ્યા તે ભૂલ્યા પણ હવે આપણા જીવનની દિશા બદલવી છે. કદાચ તમારે સ'સારની ક્રિયાએ કરવી પડે તે તેમાં મળે! પણ ભળે નહિ અને ધર્મક્રિયા નાનામાં નાની હોય તે! પણ એમાં ભળેા તેા આત્મ કલ્યાણ જલ્દી થશે. સાથે આપણેા સ્વભાવ પણ સાકર જેવા બનાવવાની જરૂર છે. જેમના સંગમાં આવીએ, જેમની સાથે રહીએ તેા સાકરની જેમ ભળીને રહેવું તે આપણી મધુરાશ તેના જીવન સુધી પહોંચી જશે. અત્યાર સુધી જિંદગીમાં ભૂતકાળમાં ઘણી ભૂલા કરી છે પણ હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને નવા ચેપડે લખે. હવે શું કરવું છે ? એક વેત દારડા જેટલી જિ'ઢગી બાકી છે તે ધર્મસાધનામાં એવા ભળી જાવ કે ભજના ભુક્કા થઇ જાય. જે આત્મા 'ધ સાધનામાં ભળી જાય તે પાતે ‘હાશ' પામે અને બીજાને હાશ ’ આપે.
6
ખળખળતા અપેારે ધૂમ તાપમાં ગુરૂ શિષ્યજઈ રહ્યા હતા. પવનનું નામનિશાન નહિ અને પગ ખુલ્લા હતા. ઉનાળાના દિવસ એટલે ગરમીનું તે પૂછવું જ શું? ગરમીના કારણે તરસ ખૂખ લાગી છે. સાથે ભૂખ અને થાક પણ ખૂબ લાગ્યા છે. ચાલતાં ચાલતાં રસ્તાથી થાડે દૂર રહેલા એક માટે વડલા જોયા. આ ગુરૂશિષ્ય અને વડલા નીચે બેઠા. પવને પણ જાણે મહેરબાની કરી હેાય તેમ મંદ મંદ પવન આવવા લાગ્યા. શીતળ પવન આવતાં અને ઝાડ નીચે સૂઈ ગયા. થોડીવાર પછી ઊડ્યા, જાગ્યા પછી ગુરૂ શિષ્યને