________________
૧૬૨ ].
| [ શારદા શિરમણિ ગુણયુક્ત જીવન વડલાના ઝાડ જેવું છે. એની છાયામાં આવનાર બધાને એ હાશને અનુભવ જરૂર કરાવે અને હાયને અનુભવ સ્વને પણ ન થવા દે. આપણું જીવન કેવું છે? વડલાના ઝાડ જેવું કે તાડના ઝાડ જેવું? હાશ કરાવે તેવું કે હાય કરાવે તેવું! આજે વર્તમાનમાં બધાનું જીવન જોતાં એમ લાગે કે અનેક આત્માઓને ત્રાસરૂપ બની રહ્યું છે. માનવી પોતાના સુખની સલામતી માટે બીજા કેટલાય આત્માઓને દુઃખ પહેચાડી રહ્યા છે. પિતાના જીવનને ટકાવવા ખાતર બીજા આત્માઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. પિતાની શ્રીમંતાઈ સાચવવા બીજા ગરીબ બનતા હોય તો તેની જરાય ચિંતા નથી કે દુઃખ નથી. આપણા મુખ પરના હાસ્યને ટકાવવા બીજાની આંખમાં આંસુ આવે તે તેની પરવા નથી. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે બીજાના જીવનની હેળી થાય તો ભલે પણ પિતાના જીવનની દિવાળી ઉજવવી છે.
આવું જીવન જીવવાથી જીવન કેટલું ખતરનાક બનશે તેને જીવને ખ્યાલ નથી. પિતાના સ્વાર્થ માટે જગતના અગણિત છે સાથે કેટલી દુશ્મનાવટ કરે છે. આ રીતે
જીવન જીવવાથી આ લેકમાં સુખશાંતિ તે નહિ મળે પણ પરલેકમાં પણ સગતિની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. આવી દેષ ભરેલી જિંદગી બીજા છ પર કેવી ખરાબ અસર ઉભી કરે છે. એ જેવા કેઈ તૈયાર નથી. આ વાત ઘણી નાની છે, પણ તેમાંથી આપણને ઘણો બોધ મળે છે. આપણે કેવું જીવન જીવવું, તાડ જેવું કે વડલા જેવું ? હાશ આપવી છે કે હાય આપવી છે? હાશ આપવી કે હાય આપવી તે વિચારશે. - સોમવારે મા ખમણનું ધર તો રૂમઝુમ કરતું આવી રહ્યું છે. એ આપણી સામે ચેલેજ ફેકીને કહે છે તમે શૂરવીર બનીને કર્મ સામે કેશરીયા કરવા તપના હથિયાર લઈને ચૂકી જાવ. અનંત ભવેના કર્મોને બાળવા માટે તપ રૂપી ભઠ્ઠો સળગાવજે. આજે આપણા ઉગ્ર તપસ્વી બા.બ્ર. ચંદનબાઈ મહાસતી અને તેમની સાધના છેલે દિવસ આવી ગયો. તપમાં કેવી સાધના, શાંતિ અને સમાધિ છે ! ગુરૂકૃપાએ અને શાસનદેવની કૃપાએ નિવિન પણે તેમને તપ પરિપૂર્ણ થયું છે. જેમણે આખો દિવસ સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન સહિત સાધના કરી છે તેમને આપણે કેટી કેટી અભિનંદન આપશું. આપણે તેમના જેવી સાધના કરીએ ને કર્મોના ગંજને બાળીએ તો સાધનામાં સાચા ભળ્યા કહેવાઈએ.
આજે મારા ગુરૂબેન વિદુષી પૂ. જલુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. તેઓ ખૂબ જ આદર્શ ઉચ્ચ ચારિત્ર પાળી છેલ્લે સંથારે કરી સંવત ૨૦૧૫ના કઠોર મુકામે સમાધિમય કાળધર્મ પામ્યા છે. તેમના બે શિષ્યાઓ છે. પૂ. ઈન્દુબાઈ મહાસતીજી તથા પૂ. શાન્તાબાઈ મહાસતીજી. બંને સતીઓ ખૂબ વિનયવાન છે. (પૂ. જશુબાઈ મહાસતીજીની જીવનવાહી વૈરાગ્યમય હતી તેની ખૂબ સુંદર રીતે રજુઆત કરી હતી.)