________________
શારદા શિરેમણિ ]
[ ૧૬૧ પૂછે છે બેટા ! અહીં આવ્યા પછી તને શું અનુભવ થયે? ગુરૂદેવ ! શી વાત કરું? જે અહીં આવીને બેઠો એ મને હાશને અનુભવ થયો. મને કકડીને ભૂખ લાગી હતી, તે પણ વિસરી ગયો. તરસથી આકુળવ્યાકુળ થયા હતા તે તરસ પણ ભૂલી ગયો. અને થાક પણ ભૂલી ગયો. વડલાની શીતળ છાયા અને મંદમંદ પવનથી મને ખૂબ શાંતિ વળી. મને હાશને અનુભવ થયો. ગુરૂદેવ કહે-શિષ્ય ! હાય તો નથી થયું ને? ના. હાશ અને હાયમાં ફરક ખરો? હા ગુરૂદેવ ! ઘણો ફરક છે. વડલે એકેન્દ્રિય-સ્થાવર છે. તે એકેન્દ્રિય હોવા છતાં એની નીચે આવનારને “હાયને બદલે “હાશ આપે છે. તેની નીચે બેસનારને શાંતિ આપે છે. હાશ એ શબ્દ સુખને છે અને હાય શબ્દ દુઃખનો છે.
શું આપશે? હાશ કે હાય?: ગુરૂ કહે શિષ્ય ! તું વડલા જે થઈશ કે તાડ જેવો? તાઠ કેઈ ને છાંયડો આપો નથી. વડલે બધાને વિસામે આપે છે. તું જીવનમાં સદાય આ મોટા વડલા જેવો થજે. તારી છાયામાં આવનાર દરેક આત્માને સદા તું “હાશ અનુભવ કરાવજે. તનબળ, મનોબળ, વચનબળ મળ્યું છે તો તું વડલા જે બનજે, પણ તાડ જે ન બનીશ. કેઈને પણ હાયનો અનુભવ ન થાય તે સતત ખ્યાલ રાખજે. શિષ્ય તો આ વાત સાંભળી રહ્યો. વાત તો સામાન્ય છે, છતાં તેમાં આખા જીવનનું રહસ્ય આવી ગયું. આપણે આ વાત સદાય નજર સામે રાખવાની છે. વડલા કરતાં પણ આપણી જવાબદારી ઘણી મોટી છે. વડલે બહુ તો શરીરને ઠંડક આપશે
જ્યારે આપણે તો સંસારના રાગ-દ્વેષની આગમાં સેકાઈ રહેલા આત્માઓની વિષય કષાયની આગને ઠારવાની છે. એ સામાન્ય કામ નથી. બળબળતા બપારે વડલે પોતાની છાયામાં આવનારને ભલે હાશ અનુભવ કરાવે પણ એ અનુભવ કરાવતા પહેલા વડલાને પિતાને કેટલી ગરમી વેઠવી પડે છે ! વડલે ઉપરથી તાપ સહન કરે અને તેની નીચે બેસનારને ઠંડક આપે. સામા જેની કક્ષાની આગને ઠારવા માટે પહેલાં કેટલું બધું સહન કરવું પડે છે !
આપણુ પાસે આવનારને “હાશીનો અનુભવ કરાવવા માટે જીવનમાંથી બને તેટલા વિષય કષાયને ઓછા કરવા પડશે અને વડલા જેવું બનવું પડશે. તાપ સહન કરવા પડશે. ગમે તેવી આંધી અને તેફાનમાં પણ અડગ ઉભા રહેવું પડશે. અરે, કદાચ શરીરના ટુકડે ટુકડા થઈ જાય એ પ્રસંગ આવે તે પણ ઉપકાર કરતા રહેવું પડશે. આવું જીવન હશે તો આપણી પાસે આવનારને “હાશીનો અનુભવ થશે. તાડનું ઝાડ ખૂબ મોટું હોય છે પણ ગરમીના દિવસોમાં એની નીચે જઈને ઉભા રહે તે શીતળતા આપે ખરું? ના. ઉપરથી કદાચ એનું ફળ પડે તો માથું તેડી નાંખે. આપણું જીવન તાડ જેવું તો નથી ને ? દોષ ભરપુર જીવન તાડના ઝાડ જેવું હોય છે. એ કેઈને હાશ અનુભવ તે ન કરાવે પણ “હાયને અનુભવ કરાવ્યા વિના ન રહે. જ્યારે